Stock Market Opening: આજે શેરબજારમાં સર્વાંગી અપટ્રેન્ડના લીલા સંકેતો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સેન્સેક્સ-નિફ્ટીની સાથે બેન્ક નિફ્ટી અને મિડકેપ સૂચકાંકો પણ ઊંચા સ્તરે ખુલ્યા છે.
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
ભારતીય શેરબજાર આજે સારી એવી ઊંચાઈ સાથે ખૂલ્યું (Stock Market Opening) હતું. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને કારણે ગઈકાલે યુએસ માર્કેટમાં પણ રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો.
ગઈ કાલે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો અને 2024માં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો. જેના કારણે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી હતી. યુએસ માર્કેટ ગઇકાલે વૃદ્ધિ સાથે બંધ થયું હતું, જ્યારે મોટાભાગના એશિયન શેરો શરૂઆતના વેપારમાં લીલા રંગમાં ખુલ્યા હતા.
ADVERTISEMENT
હવે, તેની અસર ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે અને તે સારી ઊંચાઈ સાથે ખૂલ્યા છે. આજે શેરબજારમાં સર્વાંગી અપટ્રેન્ડના લીલા સંકેતો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સેન્સેક્સ-નિફ્ટીની સાથે બેન્ક નિફ્ટી અને મિડકેપ સૂચકાંકો પણ ઊંચા સ્તરે ખુલ્યા (Stock Market Opening) છે.
માર્કેટ ઓપનિંગમાં કેવી રહી સ્થિતિ?
જો સ્થાનિક બજારની વાત કરવામાં આવે તો બજારની શરૂઆત (Stock Market Opening)ની સાથે જ BSE સેન્સેક્સ 561.49 પોઈન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 70,146 પર ખુલ્યો હતો. અને આ સાથે જ NSEનો નિફ્ટી 184.05 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 21,110.40 પર ખુલ્યો હતો. બજાર ખૂલ્યા બાદ બેન્ક નિફ્ટી 47,718ના સ્તર પર હોવાનું નોંધાયું હતું, જે 626.30 પોઈન્ટ અથવા 1.33 ટકાની નવી ઊંચી સપાટી બતાવે છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે બજાર ખૂલતાં જ નિફ્ટી (Nifty)ના 50ના 50 શેરો ભારે ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટોપ ગેઇનર્સમાં HCL ટેક 2.74 ટકા અને ટેક મહિન્દ્રા 2.45 ટકાની વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ફોસિસમાં 1.93 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને વિપ્રો 1.89 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
આ સાથે જ IT સેક્ટરમાં પણ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. આજે 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બજાર ખુલતાની સાથે જ IT ઈન્ડેક્સ 2 ટકા વધીને 33713 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
ગઇકાલે એટલે કે બુધવારે અસ્થિર ટ્રેડિંગ વચ્ચે BSE સેન્સેક્સ 30 શેર પર આધારિત 33.57 પોઈન્ટ અથવા 0.05 ટકાના વધારા સાથે 69,584.60 પોઈન્ટ પર બંધ થયો હતો. અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ નિફ્ટી પણ 19.95 પોઈન્ટ્સ અથવા 0.10 ટકા ગગડી ગયો હતો.
આજે શેરબજારના પ્રારંભિક ટ્રેડિંગ (Stock Market Opening)માં ગૌતમ અદાણી જૂથની તમામ 9 લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો. અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી વિલ્મર અને એનડીટીવીના શેરમાં પણ 2થી 3 ટકાનો વધારો નોંધાયો હતો.