Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > એશિયાના ધીમા સુધારા પછી યુરોપના સ્ટ્રૉન્ગ વલણથી બજારમાં સુધારો આગળ વધ્યો

એશિયાના ધીમા સુધારા પછી યુરોપના સ્ટ્રૉન્ગ વલણથી બજારમાં સુધારો આગળ વધ્યો

Published : 04 January, 2023 03:14 PM | IST | Mumbai
Anil Patel

શૅરદીઠ ચાર બોનસની રેકૉર્ડ ડેટ નજીક આવતાં રામા સ્ટીલ નવી ટોચે જઈ મજબૂત બંધ, એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ જીએમ પૉલિપ્લાસ્ટ નરમાઈમાં : મહિન્દ્ર ફાઇનૅન્સમાં નવું બેસ્ટ લેવલ, પીએનબી હાઉસિંગ નવી ટૉપ બાદ પાછો પડ્યો : અદાણી ગ્રુપના મોટા ભાગના શૅર માઇનસ ઝોનમાં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બેતરફી ઊથલપાથલ છતાં વધ-ઘટની રેન્જ ૩૪૦ પૉઇન્ટ જેવી અતિ સાંકડી રહી, માર્કેટ-બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ : એલઆઇસી, એસબીઆઇ લાઇફ, એચડીએફસી લાઇફ, જનરલ ઇન્શ્યૉરન્સ, આઇસીઆઇસીઆઇ–પ્રુ. જેવા વીમા ક્ષેત્રના શૅરોમાં આકર્ષણ જોવા મળ્યું : શૅરદીઠ ચાર બોનસની રેકૉર્ડ ડેટ નજીક આવતાં રામા સ્ટીલ નવી ટોચે જઈ મજબૂત બંધ, એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ જીએમ પૉલિપ્લાસ્ટ નરમાઈમાં : મહિન્દ્ર ફાઇનૅન્સમાં નવું બેસ્ટ લેવલ, પીએનબી હાઉસિંગ નવી ટૉપ બાદ પાછો પડ્યો : અદાણી ગ્રુપના મોટા ભાગના શૅર માઇનસ ઝોનમાં


મંગળવારે સિંગાપોર બજાર નહીંવત્ ઘટાડે તો જૅપનીઝ માર્કેટ રજામાં હતું. અન્યત્ર અડધા ટકાનો સુધારો હતો. હૉન્ગકૉન્ગ સર્વાધિક પોણાબે ટકા અને ચાઇના પોણા ટકાથી વધુ અપ હતા. ચાઇનીઝ રિકવરીનો આશાવાદ, ક્રૂડમાં નરમાઈ અને ગૅસના ભાવમાં પીછેહઠ જેવાં કારણોમાં યુરોપ રનિંગમાં મંગળવારે સારું એવું સ્ટ્રૉન્ગ દેખાયું છે, જેમાં લંડન શૅરબજારે બે ટકાની તેજી સાથે નવા વર્ષનો આરંભ કર્યો હોવાનું જણાતું હતું. ફ્રાન્સ તથા જર્મનીનાં શૅરબજાર એકથી સવા ટકો વધુ મજબૂત બન્યાં હતાં. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૯૩ પૉઇન્ટ જેવા મામૂલી ઘટાડે ખૂલી નીચામાં ૬૧૦૦૪ થયા પછી વી-શેપની વધ-ઘટમાં ૧૨૬ પૉઇન્ટ વધી ૬૧૨૯૪ બંધ થયો છે. નિફ્ટી ૩૫ પૉઇન્ટના સુધારે ૧૮૨૩૨ વટાવી ગયો છે. શૅર આંક ઇન્ટ્રા-ડેમાં ૬૧૩૪૪ની ટોચે ગયો હતો. આ ધોરણે ગઈ કાલે બજાર બેતરફી ઉપર-નીચે થતું રહેવા છતાં વધ-ઘટની રેન્જ અતિ સાંકડી, ૩૪૦ પૉઇન્ટ જેવી જ નોંધાઈ છે. મેટલ, ઑટો, એફએમસીજી, મીડિયા જેવા જૂજ સેક્ટર બાદ કરતાં બાકીનાં તમામ ઇન્ડાઇસિસ વધીને બંધ થયાં છે. કન્ઝ્‍‍યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ સર્વાધિક દોઢ ટકો કે ૬૧૭ પૉઇન્ટ પ્લસ હતો. રાજેશ એક્સપોર્ટ્સ પોણાપાંચ ટકાની તેજીમાં અહીં ૧૨માંથી વધેલા ૯ શૅરમાં મોખરે રહ્યો છે. બાકીનાં તમામ સેક્ટોરલ નહીંવત્‍થી લઈ અડધા પોણા ટકાની વચ્ચેની રેન્જ સાથે સુધર્યા છે. માર્કેટ બ્રેડ્થની મજબૂતી થોડી ઘસાઈ છે છતાં એનએસઈ ખાતે ૧૧૩૧ શૅર વધ્યા છે, સામે ૮૭૯ જાતો ઘટીને બંધ આવી છે. 



એ-ગ્રુપ ખાતે ભણસાળી એન્જિનિયરિંગ ૧૩ ગણા કામકાજ સાથે ઉપરમાં ૧૨૬ નજીક જઈને ૧૩ ટકા ઊછળી ૧૨૨ નજીક બંધ આવ્યો છે, તો મહિન્દ્ર સીઆઇઈ ઑટોમોટિવ ૩.૬ ટકા ગગડી ૩૩૮ નીચેના બંધમાં અહીં વર્સ્ટ પર્ફોર્મર હતો. જિન્દલ સ્ટીલ ૬૦૫ના બેસ્ટ લેવલે જઈ અડધો ટકો સુધરી ૫૯૭ હતો. જિન્દલ સ્ટેનલેસ હિસ્સાર ૪૬૦ના નવા શિખરે જઈ અઢી ટકાના ઘટાડે ૪૪૩ થયો છે. હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી ૫૬ શૅરના સુધારે ૦.૭ ટકા વધ્યો છે. સનફાર્મા, સિપ્લા, અપોલો હૉસ્પિટલ્સ, ડિવીઝ લૅબ, અરબિંદો ફાર્મા, ઝાયડ્સ લાઇફ, ઇપ્કા લૅબ જેવી જાતો દોઢેક ટકા સુધી વધી હતી. મેટ્રોપોલિસ ૪.૪ ટકા અને રેઇનબો ચિલ્ડ્રન્સ ૪.૨ ટકા મજબૂત હતા. 


યુબીએસના બુલિશ વ્યુ વચ્ચે પણ રિલાયન્સ નરમ, અદાણીમાં ઢીલાશ 

યુબીએસ સિક્યૉરિટીઝ તરફથી ૩૨૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુમાં બાયની ભલામણ જાળવી રાખવામાં આવી હોવા છતાં રિલાયન્સ ગઈ કાલે આખો દિવસ માઇનસ ઝોનમાં હતો. ભાવ નીચામાં ૨૫૪૮ થઈ પોણો ટકો ઘટી ૨૫૫૭ બંધ થયો છે. દરમ્યાન મંગળવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર વધ્યા છે. એચડીએફસી લાઇફ ૪.૫ ટકાના જમ્પમાં ૫૯૬ બંધ રહી નિફ્ટી ખાતે તો ઍક્સિસ બૅન્ક સવાબે ટકા વધી ૯૬૨ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર હતા. એસબીઆઇ લાઇફ ૨.૨ ટકા, ટાઇટન બે ટકા, ટીસીએસ દોઢ ટકો, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૨ ટકા સુધર્યા છે. હિન્દાલ્કો ૧.૭ ટકા, બ્રિટાનિયા એક ટકો, મહિન્દ્ર એક ટકો નરમ હતા. 


એનડીટીવીમાં શૅરદીઠ ૨૯૪ના ભાવની ઓપન ઑફર પૂરી થયા પછી અદાણી ગ્રુપ તરફથી રૉય દંપતીનો ૨૭.૩ ટકા હિસ્સો શૅરદીઠ ૩૪૩ રૂપિયા જેવા ભાવે ખરીદાયો હોવાના અહેવાલથી અદાણી ગ્રુપ સામે કેટલીક કાનૂની સમસ્યા ઊભી થવાની હતી, જેને ટાળવા અદાણીએ ઓપન ઑફરનો ભાવ સુધારીને હવે ૩૪૩ કરી નાખ્યો છે. અદાણી છે ભાઈ, જે ન કરે એ ઓછું. એનડીટીવીનો શૅર ૧.૭ ટકા વધી ૩૪૫ બંધ થયો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી ટોટલ ૧.૪ ટકા, અદાણી ટ્રાન્સ. પોણો ટકા, અંબુજા સિમેન્ટ એક ટકો, અદાણી પાવર એક ટકાથી વધુ, અદાણી વિલ્મર ૦.૭ ટકા ઘટ્યા છે. 

