Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડમાં વિન્ડફૉલ ટૅક્સ વધ્યો, ડીઝલની નિકાસ ડ્યુટીમાં ઘટાડો

ક્રૂડમાં વિન્ડફૉલ ટૅક્સ વધ્યો, ડીઝલની નિકાસ ડ્યુટીમાં ઘટાડો

Published : 18 November, 2022 05:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૂડ ઉત્પાદનનો ટૅક્સ ૯૫૦૦થી વધારીને ૧૦,૨૦૦ રૂપિયા પ્રતિ ટન કરાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ પરના દરમાં ઘટાડો કરીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર વિન્ડફૉલ ટૅક્સ વધાર્યો હતો.


સરકારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી માલિકીની ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પરનો ટૅક્સ ૧૭ નવેમ્બરથી ૯૫૦૦ રૂપિયા પ્રતિ ટનથી વધારીને ૧૦,૨૦૦ રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.



વિન્ડફૉલ ટૅક્સના પખવાડિયાના સુધારામાં સરકારે ડીઝલની નિકાસ પરનો દર ૧૩ રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ૧૦.૫ રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. ડીઝલ પરની વસૂલાતમાં ૧.૫૦ રૂપિયા પ્રતિ લિટર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે.


જેટ ફ્યુઅલ અથવા એટીએફ પર નિકાસકર, જે પહેલી નવેમ્બરના રોજ છેલ્લી સમીક્ષામાં પાંચ રૂપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવ્યો હતો એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK