Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૭,૮૮૦ અને નીચામાં ૧૭,૫૭૬ અને ૧૭,૪૫૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૭,૮૮૦ અને નીચામાં ૧૭,૫૭૬ અને ૧૭,૪૫૦ મહત્ત્વની સપાટીઓ

Published : 30 January, 2023 02:23 PM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૦૦૬.૯૫ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

ચાર્ટ મસાલા

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૫૭૬ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૩૬૮.૬૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૬૮૭.૧૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૨૯૦.૮૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૯,૩૩૦.૯૦ બંધ રહ્યો. ઉપરમાં ૫૯,૫૫૦ ઉપર ૫૯,૮૬૫, ૬૦,૧૬૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૮,૯૭૪ નીચે ૫૮,૯૩૫, ૫૮,૪૭૦, ૫૮,૦૦૦, ૫૭,૯૦૦ સુધીની શક્યતા જોવા મળશે. બુધવારે બજેટ છે. ઉછાળે વેચવાલી જોવાશે. અંબાણી અને અદાણીઓને અપાયેલી જંગી લોનો સામાન્ય નાગરિકને અપાતી લોનોના માપદંડો મુજબ છે ખરી? આ લોકોનું અનિલ અંબાણી જેવું થાય તો દેશની અને માંડ-માંડ થાળે પડતી સરકારી બૅન્કોની શું હાલત થશે?


નિફ્ટી ફ્યુચર ૧૭,૮૨૦ તૂટતાં વેચવાલીનું દબાણ વધતું જોવાય છે. ઉપરમાં ૧૮,૨૨૮ અને ૧૮,૩૭૪ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ટ્રેન્ડલાઇનનું મહત્ત્વ અને ઉપયોગિતા -  ટ્રેન્ડલાઇન જેટલા વધુ ટૉપ અથવા બૉટમને સાંકળતી આગળ વધે અને જેટલા વધુ સમય સુધી ભાવો એને ઉપરની તરફ ક્રૉસ કર્યા વગર અથવા નીચેની તરફ તોડ્યા વગર ઘટતા અથવા તો વધતા રહે એટલું એનું મહત્ત્વ વધે છે. પ્રથમ બૉટમ ને હાયર બૉટમ સાથે પ્રથમ ટૉપ ને લોઅર ટૉપ સાથે જોડતી જે ટ્રેન્ડલાઇન બને એ સામાન્ય ટ્રેન્ડલાઇન ગણાય, પરંતુ જ્યારે ત્રીજું બૉટમ અપવર્ડ ટ્રેન્ડલાઇન સાથે અને ત્રીજું ટૉપ ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇન સાથે સંકળાય ત્યારે ટ્રેન્ડલાઇનનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૦૦૬.૯૫ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.



જેએસડબ્લ્યુ સ્ટીલ (૭૨૧.૩૫) : ૭૮૩.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૦  ઉપર ૭૪૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૧૯ નીચે ૭૧૧ તૂટે તો ૬૯૮, ૬૮૮, ૬૮૦ સુધીની શક્યતા જોવા મળશે. 


સ્ટેટ બૅન્ક (૫૩૯.૯૫) : ૬૨૯.૫૫ના ટૉપથી નરમાઇતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫૦ ઉપર ૫૬૪, ૫૭૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩૨ નીચે  ૫૨૩, ૫૧૬ તૂટે તો ૫૧૧, ૪૯૮ સુધીની શક્યતા જોવા મળશે.    

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૦,૬૬૧.૭૫) : ૪૪,૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૦,૯૫૦ ઉપર ૪૧,૩૦૫, ૪૧,૭૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૦,૪૨૧ નીચે ૪૦,૦૪૦, ૩૯,૮૮૦ સુધીની શક્યતા જોવા મળશે.  


નિફ્ટી ફ્યુચર (૧૭,૬૮૭.૧૫)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૭૪૨ ઉપર ૧૭,૮૮૦, ૧૭,૯૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭,૬૦૦ નીચે ૧૭,૫૭૬ તૂટે તો ૧૭,૪૫૦, ૧૭,૩૨૦ સુધીની શક્યતા
જોવા મળશે. અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ગ્લૅનમાર્ક ફાર્મા (૩૮૧.૨૫)

૪૫૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯૨ ઉપર ૩૯૮, ૪૦૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૭૮ નીચે ૩૭૨, ૩૬૬ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. 

આઇસીઆઇસીઆઇ બૅન્ક (૮૧૭.૨૦)

૯૫૦.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૪૮ ઉપર ૮૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં  ૮૧૨ નીચે ૭૯૩, ૭૭૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

ઊભો રહું છું, આયના સામે જ રોજ હું, એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે. -ડૉ. હેમેન શાહ

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 02:23 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK