પગારદાર વર્ગ આ બજેટ પાસેથી ઘણી રાહતોની અપેક્ષા રાખીને બેઠો હતો, પરંતુ સરકારે જૂના ટૅક્સ રેજીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Union Budget 2023
પ્રતીકાત્મક તસવીર
પગારદાર વર્ગ આ બજેટ પાસેથી ઘણી રાહતોની અપેક્ષા રાખીને બેઠો હતો, પરંતુ સરકારે જૂના ટૅક્સ રેજીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રથમ નજરે લોકોને નવા ટૅક્સ રેજીમમાં ફાયદો દેખાયો છે, પરંતુ એનાથી સામાન્ય પગારદારને કોઈ મોટી રાહત થતી નથી. બજેટમાં કરાયેલા ફેરફારને પગલે હવે જૂનું અને નવું રેજીમ લગભગ સમાન સ્તરે આવી ગયાં છે. આ વાતને ઉદાહરણ દ્વારા સમજીએ.
ધારો કે રાજની આવક નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં સાત લાખ રૂપિયા હતી. તેમણે કલમ ૮૦સી હેઠળ કરલાભ લેવા માટે ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. તેમણે કલમ ૮૦ડીનો પણ લાભ લીધો અને પોતાના તથા માતાપિતાના આરોગ્ય વીમાના પ્રીમિયમની ચુકવણી દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાનું ડિડક્શન મેળવ્યું. જો તેઓ જૂની પદ્ધતિ પ્રમાણે જાય તો તેમણે કરવેરો ભરવો પડતો નથી. જો નવું રેજીમ પસંદ કરે તો ૩૩,૮૦૦ રૂપિયાની કરવેરાની જવાબદારી આવે. ધારો કે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં રાજની આવક એ જ રહે છે અને તેઓ આ વખતના બજેટને લીધે
મળેલા વિકલ્પનો લાભ લઈને ન્યુ ટૅક્સ રેજીમ પસંદ કરે છે. એ સ્થિતિમાં તેમણે કોઈ કરવેરો ભરવો નહીં પડે. આમ તેમના માટે જૂની અને નવી પદ્ધતિ સમાન રહેશે.
બજેટમાં ન્યુ ટૅક્સ રેજીમ હેઠળ પાંચ સ્લૅબ રાખવામાં આવ્યા છે. આ વખતે ન્યુ ટૅક્સ રેજીમમાં ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન રાખવામાં આવ્યું છે. આથી ૧૫.૫ લાખ રૂપિયાનો પગાર ધરાવતી વ્યક્તિને ૫૨,૫૦૦ રૂપિયાનો લાભ થશે. આ વાત ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે સીમાને ૧૫.૫ લાખનો પગાર મળ્યો અને તેઓ આ વર્ષે તથા આવતા વર્ષે ન્યુ ટૅક્સ રેજીમ અપનાવે છે. તેમની કરવેરાની જવાબદારી આ પ્રમાણે રહેશે ઃ
ADVERTISEMENT