Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં પાંચ દિવસના સુધારાને બ્રેક લાગી, અદાણી ગ્રુપમાં ધોવાણનો સિલસિલો જારી રહ્યો

શૅરબજારમાં પાંચ દિવસના સુધારાને બ્રેક લાગી, અદાણી ગ્રુપમાં ધોવાણનો સિલસિલો જારી રહ્યો

Published : 07 February, 2023 02:26 PM | IST | Mumbai
Anil Patel

શુગર શૅરો લાઇમલાઇટમાં:  સરકાર મૂડી ભાગીદાર બનતાં વોડાફોન રૉકેટ બન્યો : ચમનલાલ સેટિયા તેજી સાથે નવી ટોચે, પરંતુ અન્ય રાઇસ શૅરોમાં નરમાઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અદાણીના ૧૦માંથી ૬ શૅર ડાઉન, પાંચ શૅર મંદીની સર્કિટમાં : ગ્રુપનું માર્કેટકૅપ ૮ દિવસમાં ૯.૪૦ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયું : બહેતર પરિણામ પાછળ પ્રૉક્ટર-ગૅમ્બલ હેલ્થમાં ૫૭૮ રૂપિયાની તેજી, નબળાં રિઝલ્ટ એમસીએક્સને નડ્યાં : ક્વિન્ટ ડિજિટલમાં બેતરફી સર્કિટનું તોફાન, પેટીએમમાં રિઝલ્ટનો કરન્ટ આવ્યો : શુગર શૅરો લાઇમલાઇટમાં:  સરકાર મૂડી ભાગીદાર બનતાં વોડાફોન રૉકેટ બન્યો : ચમનલાલ સેટિયા તેજી સાથે નવી ટોચે, પરંતુ અન્ય રાઇસ શૅરોમાં નરમાઈ


અમેરિકન જૉબ ડેટા ઘણા સ્ટ્રૉન્ગ આવતાં ક્રેડ રેટમાં વધારાને હજી અવકાશ હોવાની ગણતરી કામે લાગી છે. ડૉલર ઇન્ડેક્સે વધારાની હૅટ-ટ્રિક બતાવી છે. આ સાથે જ એશિયન બજારો માટે નવા સપ્તાહનો આરંભ નરમાઈથી થયો છે. સોમવારે તમામ અગ્રણી એશિયન માર્કેટ માઇનસ હતાં, જપાન અડધા ટકાથી વધુ સુધર્યું છે. હૉન્ગકૉન્ગ બે ટકા, સાઉથ કોરિયા પોણાબે ટકા, તાઇવાન ૧.૪ ટકા ગગડ્યા છે. ઇન્ડોનેશિયા તથા ચાઇના પોણો ટકો ઢીલા હતા. યુરોપ રનિંગમાં એકથી દોઢેક ટકો નરમ હતું. ઘરઆંગણે શુક્રવારના પ્રમાણમાં મોટા પ્રત્યાઘાતી સુધારા પછી સેન્સેક્સ ગઈ કાલે ૬૦૮૪૭ના લેવલે ફ્લૅટ ખૂલી સીધો રેડ ઝોનમાં ચાલી ગયો હતો. નીચામાં ૬૦૩૪૬ થઈ છેવટે ૩૩૫ પૉઇન્ટની પીછેહઠમાં ૬૦૫૦૭ બંધ રહ્યો છે. નિફ્ટી ૮૯ પૉઇન્ટ ઘટીને ૧૭૭૬૫ હતો. બન્ને બજારોના મોટા ભાગના બેન્ચમાર્ક ઘટ્યા છે. બીએસઈના મેટલ ઇન્ડેક્સની બે ટકાની નબળાઈ સામે નિફ્ટી મેટલ ૨.૨ ટકા બગડ્યો છે, જે અદાણીને આભારી છે. પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ એક-સવા ટકો, આઇટી-ટેક ઇન્ડાઇસિસ પોણો ટકો, ઑટો ઇન્ડેક્સ સાધારણ માઇનસ હતા. સરકારે એના લેણાને ઇક્વિટીમાં કન્વર્ટ કરી ૩૩ ટકા હિસ્સેદારી કરતાં વોડાફોન ૨૦ ટકા ઊછળ્યો છે. એની સાથે ઇન્ડસ ટાવર પણ ૧૩.૬ ટકાની તેજીમાં આવતાં ટેલિકૉમ બેન્ચમાર્ક સર્વાધિક ૩.૪ ટકા રણક્યો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. એનએસઈમાં વધેલા ૧૦૭૪ શૅરની સામે ૯૬૫ જાતો ઘટી હતી. એફએમસીજી ઇન્ડેક્સ એની વિક્રમી સપાટી નજીક સરકતાં અડધો ટકો સુધર્યો છે. પીએસયુ બૅન્કોની હૂંફ વચ્ચે બૅન્ક નિફ્ટી સાધારણ ઘટ્યો છે. 



ડિવીઝ લૅબમાં ખરાબી આગળ વધી, વૉલટેમ્પમાં પરિણામ પાછળ તેજી


સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૯ અને નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર પ્લસ હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૬ ટકા વધી ૧૧૩૨ના બંધમાં સેન્સેક્સ ખાતે તો અદાણી પોર્ટ્સ ૯.૩ ટકાની આગેકૂચમાં ૫૪૫ના બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યા હતા. અન્યમાં ભારત પેટ્રો, હીરો મોટોકૉર્પ, બજાજ ફાઇ, આઇટીસી સવાથી સવાબે ટકા અપ હતા. આઇટીસી ૩૮૮ની નવી ઑલટાઇમ હાઈ બનાવી પોણો ટકો વધી ૩૮૩ થયો છે. અહીં ૪૬૦ની ટાર્ગેટ પ્રાઇસ વર્ષમાં બ્રોકરેજ હાઉસ દ્વારા અપાઈ છે. રિલાયન્સ નીચામાં ૨૩૦૭ થઈ પોણો ટકો ઘટીને ૨૩૧૧ હતો. ડિવીઝ લૅબમાં નબળા પરિણામની ખરાબી આગળ વધી છે. ભાવ ૨૭૪૫ની નવી મલ્ટિયર બૉટમ બનાવી ૩.૭ ટકા કે ૧૦૬ રૂપિયા ગગડી નિફ્ટી ખાતે ઘટાડામાં મોખરે હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ ત્રણ ટકા, તાતા સ્ટીલ બે ટકા, ઇન્ફી ૧.૮ ટકા, આઇશર દોઢ ટકો, હિન્દાલ્કો ૨.૮ ટકા, કોટક બૅન્ક ૧.૮ ટકા, મહિન્દ્ર એક ટકો, એચડીએફસી લાઇફ સવા ટકો ડાઉન હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો, તો સનફાર્મા અડધો ટકો માઇનસ થયા છે. 

ગુજરાતના વડોદરાની વૉલટેમ્પ ટ્રાન્સફૉર્મર્સ સારાં પરિણામને લઈને ઉપરમાં ૨૯૯૯ બતાવી ૧૪.૫ ટકા કે ૩૬૫ રૂપિયાની તેજીમાં ૨૮૨૭ થયો છે. ડીલિન્ક ઇન્ડિયા પણ આવા જ કારણસર ઉપરમાં ૨૫૧ થઈ ૧૮.૩ ટકાની મજબૂતીમાં ૨૪૮ હતો. પ્રૉક્ટર-ગૅમ્બલ હેલ્થ દ્વારા ત્રિમાસિક નફામાં ૭૧ ટકાની વૃદ્ધિ સાથે શૅરદીઠ ૪૫નું ઇન્ટરિમ જાહેર થતાં ભાવ ૧૫ ગણા કામકાજે ઉપરમાં ૪૭૯૧ વટાવી ૧૪ ટકા કે ૫૭૮ રૂપિયાના ઉછાળે ૪૫૭૫ જોવા મળ્યો છે. સામે શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં ૩૬૯ની વિક્રમી સપાટી દેખાડી ૩૨૦ બંધ રહેલો પેટડિયમ જ્વેલરી ૨૦ ટકાની મંદીની સર્કિટે ૨૫૭ થઈ ત્યાં જ બંધ હતો. અદાણી ટ્રાન્સમિશન ૧૦ ટકાની નીચલી સર્કિટમાં દોઢ વર્ષના નવા તળિયે ૧૨૬૧ થઈ ત્યાં જ બંધ આપી એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતો. 


આ પણ વાંચો :  એસબીઆઈ અને એલઆઈસીનું અદાણી ગ્રુપમાં એક્સ્પોઝર નિયમ મુજબ : સરકાર

અદાણી ગ્રુપના માર્કેટકૅપમાં નવો ૩૦,૪૪૭ કરોડ રૂપિયાનો ફટકો 

હિંડનબર્ગ રિપોર્ટ પછી સતત ૭ દિવસની ખરાબીમાં ૯.૦૯ લાખ કરોડના ધોવાણ પછીય અદાણી ગ્રુપમાં બગાડ અટક્યો નથી. અદાણી ટ્રાન્સમિશન ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૨૬૧, અદાણી પાવર પાંચ ટકાની મંદીના સર્કિટમાં ૧૮૨, અદાણી ગ્રીન પાંચ ટકાની નીચલી સર્કિટે ૮૮૭ના નવા તળિયે, અદાણી ટોટલ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૫૪૫ની અંદર ગયા હતા. અદાણી વિલ્મર પણ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૩૮૦ થયો છે. એનડીટીવી પાંચ ટકાની નીચલી સર્કિટે ૨૦૧ થઈ સવા ટકો વધી ૨૧૪ હતો. અંબુજા સિમેન્ટમાં દોઢ ટકાનો તો એસીસી સવાબે ટકા પ્લસ હતો.

ફ્લૅગશિપ અદાણી એન્ટર જે શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં ૧૨૦૦ પૉઇન્ટની તોફાની વધ-ઘટે સવા ટકો વધીને ૧૫૮૪ બંધ થયો હતો એ ગઈ કાલે ઉપરમાં ૧૬૧૩ અને નીચામાં ૧૪૩૪ થઈ પોણો ટકો ઘટી ૧૫૭૨ બંધ આવ્યો છે. વૅલ્યુએશન માસ્ટર્સ ગણાતા આસ્વત દામોદરને અહીં ૯૪૭ના ભાવને ફેરવૅલ્યુ ગણાવી હોવાના અહેવાલ છે. અદાણી પોર્ટ્સ નીચામાં ૪૭૬ અને ઉપરમાં ૫૪૯ થઈ ૯.૫ ટકાની આગેકૂચમાં ૫૪૬ હતો. આ સાથે ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટકૅપમાં નવો ૩૦,૪૪૭ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, જે સાથે માત્ર આઠ જ દિવસમાં અહીં ૯.૪૦ લાખ કરોડ રૂપિયાનું બાષ્પીભવન થઈ ચૂક્યું છે. અદાણી સાથે સંબંધિત મોનાર્ક નેટવર્ક નીચામાં ૨૦૮ થઈ એકાદ ટકાના ઘટાડે ૨૨૨ રહી છે. ક્વિન્ટ ડિજિટલ ૮૦ નીચે નવું મલ્ટિયર બૉટમ બનાવી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૭ વટાવી એને ત્યાં જ બંધ હતી. 

બૅન્કિંગમાં ૩૭માંથી ૨૧ શૅર નરમ, મહિન્દ્ર ફાઇ. રિઝલ્ટમાં નવી ટોચે 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૪ શૅરના સુધારા વચ્ચે ૧૨૫ પૉઇન્ટ જેવો સાધારણ ઘટ્યો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી માત્ર ૨ શૅરના સુધારામાં ૯ પૉઇન્ટ પ્લસ હતો. બૅન્કિંગના ૩૭માંથી ૧૬ શૅર પ્લસ હતા. આરબીએલ બૅન્ક ૩.૮ ટકા, બંધન બૅન્ક ૩.૭ ટકા, ડીસીબી બૅન્ક ૨.૧ ટકા મજબૂત હતી. બૅન્ક ઑફ બરોડા સારા રિઝલ્ટના પગલે ઉપરમાં ૧૬૯ થઈ અઢી ટકા ઊંચકાઈને ૧૬૮ રહી છે, પરંતુ સ્ટેટ બૅન્ક બહેતર પરિણામની અસર જાળવી રાખવામાં બહુધા નિષ્ફળ હતી. શૅર ઉપરમાં ૫૫૮ થયા બાદ નીચામાં ૫૩૬ થઈ સહેજ સુધારે ૫૪૫ બંધ આવ્યો છે. ફિનો પેમેન્ટ બૅન્ક, કોટક બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, કર્ણાટક બૅન્ક, યુકો બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, જેકે બૅન્ક સવાથી બે ટકા માઇનસ હતા. એચડીએફસી બૅન્ક અને ઍક્સિસ બૅન્ક સામાન્ય નરમ બંધ થયા છે. 

ફાઇનૅન્સ બૅન્ચમાર્ક ૧૩૬માંથી ૬૯ શૅરના સુધારામાં ૨૦ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. મહિન્દ્ર ફાઇનૅન્સ ઍસેટ્સ ક્વૉલિટીમાં સુધારા સાથે સારા રિઝલ્ટના પગલે ૩૬૯ની ૨૩ મહિનાની ટોચે જઈ ૭.૯ ટકાના જમ્પમાં ૨૬૨ થઈ છે. કામકાજ પાંચેક ગણાં હતાં. પેટીએમ પણ સારા પરિણામની અસરમાં ૬.૩ ટકા વધી ૫૫૮ થયો છે. જનરલ ઇન્શ્યૉરન્સ ચાર ટકા, માસ ફાઇ. સવાછ ટકા, આનંદ રાઠી વેલ્થ ૩.૮ ટકા, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૨.૮ ટકા, આઇસીઆઇસીઆઇ પ્રુ લાઇફ ૨.૭ ટકા વધ્યા છે. એલઆઇસી ૬૦૦ના લેવલે ફ્લૅટ હતો. એમસીએક્સ કંગાળ પરિણામમાં છ ગણા વૉલ્યુમે નીચામાં ૧૩૯૭ થઈ ૫.૬ ટકા તૂટીને ૧૪૨૬ હતો. નાહર કૅપિટલ ૭.૩ ટકા, એલઆઇસી હાઉસિંગ ૨.૯ ટકા, આઇઆઇએફએલ ૩.૧ ટકા, આઇઆરએફસી ત્રણ ટકા બગડ્યા છે. પૉલિસી બાઝાર વધીને ૪૪૩ થયો છે. નાયકા ૨.૮ ટકા ખરડાઈ ૧૩૮ હતો. ઝોમૅટોમાં સવાબે ટકાની નબળાઈ હતી. ચોલામંડલમ ફાઇનાં પરિણામ ૯મીએ છે. શૅર ૭ ટકાના જમ્પમાં ૬૪૫ બંધ આવ્યો છે.

આઇટીમાં ફ્રન્ટલાઇન ઢીલા પડ્યા, વોડાફોનમાં ૨૦ ટકાની તેજી આવી

હેવીવેઇટ્સની પીછેહઠ સાથે આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૩૧ શૅરના સુધારા વચ્ચે ૦.૭ ટકા કટ થયો છે. ઇન્ફી ૧૦૮ ટકા ઘટીને ૧૫૭૦, ટીસીએસ અડધો ટકો ઘટીને ૩૪૬૦, ટેક મહિન્દ્ર ૦.૭ ટકા ઘટી ૧૦૦૫, વિપ્રો પોણો ટકો ઘટી ૪૦૫ બંધ હતા. લાટિમ બે ટકા વધી ૪૫૯૬ થયો છે. કેપીઆઇટી ટેક્નૉ ૮૧૯ના બેસ્ટ લેવલે જઈ ૭૭૬ ઉપર ફ્લૅટ હતો. બિરલા સૉફટ ૫.૯ ટકા અને રેટગેઇન પાંચ ટકા ઊંચકાયા છે. ૬૩મૂન્સ ૨.૯ ટકા વધી ૧૮૬ હતો. ઇન્ટલેક્ટ ડિઝાઇનમાં ૩.૪ ટકાની ખરાબી હતી. ટેલિકૉમમાં વોડાફોન વીસ ટકા, ઇન્ડસ ટાવર ૧૩ ટકા, તાતા કમ્યુ. અઢી ટકા ઝળક્યા હતા. ભારતી અડધો ટકો નરમ હતો. આઇટી હેવીવેઇટ્સના ભારમાં ટેક્નૉ ઇન્ડેક્સ પણ ૦.૭ ટકા નરમ થયો છે. સનટીવી અઢી ટકા પ્લસ હતો. ઝી એન્ટર દોઢ ટકા સુધર્યો છે.
અગ્રણી રાઇસ એક્સપોર્ટર્સ ચમનલાલ સેટિયા ૧૫૫ના શિખરે જઈ ૧૫ ટકાની સોડમમાં ૧૫૨ થયો છે. કેઆરબીએલ ૧.૮ ટકા અને એલટી ફૂડ્સ સવા ટકો નરમ હતા. શુગર ઉદ્યોગના ૩૮માંથી ૧૩ શૅર નરમ હતા. પોની ઇરોડ, ઉગર શુગર, રેણુકા સુગર, ધામપુર બાયો, રાવલગાંવ, દ્વારકેશ, કેસર એન્ટર ત્રણથી સાડાપાંચ ટકા મીઠા થયા છે. સિમ્ભોલી શુગર સાડાછ ટકા બગડ્યો હતો. અશોક લેલૅન્ડ, મારુતિ, તાતા મોટર્સ, મહિન્દ્ર, આઇશર અડધાથી દોઢ ટકો ઘટ્યા છે. ટીવીએસ મોટર્સ બે ટકા તો હીરો મોટોકૉર્પ ૧૦૮ ટકા મજબૂત હતા. બજાજ ઑટો ૩૮૫૩ના લેવલે ફ્લૅટ હતો. લાર્સન સાધારણ ઘટ્યો છે, પણ એબીબી ૪.૫ ટકા, સોના કોમસ્ટાર ૬.૪ ટકા, એલજી ઇક્વિ ૭.૩ ટકા પ્લસ હતા.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 02:26 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK