ઈ-કૉમર્સ બિઝનેસ માટે રિલાયન્સ ટ્રેંડનો વિસ્તાર કરશે RIL
ઈ-કૉમર્સને ટક્કર આપશે રિલાયન્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિલાયન્સ ટ્રેંડ્સ ફેશન સ્ટોરનો વ્યાપ વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. કંપની આગામી પાંચ વર્ષોમાં આખા દેશમાં ઓછા ખર્ચ વાળા રિલાયન્સ ટ્રેંડ્સ ફેશન સ્ટોરની સંખ્યા 557થી વધારીને 2, 500 કરવા માંગે છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના પ્રમાણે, રિલાયન્સ સાથે જ પોતાના ઈ-કૉમર્સ બિઝનેસની સાથે એને જોડવાની યોજના બનાવી છે.
જો કે રિલાયન્સના વિસ્તારની જાણકારી પહેલા જાહેર નહોતી કરવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતના બજારમાં પહેલાથી જ હાજર એમેઝોન અને ફ્લિપકાર્ટને પડકાર આપવા માટે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી આ યોજનાને લઈને આવી રહ્યા છે. જણાવી દઈએ કે રિલાયન્સની ઈ-કૉમર્સ બજારમાં એન્ટ્રી અને ફેશનમાં વિસ્તાર કરવાની યોજનાથી ભારતમાં પહેલાથી જ હાજર એમેઝોન અને ફ્લિપકાર્ટને તગડો ઝટકો લાગી શકે છે.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગયા વર્ષ ડિસેમ્બર મહીનામાં ઈ-કૉમર્સમાં FDIના નિયમોને લઈને કેટલાક ફેરફાર કર્યા હતા. નવા ફેરફારો પ્રમાણે ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ એ કંપનીઓના પ્રૉડક્ટ નહીં વેચી શકે જેમાં તેમની ભાગીદારી છે. એ સિવાય ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ પર હવે કોઈ ખાસ પ્રૉડક્ટની એક્સક્લૂઝિવ સેલ પણ નહીં હોય.
આ પણ વાંચોઃ એમેઝોનને પડકારવા માંગે છે મુકેશ અંબાણી, પરંતુ સામે ઊભી છે આ મુશ્કેલી
ADVERTISEMENT
311 શહેરોનું છે લક્ષ્ય
એવી આશા રાખવામાં આવી રહી છે કે અંબાણીની આ પહેલથી કંપનીની રીટેઈલ ક્ષેત્રમાં સારી પકડ બનશે. રિલાયન્સ ટ્રેન્ડ્સની યોજના આગામી પાંચ વર્ષમાં 300 શહેરોમાં સ્ટોર ખોલવાની છે.