મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે.
ચાર્ટ મસાલા
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૬,૯૨૭.૪૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪૮૭.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૭,૪૪૨.૬૫ બંઘ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૪૬૪.૪૨ પૉઇન્ટના નેટ સુધારે ૫૮,૯૯૧.૫૨ બંઘ રહ્યો. ઉપરમાં ૫૯,૦૭૦ ઉપર ૫૯,૨૨૭ કુદાવે તો ૫૯,૪૧૦, ૫૯,૬૨૦, ૫૯,૭૫૦, ૫૯,૮૪૦, ૬૦,૦૫૦, ૬૦,૨૫૦, ૬૦,૪૬૮ સુધીની શક્યતા. નીચામાં ૫૮,૭૭૫ નીચે ૫૮,૫૬૦, ૫૮૩૫૦, ૫૮,૨૭૩, ૫૮,૧૨૪ સપોર્ટ ગણાય. પસંદગીના શૅરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવાશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ચાર્ટ પર ૧૬,૮૬૬ના બૉટમ સામે ૧૬,૯૨૭.૧૫નું હાયર બૉટમ બનાવી ૧૭,૨૩૯.૫૫નું વચગાળાનું ટૉપ કુદાવતાં ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી થયો છે. ઉપરમાં ૧૭,૮૬૩ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (અને માયનૉર ટ્રેન્ડની સરખામણી નાનાં-નાનાં મોજાંઓ સાથે કરેલી છે. નાનાં-નાનાં મોજાંઓ વડે મોટાં મોજાંની રચના થાય છે અને મોટાં-મોટાં મોજાંઓ વડે મુખ્ય ભરતી નિર્માણ થાય છે, જેને તેજીતરફી ટ્રેન્ડ કહેવાય છે.
ADVERTISEMENT
એવી જ રીતે પાછાં ફરતાં નાનાં-નાનાં મોજાંઓ વડે મોટાં મોજાં બને છે અને મોટાં-મોટાં મોજાંઓ વડે મુખ્ય ઓટનું નિર્માણ થાય છે જેને મંદીતરફી ટ્રેન્ડ કહેવાય છે. મેજર ટ્રેન્ડ એક વર્ષ કે એથી વધુ સમય સુધી ચાલે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૧૭૩.૮૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
બૅન્ક ઑફ બરોડા (૧૬૮.૮૫ ) નીચામાં ૧૪૬.૫૦ સુધી આવીને સાઇડવેઝમાં છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૦ ઉપર ૧૭૭ કુદાવે તો ૧૯૦ અને ૧૯૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૬૫ નીચે ૧૬૦ સપોર્ટ ગણાય.
યુકો બૅન્ક (૨૪.૩૦) ૩૮.૨૫ના ટૉપથી નીચામાં ૨૨.૨૫ સુધી આવી ગયો. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫.૫૦ અને ૨૭ તેમ જ ૨૮.૫૫ પ્રતિકારક સપાટી ગણાય. જેની ઉપર સુધારો આગળ વધશે. નીચામાં ૨૨.૨૫ નીચે ૨૧ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૦,૮૩૩.૫૫) ૩૮,૮૩૧.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે.
ઉપરમાં ૪૦,૯૧૩ ઉપર ૪૧,૦૬૦, ૪૧,૨૦૦ કુદાવે તો ૪૧,૨૫૦, ૪૧,૪૩૦, ૪૧,૬૧૫, ૪૧૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૦,૬૦૦ નીચે ૪૦,૪૪૬, ૩૯,૯૫૭ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૧૭,૪૪૨.૬૫)
૧૬,૮૬૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૪૬૬ ઉપર ૧૭,૪૯૦, ૧૭,૫૧૩, ૧૭,૫૬૦, ૧૭,૬૮૦, ૧૭,૭૧૫ કુદાવે તો ૧૭,૭૪૦, ૧૭,૮૦૦, ૧૭,૮૬૪ સુધીની શક્યતા. નીચામાં ૧૭,૩૫૦ નીચે ૧૭,૩૦૦, ૧૭,૨૭૧, ૧૭,૨૪૦, ૧૭,૧૭૭ તૂટે તો ૧૭,૦૯૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.
ગ્લેનમાર્ક ફાર્મા (૪૬૪.૭૦)
૪૧૪.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૬૮ ઉપર ૪૭૫ કુદાવે તો ૪૯૫, ૫૧૫ સુધીની શક્યતા. નીચામાં ૪૫૧ નીચે ૪૪૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.
આઇસીઆઇસીઆઇ બૅન્ક (૮૭૭.૨૫)
૮૧૦.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૮૧ ઉપર ૮૮૮ કુદાવે તો ૮૯૭, ૯૦૭, ૯૧૮ સુધીની શક્યતા. નીચામાં ૮૬૬ નીચે ૮૫૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.
શૅરની સાથે શેર
સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા, મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો. - અઝીઝ કાદરી