Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૭,૯૨૭ ઉપર ૧૮,૦૬૪ નીચામાં ૧૭,૬૩૫ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૭,૯૨૭ ઉપર ૧૮,૦૬૪ નીચામાં ૧૭,૬૩૫ મહત્ત્વની સપાટીઓ

Published : 06 February, 2023 03:16 PM | IST | Mumbai
Ashok Trivedi

ઉપરમાં ૬૦,૯૦૫ ઉપર ૬૧,૨૬૬ કુદાવે તો ૬૧,૩૯૨ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર ૬૧,૭૨૫, ૬૧,૯૮૦ સુધીની શક્યતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૪૭૨.૩૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૭,૯૦૨.૧૫ બંઘ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૫૧૦.૯૫ પૉઇન્ટના નેટ સુધારે ૬૦,૮૪૧.૮૮ બંઘ રહ્યો. ઉપરમાં ૬૦,૯૦૫ ઉપર ૬૧,૨૬૬ કુદાવે તો ૬૧,૩૯૨ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર ૬૧,૭૨૫, ૬૧,૯૮૦ સુધીની શક્યતા.


નીચામાં ૬૦,૧૪૦ નીચે ૬૦,૦૦૦, ૫૯,૨૧૫, ૫૮,૮૧૬, ૫૮,૬૯૯ સપોર્ટ ગણાય. બજેટને પાંચ દિવસ થઈ ગયા, આપણે બધાએ બધાં પેપરો વાંચી લીધાં, બધું જાણી લીધું. ખરેખર તો બજેટ પર જે પણ નિષ્ણાતો બોલે છે તેમને પોતાને જ પોતે શું બોલી ગયા એ આવતા બજેટ સુધી સમજાતું નથી. નવી વહુ નવ દિવસની જેમ નવું બજેટ નવ દિવસ એમ જ સમજવું. બજાર એની કુદરતી ચાલે ચાલશે.



(વધારે વિગતવાર જોઈએ તો આપણે પ્રથમ બૉટમને હાયર બૉટમ સાથે જોડતી અપવર્ડ ટ્રેન્ડલાઇન દોરી. હવે ત્રીજું બૉટમ એ ટ્રેન્ડલાઇનને અડ્યા વગર જ બને અને ત્યાંથી ભાવો વધવા તરફી થાય એવા સંજોગોમાં બીજા અને ત્રીજા બૉટમને જોડતી નવી અપવર્ડ ટ્રેન્ડલાઇન દોરવી જોઈએ અને એને મુખ્ય આધારરેખા તરીકે ગણવી જોઈએ. એવી જ રીતે પ્રથમ ટૉપને લોઅર ટૉપ સાથે જોડતી ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇન દોરી, હવે ત્રીજું ટૉપ એ ટ્રેન્ડલાઇનને અડ્યા વગર જ બને અને ત્યાંથી ભાવો ઘટવાતરફી થાય એવા સંજોગોમાં બીજા અને ત્રીજા ટૉપને જોડતી નવી ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇન દોરવી જોઈએ અને એને મુખ્ય પ્રતિકારકરેખા તરીકે ગણવી જોઈએ. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૮૭૨.૩૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે. 


એફએસએલ (૧૧૬.૨૫) ૯૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૭ ઉપર ૧૧૯ કુદાવે તો ૧૨૧, ૧૨૯, ૧૩૮, ૧૪૭ સુધીની શક્યતા. નીચામાં ૧૧૦ સપોર્ટ ગણાય. 

અદાણી એન્ટપ્રાઇસ (૧૫૮૬.૮૦) માર્ચ ૨૦૨૦ના ૧૧૬.૨૬ના બૉટમથી ડિસેમ્બર ૨૦૨૨માં ૪૧૯૦ના ભાવે ટૉપ બનાવી હાલનો બહુ ચર્ચિત શૅર નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૮૦ ઉપર ૧૮૯૮, ૨૧૫૪, ૨૩૪૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૮૯ નીચે ૧૧૩૪, ૧૦૧૭ તૂટે તો ૯૮૮ સુધીની શકયતા. 


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૧,૬૩૮.૨૫) ૪૪,૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧,૬૮૪ ઉપર ૪૧,૭૩૦, ૪૧,૯૦૦ કુદાવે તો ૪૨,૧૫૦, ૪૨,૫૬૦, ૪૨,૭૭૫ સુધીની શક્યતા. નીચામાં ૪૦,૭૬૬ નીચે ૩૯,૭૧૮ સપોર્ટ ગણાય. 

નિફ્ટી ફ્યુચર (૧૭,૯૦૨.૧૫)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૯૨૭ ઉપર ૧૮,૦૨૦, ૧૮,૦૬૪ ઉપર ૧૮,૧૬૦, ૧૮,૨૧૮ કુદાવે તો ૧૮,૩૭૪, ૧૮,૪૪૦ સુધીની શક્યતા. નીચામાં ૧૭,૭૪૦ નીચે ૧૭,૬૩૫, ૧૭,૬૦૦, ૧૭,૪૬૪ તૂટે તો ૧૭,૩૨૦ સુધીની શક્યતા. અઠવાડિક ચાર્ટ આપેલ છે.

ભારતી ઍરટેલ (૭૯૨.૯૦) 

૭૫૧.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૯૫ ઉપર ૭૯૯ કુદાવે તો ૮૦૬, ૮૧૩, ૮૨૦, ૮૨૬ સુધીની શક્યતા. નીચામાં ૭૭૮ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે. 

એઇચર મોટર્સ (૩૩૧૬.૭૦) 

૩૦૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૨૦ ઉપર ૩૩૫૪, ૩૩૭૬, ૩૪૨૨, ૩૪૭૪ સુધીની શક્યતા. નીચામાં ૩૨૬૭ નીચે ૩૨૫૦ ક્લોઝિંગ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર

આ જંગલરાજમાં જો જીવવું છે તો તું સક્ષમ થા, અહીં કોને કદી કોઈ અદાલત કામ આવી છે? - વિકી ત્રિવેદી

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 03:16 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK