ફુગાવાને નિર્ણાયક રીતે નીચે લાવવાનું કામ હજી પૂરું થયું નથી અને આરબીઆઇની નીતિઅગ્રતા ભાવમાં સ્થિરતાની છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
વ્યાજદર-રેપોરેટ યથાવત્ રાખવાના આશ્ચર્યજનક પગલાને ભવિષ્યમાં સમાન પગલા લેવાના સૂચક તરીકે જોવું જોઈએ નહીં અને જો જરૂર પડશે તો રિઝર્વ બૅન્ક દરો વધારવાના પગલા લેવામાં જરાય સંકોચ કરશે નહીં, એમ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.
વધુમાં કહ્યું કે જો મારે આજની મૉનિટરી પૉલિસીને માત્ર એક લીટીમાં દર્શાવવી હોય તો એ એક વિરામ છે, છેવટ નહીં. ફુગાવાને નિર્ણાયક રીતે નીચે લાવવાનું કામ હજી પૂરું થયું નથી અને આરબીઆઇની નીતિઅગ્રતા ભાવમાં સ્થિરતાની છે.