Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > સાંકડી વધ-ઘટે અથડાઈને શૅરબજાર નામ પૂરતું નરમ થયું, નિફ્ટી સતત પાંચમા દિવસે નવી સર્વોચ્ચ સપાટીએ ગયો

સાંકડી વધ-ઘટે અથડાઈને શૅરબજાર નામ પૂરતું નરમ થયું, નિફ્ટી સતત પાંચમા દિવસે નવી સર્વોચ્ચ સપાટીએ ગયો

24 February, 2024 08:24 AM IST | Mumbai
Anil Patel

રિલાયન્સ નવા શિખરે, જિયો ફાઇ. સર્વિસિસ તગડા જમ્પમાં નવી ટૉપ સાથે બે લાખ કરોડની કંપની બની : મહિન્દ્રમાં નવા શિખર જારી, મારુતિ સર્વોચ્ચ સપાટી બનાવી નરમ પડી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજાર શુક્રવારે ૨૩૬ પૉઇન્ટના પૉઝિટિવ ઓપનિંગ પછી છેવટે ૧૫ પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૭૩,૧૪૩ નજીક બંધ થયું છે. નિફ્ટી સતત પાંચમાં દિવસની ઑલટાઇમ હાઈની સફરમાં ૨૨,૨૯૭ બતાવી અંતે માંડ-માંડ પૉઇન્ટની પીછેહઠમાં ૨૨,૨૧૩ રહ્યો છે. બજારમાં વધ-ઘટની રેન્જ સાંકડી હતી. સેન્સેક્સ ઉપરમાં ૭૩,૪૧૪ અને નીચામાં ૭૩,૦૨૨ થયો હતો. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૮૬,૦૦૦ કરોડના ઉમેરામાં ૩૯૩.૦૪ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. બન્ને બજારના મોટા ભાગનાં ઇન્ડાઇસિસ સુધર્યાં છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની નબળાઈમાં સવા ટકા નજીક ડાઉન હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ પોણાબે ટકા, રિયલ્ટી એક ટકો, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવા ટકો મજબૂત હતા. માર્કેટ બ્રેડથ રસાકસી સાથે પૉઝિટિવ બાયસમાં હતી. એનએસઈ ખાતે ૧૧૨૦ શૅર પ્લસ તો ૧૦૨૬ જાતો માઇનસ થઈ છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ એકાદ ટકો કે ૭૧૬ પૉઇન્ટ અને નિફ્ટી ૦.૮ ટકા કે ૧૭૨ પૉઇન્ટ વધ્યો છે. 
રોકડામાં એસએમએલ ઇસુઝુ પાંચ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૫૦ જેવા ઉછાળે ૨૦૯૮ની વિક્રમી સપાટીએ બંધ આપી મોખરે રહ્યો છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૯.૬ ટકાની તેજીમાં ૨૦૭ તો એનો પાર્ટ પેઇડ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૬ ઉપર બેસ્ટ લેવલે બંધ હતા. બરોડાની વૉલટેમ્પ ટ્રાન્સફૉર્મર્સ ઉપરમાં ૮૩૩૯ થઈ ૧૧.૪ ટકા કે ૮૩૭ રૂપિયાની છલાંગમાં ૮૨૦૨ દેખાઈ છે. ઇકરા પોણાચાર ટકા કે ૨૨૨ના ઉછાળે ૫૯૯૪, કૅર રેટિંગ્સ ૧૨૧૦ની ટોચે જઈ પોણાત્રણ ટકા વધી ૧૧૮૦ અને ક્રિસિલ દોઢ ટકો ઘટી ૪૯૦૬ રહી છે.


અદાણીના શૅર મજબૂત, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટર અને અંબુજા નવી ટોચે



