અમેરિકાની પરદેશીઓને આશરો આપવાની જે નીતિ છે એનો વિશ્વના લોકો ગેરલાભ ઉઠાવવા ચાહે છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
ફ્રાન્સની સરકારે અમેરિકાને ‘સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી’ ભેટ આપ્યું અને કોલંબસે ખોજેલા એ ઇમિગ્રન્ટ્સના દેશ અમેરિકાએ એ સ્વતંત્રતાની દેવીનું પૂતળું અમેરિકામાં આવેલા વિશ્વના સૌથી મોટા શહેર ન્યુ યૉર્કના બારમાં આવેલા એલિસ આઇલૅન્ડ પર ઊભું કર્યું સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી. એના હાથમાં જે તક્તી છે એના લખાણ દ્વારા જણાવે છે કે ‘હે વિશ્વના થાકેલા, હારેલા, ત્રાસેલા માનવીઓ, તમે અહીં આવો, હું તમને આશરો આપીશ.’ અને ખરેખર અમેરિકા આ વચનને સાચું પુરવાર કરે છે. જે લોકોને તેમના પોતાના દેશમાં તેમના ધાર્મિકપણાને કારણે રાજકીય વિચારોને માટે આર્થિક પરિસ્થિતિને લીધે કે અન્ય કોઈ પણ કારણસર રંજાડવામાં આવે છે તેમને અમેરિકા પોતાને ત્યાં અસાયલમ એટલે કે આશરો આપે છે.