ક્રિપ્ટોપાઈ નામની સંસ્થા ક્રિપ્ટોકરન્સી વિશે માહિતી પૂરી પાડવાનું કામ પૂરજોશમાં કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સીની પ્રોડક્ટ્સમાંથી અનેક સપ્તાહ સુધી ઉપાડ થયા બાદ હવે વલણ બદલાયું છે. ૧.૨ અબજ ડૉલરના ઉપાડ બાદ પાછલા સપ્તાહમાં ૪૩૬ મિલ્યન ડૉલરનું રોકાણ આવ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરે એવી શક્યતા નિર્માણ થઈ હોવાથી રોકાણ પાછું આવવા લાગ્યું હોવાનું કૉઇન શૅરના આંકડાઓ દર્શાવે છે. આ રોકાણ મુખ્યત્વે બિટકૉઇનમાં આવ્યું છે.
અન્ય એક અહેવાલ મુજબ ક્રિપ્ટોપાઈ નામની સંસ્થા ક્રિપ્ટોકરન્સી વિશે માહિતી પૂરી પાડવાનું કામ પૂરજોશમાં કરી રહી છે. આ ઇનોવેટિવ પ્લૅટફૉર્મના માધ્યમથી વિવિધ પ્રકારની ડિજિટલ ઍસેટ્સ સંબંધે વિગતવાર જાણકારીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન, ફેડરલ રિઝર્વની વ્યાજદર સંબંધિત સમિતિની બેઠક મંગળવારે શરૂ થવા પૂર્વે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભાવ ઘટ્યા છે. આ લખાય છે ત્યારે સોમવારે સાંજે ૮ વાગ્યે બિટકૉઇન ૪ ટકા ઘટીને ૫૭,૬૭૨ ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. ઇથેરિયમમાં ૫.૬૩ ટકાના ઘટાડા સાથે ભાવ ૨૨૭૦ ડૉલર ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
બાઇનૅન્સમાં ૨.૮૯ ટકા, સોલાનામાં ૩.૭૭, રિપલમાં ૩.૪૫, ડોઝકૉઇનમાં ૫.૫૬, કાર્ડાનોમાં ૫.૭૩ અને અવાલાંશમાં ૫.૫૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ટોચના કૉઇનમાંથી એકમાત્ર ટ્રોન ૦.૪૭ ટકા વધ્યો છે.