સેન્સેક્સ ૩૦માંથી ૧૩ અને નિફ્ટી ૫૦માંથી ૨૦ શૅર સુધર્યા છે. બજાર ફિનસર્વ દોઢેક ટકા વધી ૧૬૧૬ના બંધમાં બન્ને બજારમાં મોખરે હતો. મહિન્દ્ર ૧૯૪૮ની વિક્રમી સપાટી બનાવી એક ટકાની આગેકૂચમાં ૧૯૩૦ હતો. ટાઇટન એક ટકો, વિપ્રો ૦.૯ ટકા, લાર્સન પોણો ટકો, એસબીઆઇ લાઇફ સવા ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૨ ટકા, એચડીએફસી લાઇફ એક ટકો, લાટિમ એક ટકો, સિપ્લા ૦.૯ ટકા વધ્યા હતા. રિલાયન્સ ૨૯૯૬ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી પોણો ટકો વધી ૨૯૮૬ વટાવી ગયો છે. એચસીએલ ટેક્નૉ. સવા ટકો ઘટી સેન્સેક્સ ખાતે તો ભારત પેટ્રો ૧.૩ ટકાના ઘટાડે નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતો. મારુતિ સુઝુકી ૧૧,૭૧૫ની ઑલટાઇમ ટૉપ બાદ ૧.૨ ટકા કે ૧૩૬ રૂપિયા ઘટી ૧૧,૫૩૯ થયો છે. એશિયન પેઇન્ટસ ૧.૧ ટકા, સ્ટેટ બૅન્ક અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૯ ટકા, ટીસીએસ તથા ભારતી ઍરટેલ પોણો ટકો, ઓએનજીસી એક ટકા નજીક ડાઉન હતા. રિલાયન્સની સાથે-સાથે એની ૪૭ ટકા માલિકીની સબસિડિયરી જિયો ફાઇ. સર્વિસિસ ૩૪૭ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સવાદસેક ટકાના ઉછાળે ૩૩૪ નજીક બંધ આપી હવે ૨.૧૨ લાખ કરોડની કંપની બની ગઈ છે. અદાણી ગ્રુપ ખાતે અદાણી પોર્ટ્સ ૧૩૩૨ની નવી ટોચે જઈ ૦.૭ ટકા વધી ૧૩૨૦, અદાણી એન્ટર ૩૩૧૯ની વર્ષની ટૉપ બનાવી નામપુરતો વધી ૩૨૬૬, અદાણી એનર્જી સવાબે ટકા વધી ૧૦૮૨, અદાણી ટોટલ સવા ટકો વધી ૧૦૨૯, અદાણી વિલ્મર સાડાઆઠ ટકાના જમ્પમાં ૩૯૧ નજીક, અંબુજા સિમેન્ટ્સ ૬૦૮ની ટોચે જઈ પોણાબે ટકા વધી ૬૦૩, એનડીટીવી સવાબે ટકા વધી ૨૭૦ અને સાંઘી સિમેન્ટ્સ એકાદ ટકો વધી ૧૧૫ બંધ રહી છે.


ગોલ્ડમૅન સાક્સનું ડાઉન ગ્રેડિંગ યસ બૅન્ક, સ્ટેટ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્કને નડ્યું 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડામાં ૧૦૮ પૉઇન્ટ જેવો મામૂલી તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના બગાડમાં ૧.૨ ટકા કટ થયો છે. ગોલ્ડમૅન સાક્સ દ્વારા સ્ટેટ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક તથા યસ બૅન્કમાં ડાઉન ગ્રેડિંગ કરાયું છે. ગઈ કાલે સ્ટેટ બૅન્ક પોણો ટકો, યસ બૅન્ક ૩.૪ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૦૭૦ નજીકના શિખરે જઈ સાધારણ ઘટાડે ૧૦૬૦ બંધ હતી. એચડીએફસી બૅન્ક ૧૪૨૦ના લેવલે નરમ હતી. બૅ​ન્કિંગના ૪૧માંથી ૧૧ શૅર પ્લસ હતા. સૂર્યોદય બૅન્ક સવાત્રણ ટકા, બંધન બૅન્ક અઢી ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક અને આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક પોણાબે ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક દોઢ ટકો વધી છે.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૪ શૅરના સુધારા વચ્ચે ફ્લૅટ હતો. પેટીએમ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૦૮ નજીક સરક્યો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ બે દિવસના તગડા જમ્પ બાદ સવાબે ટકા ઘટી ૬૮૧૪ થયો છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૪ ગણા કામકાજે સાડાનવ ટકાના ઉછાળામાં ૨૦૭ બંધ હતો. કૅફિન ટેક્નૉલૉજીઝ ૭ ટકા, એસએમસી ગ્લોબલ સવાછ ટકા, બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૫.૧ ટકા, ટૂરિઝમ ફાઇનૅન્સ પાંચ ટકા, ઇકરા પાંચ ટકા, જીઆઇસી હાઉસિંગ ૪.૭ ટકા, કૅર રેટિંગ સાડાત્રણ ટકા મજબૂત હતા.


આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૭ શૅરના સુધારા વચ્ચે પણ ૫૭ પૉઇન્ટ જેવો નહીંવત્ ઘટ્યો છે. જે માટે ટીસીએસ, એચસીએલ ટેક્નૉ, ઇન્ફી, ટેક મહિન્દ્રની નરમાઈ જવાબદાર છે. વિપ્રો એકાદ ટકો વધી ૫૩૬ થયો છે. સાઇડ શૅરમાં ઇન્ટલેક્ટ ડિઝાઇન સાડાછ ટકાની તેજીમાં ૯૫૩ વટાવી ગયો છે. ન્યુ​ક્લિયસ સૉફ્ટવેર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૬૫ હતો. ટેલિકૉમમાં ફન્ડ રેઇઝિંગ માટે બોર્ડ મીટિંગ જાહેર થતાં વોડાફોન પોણાઆઠ ટકા ઊછળી ૧૭.૫૫ થયો છે. રેલટેલ સાડાસાત ટકા, ઇન્ડ્સ ટાવર સાત ટકા, જીટીએલ ઇન્ફ્રા પાંચ ટકા ઊંચકાયો છે. ભારતી ઍરટેલ પોણો ટકો ઘટીને ૧૧૨૭ની અંદર ગયો છે.

ઝાયડ્સ લાઇફ અને ડૉ. રેડ્ડીઝ લૅબમાં નવી ટૉપ, પ્રતાપ સ્નેક્સ ગગડ્યો
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ વધુ ૧.૨ ટકા કે ૬૬૧ પૉઇન્ટની આગેકૂચમાં ૫૬૭૩૨ બંધ થયો છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૬ ગણા વૉલ્યુમે ૨૦૭ના શિખરે જઈ ૫.૪ ટકા ઊંચકાઈ ૨૦૫ બંધ આપી આ આંકને સર્વાધિક ૨૨૧ પૉઇન્ટ ફળ્યો હતો. લાર્સને પોણા ટકાના સુધારામાં ૩૩૯૦ના બંધમાં ૧૮૨ પૉઇન્ટ પ્રદાન કર્યો છે. એબીબી ઇન્ડિયા ૫૫૨૩ની ટોચે જઈ પ્રૉફિટ બુકિંગમાં ૫૩૨૧ થઈ પોણો ટકો ઘટી ૫૩૮૯ રહ્યો છે. સોના કોમસ્ટાર ૫.૮ ટકા ઊછળી ૬૪૯ હતો. ઇન્ડિયન ઑઇલ ૨.૩ ટકા, હિન્દુ. પેટ્રોલિયમ ૨.૨ ટકા, ભારત પેટ્રો ૧.૪ ટકા, ગેઇલ ૧.૩ ટકા, ઓએનજીસી એક ટકા ઘટતાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણો ટકો લપસ્યો છે. એનર્જી સેગમેન્ટમાં સૅન્ડુર મૅન્ગેનીઝ ૫ ટકાની મજબૂતીમાં ૪૩૨ હતો. ચેન્નઈ પેટ્રો ૩ ટકા વધ્યો છે. સામે એમઆરપીએલ નરમાઈની હૅટ-ટ્રિકમાં ૨.૭ ટકા વધુ બગડ્યા છે. યુટિલિટીઝમાં વારિ રિન્યુએબલ્સ એક વધુ તેજીની સર્કિટમાં ૫૩૮૩ અને કેપીઆઇ ગ્રીન ૫ ટકાની ઉપલી સર્કિટે ૧૮૦૬ની વિક્રમી સપાટીએ બંધ હતા. જેએમસડબ્લ્યુ એનર્જી ૩.૬ ટકા પ્લસ તો જેપી પાવર ૩.૪ ટકા ડાઉન થયો છે. એનએચપીસી અઢી ટકા કટ થયો હતો.

