Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સુંદર પિચાઈની મોટી જાહેરાત: Google ભારતના સ્ટાર્ટઅપ્સમાં કરશે 300 મિલિયન ડૉલરનું રોકાણ

સુંદર પિચાઈની મોટી જાહેરાત: Google ભારતના સ્ટાર્ટઅપ્સમાં કરશે 300 મિલિયન ડૉલરનું રોકાણ

Published : 20 December, 2022 08:22 AM | Modified : 20 December, 2022 08:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહિલાઓની આગેવાની હેઠળની સ્ટાર્ટઅપ કંપનીઓને ડૉલર 75 મિલિયનની મદદ કરશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારતને મુખ્ય નિકાસ અર્થતંત્ર ગણાવતા, ગૂગલ (Google)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુંદર પિચાઈ (Sundar Pichai)એ સોમવારે જણાવ્યું હતું કે ગૂગલ 100થી વધુ ભારતીય ભાષાઓ માટે ઇન્ટરનેટ સર્ચ મોડલ (Internet  Search Modal) વિકસાવી રહ્યું છે અને અહીં મહિલાઓની આગેવાની હેઠળની સ્ટાર્ટઅપ કંપનીઓને $75 મિલિયનની મદદ કરશે. ગૂગલ ભારતમાં સ્ટાર્ટઅપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.


ભારતના પ્રવાસે આવેલા પિચાઈએ અહીં આયોજિત `ગૂગલ ફૉર ઈન્ડિયા` (Google For Indian) કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ગૂગલ ભારતમાં બિઝનેસ કરતાં સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ નવી કંપનીઓ માટે $300 મિલિયન ફાળવવામાં આવ્યા છે, જેમાંથી એક ચતુર્થાંશ રકમનું રોકાણ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સમાં કરવામાં આવશે. તેમની મુલાકાતના પહેલા દિવસે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ઉપરાંત ટેલિકોમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.



જોકે, ગૂગલે એ નથી જણાવ્યું કે સુંદર પિચાઈની આ બેઠકોમાં કયા મુદ્દા પર ચર્ચા થઈ, પરંતુ પિચાઈએ પોતે તેમની મુલાકાતની શરૂઆતમાં લખેલા બ્લોગમાં કહ્યું હતું કે તેઓ ભારતના નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા અને સાયબર સુરક્ષામાં ગૂગલના રોકાણ જેવા મુદ્દાઓ પર વડા પ્રધાન સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, શિક્ષણ અને કૌશલ્ય પ્રશિક્ષણ અને કૃષિ અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગની Googleની પહેલ પર પણ ચર્ચા કરવામાં આવશે.


આ પણ વાંચો: શું એલન મસ્ક ટ્વિટરમાંથી આપી દેશે રાજીનામું? લોકોને પૂછ્યો આ સવાલ

`ગૂગલ ફૉર ઈન્ડિયા` ઈવેન્ટને સંબોધતા પિચાઈએ કહ્યું કે “ટેક્નોલોજી મોટા પાયે કામ કરી રહી છે અને વિશ્વભરના લોકોના જીવનને પ્રભાવિત કરી રહી છે. આવા સમયે જવાબદાર અને સંતુલિત નિયમો બનાવવાની માગ ઊઠી છે.” તેમણે કહ્યું કે, “ભારત પાસે જે સ્કેલ અને ટેક્નોલોજી હશે તે જોતાં, એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે તે લોકો માટે સલામત છે. તમે ઇનોવેશન ફ્રેમવર્ક બનાવી રહ્યા છો જેથી કંપનીઓ કાયદાકીય માળખાની નિશ્ચિતતામાં નવીનતા કરી શકે. ભારત એક મોટી નિકાસ અર્થવ્યવસ્થા પણ બનશે. તેને ઓપન અને કનેક્ટેડ ઈન્ટરનેટથી ફાયદો થશે અને યોગ્ય સંતુલન જાળવવું મહત્ત્વપૂર્ણ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2022 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK