૧૯૪૮માં ભારતીય સિનેમાના સૌપ્રથમ શોમૅને આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી જે એક સમયે બૉલીવુડના ભવ્ય અને ગૌરવશાળી વારસાનો સાક્ષી હતો. ચેમ્બુરનો આ સ્ટુડિયો એક જમાનામાં હિન્દી સિનેજગતની ક્રીએટિવિટી અને ઇનોવેશનનું કેન્દ્ર હતું.
ચેમ્બુર સ્ટેશન પાસે ગુપ્તા ભેળપૂરીવાળાને ત્યાં રાજ કપૂર વારંવાર જોવા મળતા.
૧૯૪૮માં ભારતીય સિનેમાના સૌપ્રથમ શોમૅને આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી જે એક સમયે બૉલીવુડના ભવ્ય અને ગૌરવશાળી વારસાનો સાક્ષી હતો. ચેમ્બુરનો આ સ્ટુડિયો એક જમાનામાં હિન્દી સિનેજગતની ક્રીએટિવિટી અને ઇનોવેશનનું કેન્દ્ર હતું. એ સ્ટુડિયોમાં ભારતીય સિનેમાના સુવર્ણ યુગમાં કેટલીયે આઇકૉનિક ફિલ્મો બની હતી. સ્ટુડિયોનું પ્રતીક ચિહ્ન, જેમાં રાજ કપૂર અને નર્ગિસ છે એ સ્ટૅચ્યુ આજે પણ તેમના ચાહકોના હૃદયમાં અંકિત છે. આ સ્ટુડિયોમાં હોળીનું સેલિબ્રેશન હોય કે ગણેશોત્સવની ઉજવણી, સ્ટાર્સ અને સ્ટાર્સના ચાહકોને જલસો પડી જતો.