Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > જીએસટીઆર-૧૦માં ભરવાના આખરી રિટર્ન સંબંધેની લેટ ફી ઘટાડતી આવકારદાયક ઍમ્નેસ્ટી સ્કીમ

જીએસટીઆર-૧૦માં ભરવાના આખરી રિટર્ન સંબંધેની લેટ ફી ઘટાડતી આવકારદાયક ઍમ્નેસ્ટી સ્કીમ

Published : 07 April, 2023 03:15 PM | IST | Mumbai
Shrikant Vaishnav | feedback@mid-day.com

જીએસટીઆર-૧૦ ફાઇલ કરવાનું બાકી હોય એવા કરદાતાઓ મોટી સંખ્યામાં હોવાથી જીએસટી કાઉન્સિલે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ મળેલી એની ૪૯મી બેઠકમાં ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાની ભલામણ કરી હતી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવનાર કરદાતાએ રજિસ્ટ્રેશન રદ થયાની તારીખ અને રજિસ્ટ્રેશન રદ થયાનો આદેશ બહાર પડ્યાની તારીખ એ બન્નેમાંથી જે તારીખ પછીથી આવતી હોય ત્યારથી ત્રણ મહિનાની અંદર જીએસટીઆર-૧૦માં છેલ્લું રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. 


જેમણે રજિસ્ટ્રેશન રદ કરાવ્યું હોય અથવા પાછું આપી દીધું હોય તે વ્યક્તિઓએ જીએસટી હેઠળ જીએસટીઆર-૧૦ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. બાકીના સર્વસામાન્ય કરદાતાઓએ આ રિટર્ન ફાઇલ કરવાનું હોતું નથી.



જીએસટીઆર-૧૦ ફૉર્મમાં લખવાની વિગતો


જીએસટીઆર-૧૦માં ભરવામાં આવતા આખરી રિટર્નમાં ૧૦ વિભાગો છે, એમાંથી અહીં જણાવ્યા પ્રમાણેના વિભાગોમાં જીએસટીઆઇએનમાંથી ડેટા ઑટો પૉપ્યુલેટ થાય છેઃ

૧. જીએસટીઆઇએન
૨. કાનૂની નામ
૩. બિઝનેસ કે ટ્રેડનું નામ
૪. ભાવિ પત્રવ્યવહાર માટેનું સરનામું
ઉપરોક્ત ઑટો પૉપ્યુલેટેડ ડેટામાંથી ભવિષ્યમાં પત્રવ્યવહાર કરવા માટેના સરનામામાં કરદાતા ફેરફાર કરી શકે છે. 
નીચે જણાવાયેલા વિભાગોમાં કરદાતાએ જાતે વિગતો ભરવાની હોય છેઃ
૫. રજિસ્ટ્રેશન રદ થયાની/પાછું આપ્યાની અમલી તારીખ
૬. કૅન્સલેશનના આદેશનો રેફરન્સ નંબર
૭. કૅન્સલેશનના આદેશની તારીખ
૮. ક્લોઝિંગ સ્ટૉકની વિગતોઃ
૮એ. પર્ચેઝ ઇન્વૉઇસ ઉપલબ્ધ હોય એવા સ્ટૉકમાંનાં ઇન્પુટ
૮બી. પર્ચેઝ ઇન્વૉઇસ ઉપલબ્ધ હોય એવા સેમી-ફિનિશ્ડ કે ફિનિશ્ડ ગુડ્સના સ્ટૉકમાંનાં ઇન્પુટ
૮સી. સ્ટૉકમાં રખાયેલાં કૅપિટલ ગુડ્સ અથવા પ્લાન્ટ ઍન્ડ મશીનરી
૮ડી. પર્ચેઝ ઇન્વૉઇસ ઉપલબ્ધ ન હોય એવા સ્ટૉક અથવા સેમી-ફિનિશ્ડ કે ફિનિશ્ડ ગુડ્સના સ્ટૉકમાંનાં ઇન્પુટ
૯. ચૂકવવાપાત્ર અને ચૂકવાયેલો કરવેરો
૧૦. ચૂકવવાપાત્ર અને ચૂકવાયેલું વ્યાજ, લેટ ફી


જીએસટીઆર-૧૦માં આખરી રિટર્ન ફાઇલ નહીં કરનારે ચૂકવવી પડતી લેટ ફી

ઍમ્નેસ્ટી સ્કીમ લવાઈ એની પહેલાં લેટ ફી કુલ ૧૦,૦૦૦ રૂપિયા હતી, જેમાં સેન્ટ્રલ જીએસટીના ૫૦૦૦ અને સ્ટેટ જીએસટીના ૫૦૦૦ રૂપિયા સામેલ હતા. હવે ઍમ્નેસ્ટી સ્કીમ દ્વારા લેટ ફી ઘટાડીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. 

જીએસટીઆર-૧૦ ફાઇલ કરવાનું બાકી હોય એવા કરદાતાઓ મોટી સંખ્યામાં હોવાથી જીએસટી કાઉન્સિલે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ મળેલી એની ૪૯મી બેઠકમાં ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાની ભલામણ કરી હતી. જોકે, એમાં એવી શરત રાખવામાં આવી હતી કે જો આ રિટર્ન ૧ એપ્રિલ, ૨૦૨૩થી ૩૦ જૂન, ૨૦૨૩ના ગાળામાં ફાઇલ કરવામાં આવશે તો જ સ્કીમનો લાભ મળશે.

નિષ્કર્ષ

મારું અંગત માનવું છે કે જીએસટી ખાતાએ ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાનું આવકારદાયક પગલું ભર્યું છે. કરદાતાઓએ એનો લાભ લઈને પેન્ડિંગ આખરી રિટર્ન ભરી દેવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2023 03:15 PM IST | Mumbai | Shrikant Vaishnav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK