નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
ચાર્ટ મસાલા
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૩૦૧.૧૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૯૫.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૭૬૭.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૬૫૩.૩૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૪,૫૪૪.૩૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૬૯૫ ઉપર ૮૫,૦૦૦, ૮૫,૨૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૩,૧૮૭ સપોર્ટ ગણાય. ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.