પાવર ફાઇનૅન્સ તથા આરઈસી નવી ટોચે, ઝોમૅટોમાં નરમાઈ

ઝોમૅટોમાં કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નૉલૉજી ઑફિસર ગુંજન પાટીદારે અણધાર્યું રાજીનામું ધરી દેતાં શૅર નીચામાં ૫૮ની અંદર જઈ ૨.૨ ટકાના ઘટાડે ૫૯ બંધ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં આ ચોથી હાઈ-પ્રોફાઇલ એક્ઝિટ છે. પીએસપી પ્રોજેક્ટસ સુરત ખાતે હાઇરાઇઝ ઑફિસ બિ‌લ્ડિંગના ૧૩૬૪ કરોડના સરકારી પ્રોજેક્ટમાં લોએસ્ટ બિડર તરીકે બહાર આવતાં શૅર દોઢા કામકાજે ૭૪૭ની વિક્રમી સપાટી બનાવી સવા ટકો વધ્યો છે. ૨૦ જૂને અહીં ૪૫૯નું વર્ષનું બૉટમ બન્યું હતું. રામા સ્ટીલ ટ્યુબ્સ દ્વારા ગયા મહિને ૫૩૨૧૬ ટનનું વિક્રમી વેચાણ થયું હોવાના અહેવાલ ઉપરાંત એક શૅરદીઠ ચાર બોનસમાં એક્સ-બોનસની તારીખ ૬ જાન્યુઆરી નજીક આવતાં ભાવ મંગળવારે ૧૮૫ની નવી ટોચે જઈ સાડાત્રણ ટકા ઊંચકાઈ ૧૮૩ બંધ થયો છે. ૨૫ ફેબ્રુઆરીએ શૅર ૫૯ના તળિયે હતો. ફેસવૅલ્યુ એકની છે. સરકારની ૫૬ ટકા માલિકીની પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન ૨૨ ગણા વૉલ્યુમ સાથે ૧૫૮ નજીક પાંચેક વર્ષના બેસ્ટ લેવલે જઈ ૪.૨ ટકાની મજબૂતીમાં ૧૫૬ રહી છે. આરઈસી લિમિટેડ પણ ૧૨૪ની સવા વર્ષની ટોચે પહોંચી ૨.૨ ટકાની આગેકૂચમાં ૧૨૩ બંધ આવી છે. જીએમ પૉલિપ્લાસ્ટ એક શૅરે ૬ બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ સવાબે ટકાના ઘટાડામાં ૧૨૧૦ હતી. 

ટીસીએસમાં સુધારો, ઇન્ફોસિસ ઢીલો, ઑટો અને મેટલમાં ધીમો ઘટાડો

આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૪૨ શૅરના સુધારામાં ૧૮૮ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો છે. ટીસીએસ દોઢ ટકો વધી ૩૩૧૪ રહ્યો છે, પણ ઇન્ફી મામૂલી ઘટાડામાં ૧૫૨૧ હતો. વિપ્રો એક ટકો વધ્યો છે. એનાં પરિણામ ૧૩મીએ છે. ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, લાટિમ અડધો ટકો, તાતા ઍલેક્સી સવાબે ટકા, એચસીએલ ટેક્નૉ સામાન્ય તો કોફોર્જ એક ટકો અપ હતા. ૬૩ મૂન્સ અઢી ટકાની નરમાઈમાં ૧૭૦ દેખાયો છે. આઇનોક્સ લિઝર, તેજસ નેટ, ઝી એન્ટર, સારેગામા અને સ્ટરલાઇટ ટેક્નૉ જેવી જાતો પોણાથી દોઢ ટકો ઘટી છે. ઇન્ડસ ટાવર ફ્લૅટ તો ભારતી ઍરટેલ અડધા ટકા નજીક પ્લસ હતા. ઑન મોબાઇલ દસેક ટકાની મજબૂતીમાં ૧૦૨ વટાવી ગયો છે. વીંધ્ય ટેલિ એક ટકો ઘટ્યો છે. 

ઑટોમાં પ્રારંભિક સુધારો ટક્યો નથી. આંક ૧૦૩ પૉઇન્ટ ઘટ્યો છે. ટીવીએસ મોટર ત્રણેક ટકા, અશોક લેલૅન્ડ એક ટકો, મહિન્દ્ર પોણો ટકો અને આઇશર અડધા ટકા જેવા માઇનસ હતા. મારુતિ તાતા મોટર્સ અને હીરો મોટોકૉર્પ પણ પરચૂરણ ઘટાડે બંધ થયા છે. આગલા દિવસની મજબૂતી બાદ મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની પીછેહઠમાં અડધો ટકો કટ થયો છે. હિન્દુ. ઝિન્ક બે ટકા
અને વેદાન્તા એક ટકો પ્લસ હતા.

તાતા સ્ટીલ પોણા ટકાની નજીકના ઘટાડે ૧૧૮ થયો છે. સેઇલ અડધો ટકો, નાલ્કો પોણો ટકો, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૯ ટકા, હિન્દાલ્કો દોઢ ટકો, હિન્દુ. કૉપર અડધો ટકો ઢીલા હતા. 

ઍક્સિસ બૅન્ક નવી ટોચ સાથે મજબૂત, બીએફ ઇન્વે.માં બીજી ૨૦ ટકાની તેજી થઈ 

ઍક્સિસ બૅન્ક ૯૬૬નું નવું શિખર હાંસલ કરી સવાબે ટકા વધી ૯૬૩ રહી છે. કૅનેરા બૅન્ક ૩૪૨ નજીક નવી મલ્ટિયર ટૉપ બતાવી સહેજ વધી ૩૩૭ હતી. આરબીએલ બૅન્ક ૧૮૮ની વર્ષની ટૉપ દેખાડી ૨.૯ ટકા ઊંચકાઈ ૧૮૬ થઈ છે. બૅન્કિંગના ૩૭માંથી ૩૩ શૅર પ્લસ હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર  પાંચ ટકા, યુકો બૅન્ક ૪.૫ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૬ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૪.૫ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૩.૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા અઢી ટકા વધી મોખરે હતા. સૂર્યોદય બૅન્ક ફ્લૅટ હતી. એયુ બૅન્ક પોણો ટકો અને ઇક્વ‌િટાસ બૅન્ક અડધો ટકો ઘટ્યા છે. કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક અડધાથી એક ટકો સુધર્યા છે. સ્ટેટ બૅન્ક તથા આઇસીઆઇસીઆઇ બૅન્ક નામ પૂરતી વધ-ઘટે હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે વધુ ૨૨૨ પૉઇન્ટ કે અડધો ટકો વધી ૪૩૪૨૫ બંધ રહ્યો છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૮૫ શૅરના સુધારે અડધો ટકો જેવો વધ્યો હતો. ડીલિસ્ટિંગ માટે બોર્ડ મીટિંગની પૂર્વસંધ્યાએ બીએફ ઇન્વેસ્ટમેન્ટ એક વધુ ૨૦ ટકાની તેજીની સર્કિટે ૪૨૦ વટાવી ગયો છે. રેલીગેર એન્ટર ૬.૬ ટકા, જનરલ ઇન્શ્યૉ, ૪.૩ ટકા, આઇસીઆઇસીઆઇ-પ્રુ ચાર ટકા, એલઆઇસી ૩.૬ ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક ચાર ટકા, મજબૂત હતા. મહિન્દ્ર ફાઇનૅન્સ ૩.૮ ટકા વધી ૭૧૦ના શિખરે તો પીએનબી હાઉસિંગ ૫૮૩ની વર્ષની ટોચે જઈ નજીવા ઘટાડે ૫૭૨ બંધ થયા છે. ઇકરા ૪.૯ ટકા કે ૨૫૩ રૂપિયાની પીછેહઠમાં ૪૯૦૪ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 03:14 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK