ભારતમાં વિઝા-સુવિધા માટે સ્ટાફ વધારવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ જણાવ્યું હતું કે ભારતમાં બિઝનેસ વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને અમેરિકા અહીં પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સ્ટાફની સંખ્યા વધારવા જેવાં અનેક પગલાં લઈ રહ્યું છે. ગ્લોબલ માર્કેટ્સ માટેના અમેરિકાના અસિસ્ટન્ટ સેક્રેટરી ઑફ કૉમર્સ અરુણ વેંકટરામને પણ કહ્યું હતું કે અહીં વિદ્યાર્થીઓ માટે વિઝા જારી કરવા માટે ‘અતુલ્ય’ પ્રગતિ થઈ છે.
બિઝનેસ બાજુએ, ‘અમે ૨૦૧૯ કરતાં ૨૦૨૨માં વધુ H1B અને L વીઝા જારી કરીને નોંધપાત્ર પ્રગતિ કરી છે, એ એક નોંધપાત્ર સુધારો છે. અમે હજી પણ અમારા સ્ટાફને વધારવાની પ્રક્રિયામાં છીએ. શું હજુ વધુ કામ કરવાનું છે? હા, હજુ વધુ કામ કરવાનું છે અને અમે એ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
ADVERTISEMENT
અમે ડાયરેક્ટ હાયર્સની સંખ્યા બમણી કરી રહ્યા છીએ, અમારે અહીં દૂતાવાસમાં વિઝા જારી કરવાની સુવિધા આપવી પડશે અને અમે રાજદ્વારી સાથીઓને પણ વિઝાનાં ક્ષેત્રોમાં પ્રક્રિયામાં કામ કરવા માટે લાવવાનું કામ કરી રહ્યા છીએ.
એથી અમે પગલાં લેવાનું ચાલુ રાખીએ છીએ. અમે પહેલાંથી જ પ્રગતિ કરી છે અને અમે પહેલાં કરતાં વધુ વિઝા જારી કરી રહ્યા છીએ એમ વેંકટરામને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વિઝા જારી કરવાના સંદર્ભમાં ગંભીર પડકારો હતા જે મુખ્યત્વે રોગચાળા દ્વારા સંચાલિત હતા.