આ નવી વ્યવસ્થાનો અર્થ એ હશે કે હવે ઍર ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ વધારે વિમાન અને વધારે રસ્તા હશે.
ઍર ઈન્ડિયા (ફાઈલ તસવીર)
તાતા સન્સના(Tata Sons) ઑનરશિપ હેઠળની ઍર ઇન્ડિયા (Air India) સાથે વિસ્તારા ઍરલાઈન્સનું માર્ચ 2024 સુધી મર્જર કરી દેવામાં આવશે. સિંગાપુર ઍરલાઈન્સ દ્વારા એક જાહેરાતમાં આ માહિતી આપી છે. તાતા સન્સ અને સિંગાપુર ઍરલાઈન્સ (Singapore Airlines) વચ્ચે મર્જરને લઈને વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારા ઍરલાઈન્સમાં તાતા સન્સ અને સિંગાપુર ઍરલાઈન્સ બન્નેની ભાગીદારી છે, જેમાં સિંગાપુર ઍરલાઈન્સનો હિસ્સો વધારે છે. આ નવી વ્યવસ્થાનો અર્થ એ હશે કે હવે ઍર ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ વધારે વિમાન અને વધારે રસ્તા હશે.
આ મોટી કંપનીમાં સિંગાપુર ઍરલાઈ્સની 25 ટકા ભાગીદારી રહેશે, જેમાં તે 2000 કરોડ રૂપિયાથી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. વર્તમાનમાં વિસ્તારામાં 51 ટકાની ભાગીદારી છે, બાકીની 49 ટકા તાતા પાસે છે. તાતાએ આ વર્ષની શરૂઆતમાં સરકારી ઇન્વેસ્ટમેન્ટના ભાગ તરીકે ઍર ઈન્ડિયાને 18,000 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
ADVERTISEMENT
આની સાથે જ સિંગાપુર ઍરલાઈન્સે નિવેદનમાં કહ્યું, "કંપનીઓનું લક્ષ્ય માર્ચ 2024 સુધી મર્જર પૂરું કરવાનું છે, જે વિનિયામક સ્વીકૃતિને આધીન છે."
તાતા પાસે ઓછી લાગત ધરાવતા ઇન્ડિયા એક્સપ્રેસ અને ઍર એશિયા ઈન્ડિયા પણ છે, બન્નેને 2024 સુધી ઍર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ મર્જર કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : તાતા ગ્રુપને વેચાઈ જશે બિસલેરી, 7,000 કરોડમાં થઈ શકે છે ડીલ
આનો અર્થ છે કે બધી ચારેય બ્રાન્ડ ઍર ઇન્ડિયામાં મર્જ થશે, આ કંપનીને તાતા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. જો કે, પછીથી આનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જો કે, નુકસાન થયા બાદ સરકારે આને ફરી તાતાને વેચી દીધી હતી.