સરકારે ક્રૂડ પામતેલની ટૅરિફમાં આઠ ડૉલરનો વધારો કરીને ૯૬૦ ડૉલર કરી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક બજારમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ખાદ્ય તેલના ભાવ વધ્યા હોવાથી ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુમાં સરેરાશ ૩૭ ડૉલર સુધીનો વધારો થયો છે. ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુમાં સૌથી ઓછો વધારો ક્રૂડ પામતેલ અને સોયાતેલમાં થયો છે.
કસ્ટમ વિભાગના નોટિફિકેશન મુજબ ક્રૂડ પામોલીનની ટૅરિફ વૅલ્યુમાં ૩૭ ડૉલરનો વધારો કરીને ૧૦૦૫ ડૉલર પ્રતિ ટન કરી છે, જ્યારે રિફાઇન્ડ પામોલીનની ટૅરિફ વૅલ્યુ વધીને ૧૦૦૮ ડૉલર થઈ છે, જે અગાઉ ૯૭૧ ડૉલર પ્રતિ ટન હતી. સરકારે ક્રૂડ પામતેલની ટૅરિફમાં આઠ ડૉલરનો વધારો કરીને ૯૬૦ ડૉલર કરી છે. સોયાતેલની ટૅરિફ વૅલ્યુ પણ નવ ડૉલર વધીને ૧૩૫૪ ડૉલર પ્રતિ ટન થઈ છે. ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુ વધતાં ક્રૂડ પામતેલની અસરકારક આયાત ડ્યુટીમાં ૩૬.૮૭ રૂપિયાનો વધારો થઈને ૪૪૨૪.૬૪ રૂપિયા પ્રતિ ટન થઈ છે, જ્યારે પામોલીનની ૪૨૬.૩૩ રૂપિયા વધીને ૧૧,૬૧૪ રૂપિયા અને સોયાતેલની ૪૧.૪૮ રૂપિયા વધીને ૬૨૪૦.૫૯ રૂપિયા પ્રતિ ટનની આયાત ડ્યુટી થઈ છે.