૨૦ દિવસના સમયગાળામાં અડદના ભાવ ૧૦૦૦ રૂપિયા જેટલા ઘટી ગયા હતા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ચેન્નઈમાં છેલ્લા ૧૧ દિવસથી અડદના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ભાવ ૬૫૦ રૂપિયા જેટલા વધ્યા હતા અને સોમવારે પણ ભાવમાં ૧૭૫ રૂપિયાનો વધારો થયો હતો.
અડદના વેપારીઓ માટે છેલ્લાં પાંચથી છ અઠવાડિયાં સારાં રહ્યાં નહોતાં. વચ્ચે ૨૦ દિવસના સમયગાળામાં અડદના ભાવ ૧૦૦૦ રૂપિયા જેટલા ઘટી ગયા હતા અને એ પછીના ૧૦ દિવસના સમયગાળામાં ૬૦૦ રૂપિયા જેટલા સુધર્યા હતા. જે વખતે અડદના ભાવમાં ૧૦૦૦ રૂપિયાની મંદી આવી હતી ત્યારે એક સકારાત્મક બાબત એ થઈ કે ઘરાકી ખૂબ જ સારી રહી હતી એટલે કે બર્માથી જે અડદ આવી રહ્યા હતા એ સીધા ડિલિવરીથી વપરાશમાં જઈ રહ્યા હતા.
ADVERTISEMENT
બર્મામાં નવો પાક ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતમાં આવવાનો અંદાજ છે, ત્યાં જે સ્ટૉક છે એ વેચવા મુકાયો છે. જોકે તેમની પાસે પણ હવે વધુ સ્ટૉક રહ્યો નથી. સ્થાનિકમાં દેશી અડદનો સ્ટૉક કરવામાં આવ્યો નથી અને આ વર્ષે દેશી અડદનો સ્ટૉકનો સંપૂર્ણ વપરાશ થઈ ગયો છે.
આ પણ વાંચો : કાબુલી ચણાના ભાવ બે મહિનામાં ૧૦૦ ડૉલર વધવાનો અંદાજ
નિષ્ણાતોએ આ મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી હતી કે માગ-સપ્લાયનું ચિત્ર જોતાં અડદના ભાવમાં સુધારો થઈ શકે છે. અંદાજ છે કે ચેન્નઈ (એસક્યુ)ના ભાવ ઉપરમાં ૮૨૦૦ રૂપિયા જઈ શકે છે અને રેસિસ્ટન્સ સ્તરના ૭૮૦૦ રૂપિયાની આસપાસ રહેશે.