બેસ્ટ બિફોર ડેટની જગ્યાએ એક્સપાયરી ડેટ હવે લખવી ફરજિયાત
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ફૂડ બિઝનેસ ઑપરેટર્સ માટે ખાદ્ય ચીજોના લેબલિંગ માટેના રેગ્યુલેશનમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-૨૦૦૬ તથા એ વિશેના લેબલિંગ અને પૅકેજિંગ રેગ્યુલેશન-૨૦૧૧ મુજબ ફૂડ બિઝનેસ ઑપરેટર પ્રી-પૅકેજ્ડ ખાદ્ય ચીજના લેબલ પર ‘Best Before Date’ દર્શાવવાની જોગવાઈઓ હતી, જેમાં સુધારો કરવામાં આવ્યો છે, એમ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા, નવી દિલ્હીના કૉમ્પેન્ડિયમ તા. ૨૩-૦૯-૨૦૨૧ તથા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-૨૦૨૦, અને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ ઍન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન, ૨૦૨૦ મુજબ ખાદ્ય ચીજોના લેબલિંગ અને પૅકેજિંગ માટેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે, જે સુધારા મુજબ ત્રણ મહિનાથી ઓછી શેલ્ફ લાઇફ ધરાવતા ખાદ્ય પદાર્થના લેબલ પર ઉત્પાદન કર્યાની વિગત, DD/MM/YY ફૉર્મેટમાં તેમ જ ૩ મહિનાથી વધુ શેલ્ફ લાઇફ ધરાવતા ખાદ્ય પદાર્થ માટે અંગ્રેજીમાં મહિનો લખવાનો રહેશે, જેમાં પ્રથમ ત્રણ અક્ષર કૅપિટલ અને વર્ષ અથવા DD/MM/YY ફૉર્મેટમાં છાપવાની રહેશે.