૨૦૦૨માં ધીરુભાઈના મૃત્યુ પછી મુકેશ અને તેમના નાના ભાઈ અનિલે રિલાયન્સનું સંયુક્ત નેતૃત્વ સંભાળ્યું
મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની બાગડોર સંભાળનાર મુકેશ અંબાણીએ તેના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ પિતા ધીરુભાઈ અંબાણીના આકસ્મિક અવસાન બાદ સુકાન સંભાળ્યાનાં ૨૦ વર્ષ પૂર્ણ કર્યાં છે, જે દરમ્યાન કંપનીની આવકમાં ૧૭ ગણો અને નફામાં ૨૦ ગણો ઉછાળો જોવા મળ્યો હતો અને વૈશ્વિક સમૂહ બની ગયું છે.
૨૦૦૨માં ધીરુભાઈના મૃત્યુ પછી મુકેશ અને તેમના નાના ભાઈ અનિલે રિલાયન્સનું સંયુક્ત નેતૃત્વ સંભાળ્યું. જ્યારે મોટા ભાઈએ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી અને અનિલને વાઇસ ચૅરમૅન અને જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ADVERTISEMENT
જોકે ભાઈઓએ નિયંત્રણ માટે ઝઘડો કર્યો, જેના કારણે મુકેશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ગૅસ, તેલ અને પેટ્રોકેમિકલ્સ એકમો પર નિયંત્રણ મેળવ્યું, જ્યારે અનિલને ડીમર્જર દ્વારા ટેલિકમ્યુનિકેશન, પાવર જનરેશન અને નાણાકીય સેવાઓના એકમો મળ્યા હતા.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલા ૬૫ વર્ષના મુકેશ અંબાણી આરઆઇએલના સુકાન સંભાળતાં ૨૦ વર્ષોમાં કંપનીએ ટેલિકૉમ વ્યવસાયમાં ફરીથી પ્રવેશ કર્યો છે. જિયો નામની નવી કંપની ખોલીને ટેલિકૉમ ક્ષેત્રે ક્રાંતિ સર્જી દીધી છે. આ ઉપરાંત રીટેલ અને નવી ઊર્જામાં વૈવિધ્યીકરણ કર્યું છે અને લઘુમતી હિતોનું વેચાણ કરીને રેકૉર્ડ ૨.૫ લાખ કરોડ એકત્ર કર્યા છે.