ગુજરાતમાં પહેલી વાર લાર્જ સ્કેલ પર મહાત્મા મંદિર ઑડિટોરિયમમાં એકથી બીજા છેડા સુધી સાડાછ હજાર સ્ક્વેર ફીટની એલઈડી લગાવીને ૨૭૦ ફુટ લાંબી ઍનામૉર્ફિક વૉલ ક્રીએટ કરાઈ હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશવિદેશના પ્રતિનિધિઓને દંગ કરનાર ઍનામૉર્ફિક વૉલ વિશે..
ઍનામૉર્ફિક વૉલ પર વાઇબ્રન્ટ ગુજરાતની ગાથા જોઈને ભલભલા આફરીન પોકારી ગયા
છેલ્લાં વીસ વર્ષથી દેશવિદેશમાં વાઇબ્રન્ટ ગુજરાતની ચર્ચા છે. કંઈકેટલાય બિઝનેસ લીડર્સને તેમનો બિઝનેસ ડેવલપ કરવા માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ફર્સ્ટ ચૉઇસ બની રહ્યું છે અને એનાથી ગુજરાત અને દેશની ઇકૉનૉમીમાં પ્રભાવ પડ્યો છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થઈ ગયેલી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અત્યાધુનિક ટેક્નૉલૉજીની મદદથી ક્રીએટ કરાયેલી ઍનામૉર્ફિક વૉલે કમાલ કરીને એની ઇમ્પૅક્ટ પાડી હતી. હોલોગ્રામ પછીના નેક્સ્ટ સ્ટેપની ટેક્નૉલૉજી ઍનામૉર્ફિક વૉલ પર લાઇવ શૂટિંગ અને થ્રી-ડી ઍનિમેશનનું કૉમ્બિનેશન કરીને રજૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાતની ગાથાની વિડિયો-ક્લિપની સફર એવી તો રોમાંચક બની રહી કે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડથી આવેલા બિઝનેસ લીડર્સ પણ વાઉ બોલી ઊઠ્યા અને ઇનોગરેશન ફંક્શનમાં ઉપસ્થિત દેશવિદેશના પૉલિટિકલ લીડર્સ અને બિઝનેસમેન સહિતના લોકો જોતા જ રહી ગયા હતા.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જ્યારે પણ યોજાય ત્યારે એમાં કંઈક ને કંઈક નવું ઇનોવેશન પ્રેઝન્ટ કરાતું હોય છે. આ વખતે ગુજરાતમાં પહેલી વાર લાર્જ સ્કેલ પર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મહાત્મા મંદિરના વિશાળ ઑડિટોરિયમમાં એકથી બીજા છેડા સુધી સાડાછ હજાર સ્ક્વેર ફીટની એલઈડી લગાવીને ૨૭૦ ફુટ લાંબી ઍનામૉર્ફિક વૉલ ક્રીએટ કરાઈ હતી. અત્યાધુનિક ટેક્નૉલૉજીની આ વૉલ ફ્લૅટ નહીં પરંતુ વર્ટિકલ ડિઝાઇનમાં મૂકીને સ્પેસિફિક સ્ટાઇલથી કન્ટેન્ટ ક્રીએટ કરીને ઑડિયન્સ પર અદભુત ઇમ્પૅક્ટ ક્રીએટ કરી હતી.
ADVERTISEMENT
માત્ર ૧૦ જ દિવસમાં સ્ક્રિપ્ટથી કમ્પ્લિશન સુધીનો આખો પ્રોજેક્ટ કરનાર અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશવિદેશના પ્રતિનિધિઓને દંગ કરનાર ઍનામૉર્ફિક વૉલની રસપ્રદ વાત કરતાં અમદાવાદના આર્ટ ડિરેક્ટર મનીષ બારડિયા કહે છે, ‘ઍનામૉર્ફિક વૉલ હોલોગ્રામ પછીનું નેક્સ્ટ સ્ટેપ છે જે થ્રી-ડી ફીલ્ડમાં બેટર ધેન હોલોગ્રામ, શાર્પર ધેન હોલોગ્રામ અને રેગ્યુલર એલઈડી સાથે પર્સ્પેક્ટિવનો યુઝ કરીને સૉફ્ટવેર આવું ઇન્ટેલિજન્ટ વેબ બનાવવામાં આવે છે જે તમને હોલોગ્રામથી પણ બેટર થ્રી-ડી આપે છે. મહાત્મા મંદિરમાં ડાબેથી જમણી તરફ ૨૭૦ ફુટ લાંબી અને સાડાછ હજાર સ્ક્વેર ફીટની એલઈડી લગાવીને ઍનામૉર્ફિક વૉલ બનાવી હતી. આ વૉલ પાછળ ૧૦૦થી વધુ વ્યક્તિનો સ્ટાફ કામ કરતો હતો. ગ્રેટ વસ્તુ એ હતી કે આ આખો પ્રોજેક્ટ ૧૦ દિવસમાં બન્યો હતો. સ્ક્રિપ્ટથી કમ્પ્લિશન સુધીમાં ૧૦ દિવસ લાગ્યા હતા જેમાં ૧૦૦થી વધુ લોકોએ કામ કર્યું છે. અમને ડેટા મળ્યો એને કમ્પાઇલ કરીને વાઇબ્રન્ટ ગુજરાત ગાથાની ફર્સ્ટ સ્ક્રિપ્ટ બનાવી હતી અને એને રફ વિઝ્યુઅલ સાથે ઍડ કરીને સરકારને આપી હતી કે એમાં કોઈ સુધારા-વધારા હોય તો તે સૂચવે. સૂચન પ્રમાણે બધી વસ્તુઓ ઍડ કરીને પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. બ્રીફિંગ થયું, પ્રેઝન્ટ થયું અને ત્યાર પછી આ પ્રોજેક્ટ તૈયાર થયો હતો.’
મહાત્મા મંદિરમાં વિશાળ લંબાઈ અને પહોળાઈની એલઈડીની ઍનામૉર્ફિક વૉલ પર પિક્ચરાઇઝેશન વધુ સારી રીતે કેમ ક્રીએટ થઈ શક્યું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઑડિટોરિયમમાં લાગેલી એલઈડી તમે ફ્લૅટ મૂકો તો તમને ઍવરેજ ફિલ્મ લાગે, પણ આ જ એલઈડી ડિઝાઇન વેમાં મૂકો એના માટે સ્પેસિફિક સ્ટાઇલથી કન્ટેન્ટ તમે ક્રીએટ કરો તો તમને થ્રી-ડી મળે. અમે લાઇવ શૂટિંગ અને થ્રી-ડી ઍનિમેશનનું બહુ સારી રીતે કૉમ્બિનેશન કર્યું જેના કારણે પિક્ચરાઇઝેશન સારું થયું. ગુજરાતમાં આટલી મોટી સ્ક્રીનમાં આટલા મોટા ફંક્શનમાં આ ફર્સ્ટ ટાઇમ થયું છે. ગુજરાતમાં પહેલી વાર સૌથી મોટી ઍનામૉર્ફિક વૉલ થઈ છે. ભારતમાં આવું થયું હોય તો એ વન ઑફ ધ હશે. એવું ન હોય કે ભારતમાં આવી વૉલ પચાસ વખત બની હોય, પણ ક્યાંક બે-ચાર બની હશે એમાંથી આ એક હશે.’
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મહાત્મા મંદિરના મુખ્ય ઑડિટોરિયમમાં ઉદઘાટન સમારોહ, સમાપન સમારોહ સહિત જેટલા પણ સેમિનાર થયા એમાં આ ઍનામૉર્ફિક વૉલનો ઉપયોગ થયો છે. ઉદઘાટન સમારોહમાં વાઇબ્રન્ટ ગુજરાતની ગાથા રજૂ કરતી વિડિયો-ક્લિપ હોય કે અન્ય સેમિનારની વાત પણ આ વૉલ પરથી રજૂ થઈ છે ત્યારે એનો અનુભવ કેવો રહ્યો એ વિશે વાત કરતાં મનીષ બારડિયા કહે છે, ‘અમે જ્યારે કોઈ પ્રોજેક્ટ કરતા હોઈએ ત્યારે કામમાં એટલા ગળાડૂબ હોઈએ કે કેવું દેખાશે, બનશે એ વિશે શું કહેવું; પણ લોકોનાં રીઍક્શન અનબિલીવેબલ હતાં. વાઇબ્રન્ટ ગુજરાતમાં ઍનામૉર્ફિક વૉલ પર વિડિયો-ક્લિપ જોયા પછી ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, યુએસએના લોકોએ અપ્રિસિએટ કર્યું અને એવી રીતે અપ્રિસિએટ કર્યું કે ‘ડિઝની ઇઝ ઑન ધ પિનેકલ ઍન્ડ યુ ગાય્ઝ આર મૅચિંગ ધેટ સ્પેસ’ એ લેવલનાં કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યાં. વૉટ વી ડિડ, જ્યારે આ એડિટ થતું હતું ત્યારે જ અમે પ્લાનિંગ કરી દીધું હતું કે આવી રીતે આઉટપુટ હોવું જોઈએ. ન્યુ ઝીલૅન્ડના એક બિઝનેસમૅને મને કહ્યું, ‘મનીષ, ધીસ ઇઝ વાઉ, વાઉ, વાઉ.’ એટલે મેં તેમને માત્ર એટલું જ કહ્યું કે ફાઇન. બીજું આપણે શું રીઍક્ટ કરીએ? પછી તેમણે મને કહ્યું, ‘આને તું જનરલમાં ન લઈશ. તું તારા પોતાના માટે ગર્વ અનુભવ કર કે મેં તને ત્રણ વાર વાઉ કહ્યું. મારા માટે સાડાત્રણ હજાર લોકો કામ કરે છે. દર અઠવાડિયે ઇવેન્ટ થતી હોય છે, પણ આવી ઇવેન્ટ મેં આજ સુધી જોઈ નથી.’ બેઝિકલી આમાં ઇક્વિપમેન્ટ્સ નૉર્મલ જ છે, નવાં નથી. બધાં માટે જે અવેલેબલ છે એ જ છે, પણ જે રીતે વિઝ્યુઅલાઇઝેશન કર્યું છે એણે ઇમ્પૅક્ટ ક્રીએટ કરી છે.’
આ વખતના વાઇબ્રન્ટ ગુજરાતમાં અત્યાધુનિક ટેક્નૉલૉજી ઍનામૉર્ફિક વૉલને પગલે સમિટનો નઝારો કંઈક અલગ જ જોવા મળ્યો હતો.