Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બિટકૉઇનનો ભાવ ૨૦૨૮ સુધીમાં વધીને સાત લાખ ડૉલર થઈ જવાની આગાહી

બિટકૉઇનનો ભાવ ૨૦૨૮ સુધીમાં વધીને સાત લાખ ડૉલર થઈ જવાની આગાહી

Published : 29 November, 2024 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના પ્રથમ ક્રિપ્ટો ફન્ડ પેન્ટેરા કૅપિટલના સીઈઓ દાન મોરહેડે આ આગાહી કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બિટકૉઇનનો ભાવ ૨૦૨૮ સુધીમાં વધીને સાત લાખ ડૉલર થઈ જવાની ધારણા વ્યક્ત થઈ છે. અમેરિકાના પ્રથમ ક્રિપ્ટો ફન્ડ પેન્ટેરા કૅપિટલના સીઈઓ દાન મોરહેડે આ આગાહી કરી છે. ડોનલ્ડ ટ્રમ્પના વિજય બાદ બિટકૉઇનનો ભાવ વધી ગયો છે. જોકે મોરહેડનું કહેવું છે કે હજી તો આ શરૂઆત છે. ક્રિપ્ટોકરન્સીની તેજી તો હજી શરૂ થઈ નથી. પોતાની સંપત્તિમાં પાંચ ટકા હિસ્સો બિટકૉઇનનો છે એવું જાહેર કરતાં તેમણે કહ્યું છે કે અમેરિકામાં ક્રિપ્ટોના નિયમન બાબતે સ્પષ્ટતા થયા બાદ તેઓ પોતાનું એક્સપોઝર વધારશે. દરમ્યાન, બિટકૉઇનનો ભાવ ગુરુવારે ૨૪ કલાકના ગાળામાં ૧.૩૩ ટકા વધીને ૯૫,૮૧૨ ડૉલર થયો છે. ઇથેરિયમ ૨.૦૮ ટકા વધીને ૩૫૬૯ ડૉલરના સ્તરે છે. ટોચના વધેલા કૉઇનમાં બીએનબી (૪.૨૧ ટકા), એક્સઆરપી (૧.૦૫ ટકા), ડોઝકૉઇન (૨.૨૯ ટકા) અને શિબા ઇનુ (૧.૨૯ ટકા) સામેલ છે. અવાલાંશમાં ૨.૦૮ ટકાનો ઘટાડો થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2024 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK