Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વર્ષાન્તે કરબોજ હળવો કરતા ઍડ્વાન્સ ટૅક્સનું મહત્ત્વ સમજો

વર્ષાન્તે કરબોજ હળવો કરતા ઍડ્વાન્સ ટૅક્સનું મહત્ત્વ સમજો

Published : 30 January, 2024 07:20 AM | Modified : 30 January, 2024 07:27 AM | IST | Mumbai
Janak Bathiya | feedbackgmd@mid-day.com

આવકવેરા, ૧૯૬૧ની કલમ ૨૦૮ના ફરમાન મુજબ જેનું અંદાજિત કર દાયિત્વ વર્ષ માટે ૧૦,૦૦૦ રૂપિયા કે એથી વધુ છે એવી દરેક વ્યક્તિ ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી કરવા જવાબદાર છે.

પ્રતીકાત્મક તસવીર

ટૅક્સ રામાયણ

પ્રતીકાત્મક તસવીર


મોટા ભાગના કરદાતા-આસામી ઇન્કમ ટૅક્સ રિટર્નના ફાઇલિંગ વિશે માહિતગાર હોય છે. જોકે આ સાથે જ અન્ય મહત્ત્વની બાબત, ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી પ્રત્યે દુર્લક્ષ સેવે છે. આવકવેરા, ૧૯૬૧ની કલમ ૨૦૮ના ફરમાન મુજબ જેનું અંદાજિત કર દાયિત્વ વર્ષ માટે ૧૦,૦૦૦ રૂપિયા કે એથી વધુ છે એવી દરેક વ્યક્તિ ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી કરવા જવાબદાર છે.


ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી કરવાની જવાબદારી કઈ વ્યક્તિ પર નથી
જેને ધંધા-વેપાર કે વ્યવસાયમાંથી કોઈ આવક થતી નથી એવા ૬૦ કે એથી વધુ ઉંમરના નિવાસી વરિષ્ઠ નાગરિકોને (સિનિયર સિટિઝન્સ) ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણીમાંથી છૂટ અપાઈ છે.



ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી શા માટે કરવી જોઈએ?
ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી કરવાથી સરકાર અને કરદાતા-આસામી બન્નેને લાભ થાય છે. સરકારના પક્ષે, આવકનો સ્થિર પ્રવાહ સુનિશ્ચિત બની રહે છે. અર્થાત આવકમાં સાતત્ય જળવાઈ રહે છે. બીજી તરફ કરદાતા-આસામીના પક્ષે, ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી કરી દેવાતાં વર્ષાન્તે કરની ચુકવણીનો બોજ હળવો બની રહે છે. ઍડ્વાન્સ ટૅક્સની સમયસર ચુકવણીમાં નિષ્ફળતા આવકવેરા ધારા હેઠળ વ્યાજ સહિત ચુકવણીની જવાબદારી ઊભી થઈ શકે છે. 


ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી સંબંધી પાકતી તારીખો
ઍડ્વાન્સ ટૅક્સની વિભિન્ન હપ્તા વાર ચુકવણી સંબંધી પાકતી તારીખો નીચે કોઠા મુજબ

ઍડ્વાન્સ ટૅક્સ ભરવામાં વિલંબ / ડિફૉલ્ટ
૧. આવકવેરા ધારાની ૨૩૪બી કલમ : કરદાતા ચુકવણી કરવામાં નિષ્ફળ રહે કે ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણી ૯૦ ટકાથી ઓછી કરે તો ૨૩૪બી કલમ અન્વયે માસિક ધોરણે ૧ ટકાના દરે અથવા આકારણીના પ્રથમ દિવસથી આવક નિર્ધારણની તારીખ સુધી મહિનાના હિસ્સાના ગણતરી કરાયેલા સાદા વ્યાજ તરીકે લાગુ પડશે. 