હેલ્થકૅરમાં લિન્કન ફાર્મા ૮.૧ ટકા, ​બ્લિસજીવીએસ ૪.૮ ટકા, કોવાઈ મેડિકૅર ૫.૧ ટકા, ગુજરાત થેમિસ ૫ ટકા, એફડીસી ચાર ટકા ઝળક્યા હતા. ડૉ.. રેડ્ડીઝ લૅબ ૬૪૯૫ના શિખરે જઈ ૧.૩ ટકા વધી ૬૪૪૫ હતો. ઝાયડ્સ લાઇફ ૯૩૭ની ટોચે જઈ બે ટકાના સુધારે ૯૨૨ થયો છે. પ્રતાપ સ્નેક્સ તરફથી કંપનીમાં પ્રમોટર્સનો ૪૭ ટકા હિસ્સો વેચવા આઇટીસી સાથે વાટા ઘાટ થઈ રહી હોવાના અહેવાલ આધારવિહોણા ગણાવાયા છે. આને પગલે શૅર સવાછ ગણા વૉલ્યુમે નીચામાં ૧૧૧૧ થઈ ૬.૧ ટકા લથડી ૧૧૫૧ બંધ રહ્યો છે. આઇટીસી ૦.૭ ટકા ઘટીને ૪૧૨ હતો. ઍગ્રોટેક ફૂડ્સ ત્રણગણા કામકાજે નીચામાં ૯૫૬ બતાવી સવાસાત ટકા જેવી ખરાબીમાં ૯૭૧ બંધ હતો.

ચ નવા એસએમઈ આઇપીઓનું લિ​સ્ટિંગ, થાઇ કા​સ્ટિંગ અને એસ્કોનેટમાં તગડું રિટર્ન 
શુક્રવારે એસએમઈ સેગમેન્ટમાં પાંચ ભરણાંનું લિસ્ટિંગ થયું છે. અમદાવાદી કલારિધાન ટ્રેન્ડ્સ ૧૦ના શૅરદીઠ ૪૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૩ રૂપિયાના પ્રીમિયમ સામે ૪૭ ખૂલી ૪૯ બંધ થતાં ૧૦ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈના ફોર્ટ ખાતેની ઇન્ટેરિયર્સ એન્ડ મોર ૧૦ના શૅરદીઠ ૨૨૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૫ના પ્રીમિયમ સામે ૨૭૦ ખૂલી ૨૮૩ બંધ થતાં એમાં ૨૪.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ભિલાઈની ઍટમાસ્ટ્કો લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૭૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૬ રૂપિયાના પ્રીમિયમ સામે ૯૧ ખૂલી ઉપલી સર્કિટમાં ૫ ટકા વધી ૯૫ ઉપર જઈ ત્યાં જ બંધ રહેતાં એમાં ૨૩ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સાઉથના તિરુવલ્લુર ખાતેની થાઈ કા​સ્ટિંગ ૧૦ના શૅરદીઠ ૭૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે-માર્કેટમાં ૮૦ના પ્રીમિયમની સામે ૧૮૬ ખૂલી ૧૯૫ની ટોચે જઈ ત્યાં બંધ રહેતાં અત્રે ૧૫૩ ટકા કે ૧૧૮ રૂપિયાનો તગડો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. જ્યારે નવી દિલ્હી ખાતેની એસ્કોનેટ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૮૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૦૦ રૂપિયાના પ્રીમિયમના મુકાબલે ૨૯૦ ખૂલી ઉપરમાં ૨૯૫ બતાવી ૨૭૫ બંધ થતાં એમાં પણ ૨૨૮ ટકા કે શૅરદીઠ ૧૯૧ રૂપિયાનો છપ્પરફાડ લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. તાજેતરમાં ૨૦૦ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં લિસ્ટેડ થયા પછી ૪૪૨ના શિખરે ગયેલી મેઇન બોર્ડની વિભોર સ્ટીલ મંદીની સર્કિટની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા ગગડી ૩૭૯ની નવી બૉટમ બનાવી ત્યાં જ હતી. અમદાવાદી રેમેડિયમ લાઇફકૅર પાંચના શૅરદીઠ એક રૂપિયાના વિભાજનમાં ગઈ કાલે એક્સ સ્પ્લિટ થથાં ઉપલી સર્કિટમાં ૧૪૨ ઉપર જઈને ૧૦ ટકાના ઉછાળે ત્યાં જ બંધ આવ્યો છે. રાજશ્રી
પૉલિપૅક એક શૅરદીઠ બે બોનસમાં સોમવારે એક્સ બોનસ થવાનો છે. ભાવ ૨૯૦ના શિખરે જઈ સહેજ ઘટી ૨૭૬ બંધ હતો

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2024 08:24 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK