Stock Market Opening: સપ્તાહનો પ્રથમ દિવસ હોવા છતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને શરૂઆતી કારોબારમાં લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- સવારે 9.25 સુધીમાં તો BSE સેન્સેક્સ 60 પોઈન્ટના નુકસાનમાં પહોંચી ગયો હતો
- 16 શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા
- ટાટા સ્ટીલ 1.70 ટકાથી વધુ ખોટમાં હતો
આજના શેરબજારની ઓપનિંગ (Stock Market Opening) વિશે વાત કરવામાં આવે તો વૈશ્વિક બજારોની સ્થિતિની અસર દેખાઈ રાય છે. વૈશ્વિક બજારમાં પડછમ ઘટાડો થવાને કારણે સ્થાનિક બજારની પણ શરૂઆત ખરાબ નોંધાઈ હતી.
આજે સપ્તાહનો પ્રથમ દિવસ હોવા છતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને શરૂઆતી કારોબાર (Stock Market Opening)માં લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. જોકે, સ્થાનિક સ્તરે મળી રહેલા સમર્થનને કારણે નુકસાન મર્યાદિત જણાય છે.
ADVERTISEMENT
સવારે 9.15 વાગ્યે બજારમાં ટ્રેડિંગની શરૂઆત (Stock Market Opening) થઈ ત્યારે મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં થોડો વધારો જોવા મળયો હતો. જોકે, તે ઘણો લાંબો સમય સુધી ટક્યા નહોતા કારણકે સવારે 9.25 સુધીમાં તો BSE સેન્સેક્સ 60 પોઈન્ટના નુકસાનમાં પહોંચી ગયો હતો અને 74,060 પોઈન્ટની નજીક જોવા મળયો હતો. હવે નિફ્ટીની વાત કરવામાં આવે તો તે 50 ઇન્ડેક્સ 14 પોઇન્ટ ઘટીને 22,480 પોઇન્ટ પર જોવા મળયો હતો.
ખૂબ જ ઉતાર-ચડાવ જોવા મળ્યા શેરબજારમાં
આજે સપ્તાહના પ્રથમ દિવસ (Stock Market Opening)ની વાત કરવામાં આવે તો ઈન્ડિયન શેરબજાર ખૂબ જ સપાટ રીતે ખૂલ્યું હતું. 11 માર્ચના રોજ શેરબજારમાં ખૂબ જ વધઘટ જોવા મળી રહી હતી. સેન્સેક્સ 74,175.93ના સ્તરે મામૂલી વધારા સાથે ઓપન થયો હતો. જે પછી શરૂઆતના કારોબાર દરમિયાન 74,187.35 સુધી ગયા બાદ તે ફરી ઘટીને 73,976.33 પર આવી ગયો હતો. તે જ સમયે નિફ્ટી પણ 22,517.50ના સ્તરે નજીવા વધારા સાથે ઓપન થયો હતો અને 22,526.60ના તેના 52 સપ્તાહના ઉચ્ચ સ્ટેજ પર સ્થાઈ થયો હતો. જોકે થોડા સમય પછી તેમાં ગરી ઘટાડો પણ જોવા મળયો હતો અને તે 22,460.95ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
સિંગલ શેરોની સ્થિતિ કેવી રહી આજે શેરબજારમાં?
આજ (Stock Market Opening)ના શેરમાર્કેટમાં સિંગલ શેરની વાત કરવામાં આવે તો આરવીએનએલના શેરમાં શરૂઆતના વેપારમાં 8% કરતા વધુનો વધારો જોવા મળ્યો હતો. શરૂઆતના સેશનમાં સેન્સેક્સની 30માંથી 14 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે 16 શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. શરૂઆતના વેપારમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો સૌથી વધુ નફો લગભગ દોઢ ટકા જેટલો હતો.
કેટલાક શેરમાં તેજી તો કેટલાક નુકસાન સાથે થયા ટ્રેડ
સેન્સેક્સ શેરોમાં ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ઘટાડા સાથે ઓપન થયા હતા. આ ઉપરાંત વધેલા શેરની વાત કરવામાં આવે તો અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ અને આઇટીસી વધતાં જોવા મળ્યા હતા.
તે ઉપરાંત ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, બજાજ ફિનસર્વ જેવા શેર પણ મજબૂત હતા. બીજી તરફ ટાટા સ્ટીલ 1.70 ટકાથી વધુ ખોટમાં હતો. ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક જેવા શેર પણ ઘટ્યા હતા.