નિકે તેમના કાર્યકાળ દરમિયાન ધ્યાન યુરોપ અને આફ્રિકા પર હતું
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
બ્રિટનના વોડાફોન ગ્રુપ (Vodafone Group)ના સીઈઓ નિક રીડે (Nick Read) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નિક રીડ આ વર્ષના અંતમાં પોતાનું પદ છોડી દેશે. રીડનો કાર્યકાળ ચાર વર્ષ સુધી ચાલ્યો. જોકે, નિક રીડ 31 માર્ચ 2023 સુધી બોર્ડના સલાહકાર તરીકે ઉપલબ્ધ રહેશે.
એક નિવેદનમાં નિક રીડે કહ્યું કે “હું બોર્ડ સાથે સંમત છું કે હવે કંપનીની કમાન નવા પ્રમુખને સોંપવાનો યોગ્ય સમય છે. એક પ્રમુખ જે વોડાફોનને મજબૂતી આપી શકે અને તકોનો લાભ ઉઠાવી શકે.” તે જ સમયે, વોડાફોન જૂથ તરફથી કહેવામાં આવ્યું છે કે માર્ગેરિટા ડેલા વાલેને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ઓપરેશનલ પરફોર્મન્સ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. માર્ગેરિટા ડેલા વાલે (Margherita Della Valle) વોડાફોન ગ્રુપના સીએફઓ એટલે કે ચીફ ફાયનાન્સિયલ ઑફિસર તરીકે પણ કાર્યરત રહેશે.
ADVERTISEMENT
નિકે તેમના કાર્યકાળ દરમિયાન ધ્યાન યુરોપ અને આફ્રિકા પર હતું. આ માટે, તેમણે અસ્કયામતો વેચી દીધી અને ટાવર્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અલગ એન્ટિટીમાં ફેરવી દીધું હતું. તમામ ફેરફારો છતાં વોડાફોનના શૅરમાં ઘટાડો ચાલુ જ રહ્યો હતો.
આ પણ વાંચો: Dharmaj Crop Guard: પ્રાઇસ બેન્ડ કરતાં 23 ટકા વધુ પર લિસ્ટ થઈ શકે છે આ IPO
ઉલ્લેખનીય છે કે નિક રીડ 2001માં વોડાફોન ગ્રુપમાં જોડાયા હતા. તેમને 2018માં CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે યુનાઈટેડ બિઝનેસ મીડિયા પીએલસી અને ફેડરલ એક્સપ્રેસ વર્લ્ડવાઈડ સાથે પણ કામ કર્યું છે.