વિજય માલ્યાના UBHL શૅર્સના વેચાણ દ્વારા 1008 કરોડ એકત્ર કરાયા: ED
વિજય માલ્યા
ભાગેડુ વેપારી વિજય માલ્યાના યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (UBHL)નાં શૅર્સના વેચાણ દ્વારા ડેટ રિકવરી ટ્રિબ્યુનલે ૧૦૦૮ કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બુધવારે જણાવ્યું હતું.
EDએ કહ્યું કે સંબંધિત શૅર્સ માલ્યા વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગ સંબંધિત તપાસમાં તપાસ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા અને તે યસ બૅન્કમાં હતા. કર્ણાટક હાઈ કોર્ટે તાજેતરમાં આ શૅર્સ બૅન્ગલોરમાં ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT)ને સુપરત કરવાનો આદેશ બૅન્કને આપ્યો હતો.
ADVERTISEMENT
પરિણામે, DRTના રિકવરી ઑફિસરે UBHLના ૭૪,૦૪,૯૩૨ શૅર્સ વેચવા માટેની સાવર્જનિક નોટિસ પ્રકાશિત કરી હતી. EDએ કરેલી રજૂઆતો અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાનીવાળા કૉન્સોર્ટિયમના કિંગફિશર ઍરલાઇન્સ અને વિજય માલ્યા પાસેથી મોટી રકમ વસૂલવાની છે એ જોઈને ઍન્ટિ-મની લોન્ડરિંગ કોર્ટે ૨૬ માર્ચે શૅરના વેચાણની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : દેશને કામ આવી શકું તો પાછો ફરવા તૈયાર : રઘુરામ રાજન
યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડના આ શૅર્સ UBHL દ્વારા ધારણ કરાયા હતા અને તેને કિંગફિશર ઍરલાઇન્સ દ્વારા લેવામાં આવેલી લોન સામેની સિક્યૉરિટી તરીકે બૅન્કમાં રાખવામાં આવ્યા હતા.