૨. આવકવેરા ધારાની ૨૩૪સી કલમ : તમામ આસામી (કલમ 44AD & 44ADA હેઠળ ચુકવણી કરનાર કરદાતા સિવાયના) માટે ચુકવણીપાત્ર વ્યાજ નીચે કોઠામાં દર્શાવાયું છે. જો ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણીમાં ઘટ કૅપિટલ ગેઇન્સ રકમના અંદાજમાં નિષ્ફળતા કે લૉટરી, ક્રૉસવર્ડ પઝલમાંથી જીતેલી આવક કે નવા વ્યવસાયમાં થયેલી આવક કે સ્થાનિક કંપની પાસેથી થયેલી ડિવિડન્ડની આવક ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય અને કરદાતા ૩૧ માર્ચ સુધીમાં કે તત્કાળ આવનાર હપ્તાઓના ભાગરૂપ આવી આવક પર જરૂરી ઍડ્વાન્સ ટૅક્સ ભરી દે તો કલમ ૨૩૪સી હેઠળ વ્યાજ લાગુ પડતું નથી. જોકે આ રાહતનો મતલબ એવો થતો નથી કે ઍડ્વાન્સ ટૅક્સની ચુકવણીમાં છૂટ મળી છે. 

કરની વહેલી ચુકવણી એટલે માત્ર નિયમોનું પાલન જ નથી, બલકે એ આપના નાણાકીય દાયિત્વને ઉજાગર કરે છે. કોઈ પણ નાણાકીય તકલીફો તરીને ટૅક્સની સરળ ચુકવણી પાર પાડવા તમારી સમયબદ્ધતા, છૂટ-રાહત અને વ્યાજની વિગતો જાણવી હિતાવહ રહેશે.

સ્થિતિ             

૧૫ જૂન સુધીમાં

૧૫ સપ્ટેમ્બર સુધીમાં

૧૫ ડિસેમ્બર સુધીમાં

૧૫ માર્ચ સુધીમાં

(S. 44AD કે S.

44ADAનો વિકલ્પ અપનાવનાર સિવાયના)

તમામ આસામી

૧૫ ટકા

૪૫ ટકા

૭૫ ટકા

૧૦૦ ટકા

S.  44AD or S. 44ADAની પ્રીઝમ્પ્ટિવ ટૅક્સેશન સ્કીમ અપનાવનાર આસામી

શૂન્ય

શૂન્ય

શૂન્ય

૧૦૦ ટકા સુધીનો  ઍડ્વાન્સ ટૅક્સ

 

વિગત

વ્યાજનો દર

વ્યાજનો સમયગાળો

જેના પર વ્યાજની ગણતરી કરાઈ છે રકમ

૧૫ જૂન સુધીમાં ચૂકવાયેલો ઍડ્વાન્સ ટૅક્સ જો ૧૫ ટકાથી ઓછો હોય તો 

દર મહિને ૧ ટકા

૩ મહિનાનો 

૧૫ જૂન પહેલાં ચૂકવાયેલો ટૅક્સ માઇનસ (-) રકમના ૧૫ ટકા

૧૫ સપ્ટેમ્બર સુધીમાં ચૂકવાયેલો ઍડ્વાન્સ ટૅક્સ જો ૪૫ ટકાથી ઓછો હોય તો

દર મહિને ૧ ટકા

૩ મહિનાનો 

૧૫ સપ્ટેમ્બર પહેલાં ચૂકવાયેલો ટૅક્સ માઇનસ (-) રકમના ૪૫ ટકા

 

૧૫ ડિસેમ્બર સુધીમાં ચૂકવાયેલો ઍડ્વાન્સ ટૅક્સ જો ૭૫ ટકાથી ઓછો હોય તો

દર મહિને ૧ ટકા

૩ મહિનાનો

૧૫ ડિસેમ્બર પહેલાં ચૂકવાયેલો ટૅક્સ માઇનસ (-) રકમના ૭૫ ટકા

૧૫ માર્ચ સુધીમાં ચૂકવાયેલો ઍડ્વાન્સ ટૅક્સ ૧૦૦ ટકાથી ઓછો હોય તો

દર મહિને ૧ ટકા

૧ મહિનાનો

૧૫ માર્ચ પહેલાં ચૂકવાયેલો ટૅક્સ (-) રકમના ૧૦૦ ટકા

 

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2024 07:27 AM IST | Mumbai | Janak Bathiya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK