Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૦થી ૨૪ જૂન મહત્ત્વનો ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૦થી ૨૪ જૂન મહત્ત્વનો ટર્નિંગ

Published : 17 June, 2024 08:15 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક  ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૨૨૦.૨૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૪૧.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૪૬૬.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૯૯.૪૧ પૉઇન્ટના નેટ સુધારે  ૭૬,૯૯૨.૭૭ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૧૫૦ કુદાવે તો ૭૭,૫૫૦, ૭૭,૯૬૦, ૭૮,૩૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૬,૫૫૦ નીચે ૭૬,૨૯૦, ૭૬,૦૦૦ સપોર્ટ ગણાય. ૨૦થી ૨૪ જૂન ગેઇનના ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. નવા નિશાળિયાઓએ સાવચેત રહેવું. તમે પહેલાંથી લે-વેચ કરતા હો તો જ શૅરમાં વેપાર કરવો હિતાવહ. અન્યથા અભ્યાસ કરવો, સ્ટૉપલૉસનું પાલન કરવું.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક  ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (આમાં રિટર્ન મૂવ થવાની શક્યતા રહે છે. ડબલ ટૉપ થયા પછી ભાવો જો ઓછા વૉલ્યુમે વધતા હોય તો આવી પરિ​​સ્થિતિમાં પાછલા ઊંચા ટૉપના સ્ટૉપલૉસે વેચાણ કરી શકાય. (૨) Triple Bottom = ડબલ બૉટમ કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી આ રચના છે. ત્રિપલ ટૉપ પૅટર્નના નિયમોનું રિવર્સ કરીને આમાં ઉપયોગ કરવો જોઈએ. આ રચના હેડ ઍન્ડ શોલ્ડર્સ બૉટમ પૅટર્નને મોટે ભાગે મળતી આવે છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ  ૨૩,૧૨૧.૪૪ છે. જે ક્લોઝિંગ પ્રાઇઝને આધારે રોજ બદલાયા કરે છે.



એચડીએફસી બૅન્ક (૧૫૯૬.૯૦): ૧૪૫૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૦૦ ઉપર ૧૬૧૦, ૧૬૩૬ અને ૧૬૩૬ કુદાવે તો ૧૬૫૪, ૧૬૬૧, ૧૬૭૬, ૧૬૯૯ સુધીની શક્યતા. નીચામાં ૧૫૮૮ નીચે ૧૫૭૭ સપોર્ટ ગણાય.


એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ (૧૮૧.૮૭): ૧૪૪.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૪ ઉપર ૧૮૮ અને ત્યાર બાદ ૨૦૪ સુધીની શક્યતા. નીચામાં ૧૭૦ નીચે ૧૬૪ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૦૪૨.૪૦): ૪૬,૧૮૪.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૨૯૦ ઉપર ૫૦,૫૫૦ કુદાવે તો ૫૦,૮૩૦, ૫૦,૯૫૦, ૫૧,૧૫૦, ૫૧,૪૮૬, ૫૧,૮૦૦, ૫૨,૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૯,૮૦૦ નીચે ૪૯,૫૫૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૩,૪૬૬.૬૫)

૨૧,૨૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૪૯૦ ઉપર ૨૩,૫૨૦, ૨૩,૬૮૫, ૨૩,૮૪૪, ૨૪,૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩,૩૫૦ નીચે ૨૩,૨૫૦, ૨૩,૨૨૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

એલઆઇસી હાઉસિંગ (૭૩૧.૬૫)

૫૪૪.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૫ ઉપર ૭૬૭, ૮૦૦, ૮૩૩ સુધીની શક્યતા. નીચામાં ૬૯૫ નીચે ૬૮૦ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

ઇ​ન્ડિયાબુલ રિયલ (૧૩૮.૮૨)

૧૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦, ૧૪૩ અને ૧૪૫.૭૦ કુદાવતાં ૧૪૯, ૧૫૮, ૧૬૭, ૧૭૨ સુધીની શક્યતા. નીચામાં ૧૩૩ નીચે ૧૩૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’, હોય ના વ્ય​ક્તિ, ને તેનું નામ બોલાયા કરે. - ગની દહીંવાલા

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 08:15 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK