ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની જન્મશતાબ્દી પર તેમની સફર પર એક નજર
બાળપણમાં ગોલુમોલુ દેખાતા રાજ કપૂર (ડાબે), પત્ની કૃષ્ણા સાથે રાજ કપૂર (જમણે).
‘મને ખાતરી છે આપણું પહેલું સંતાન પુત્ર જ હશે.’ જ્યારે પત્નીએ પૃથ્વીરાજ કપૂરને સમાચાર આપ્યા ત્યારે તેમના ચહેરા પર પૂરો આત્મવિશ્વાસ ચળકતો હતો. તેમની ભવિષ્યવાણી સાચી પડી. ૧૯૨૪ની ૧૪ ડિસેમ્બરે પેશાવરમાં (હાલ પાકિસ્તાન) સૃષ્ટિનાથનો જન્મ થયો જેને દુનિયા રાજ કપૂર તરીકે ઓળખે છે. હા, પરિવારની સ્ત્રીઓ અને નજીકના સ્વજનોએ નવજાત શિશુ માટે આ નામ પસંદ કર્યું હતું.



