સરકારે બુધવારે કહ્યું કે તેણે આ વર્ષે પહેલી એપ્રિલથી ટૅરિફ રેટ ક્વોટા હેઠળ ક્રૂડ સોયાબીન તેલની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રતીકાત્મક તસવીર
દેશમાં તેલીબિયાં ઉગાડતા ખેડૂતોને રાહત મળે અને ખાદ્ય તેલના નીચા ભાવને રોકવા માટે સરકારે સોયાબીનની ઝીરો ટૅરિફ રેટ હેઠળ ૨૦ લાખ ટનનો ક્વોટા મંજૂર કર્યો હતો, જે આગામી નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે સરકારે સનફ્લાવર તેલ માટે આ ક્વોટા જારી રાખ્યો છે.
સરકારે બુધવારે કહ્યું કે તેણે આ વર્ષે પહેલી એપ્રિલથી ટૅરિફ રેટ ક્વોટા હેઠળ ક્રૂડ સોયાબીન તેલની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. ટૅરિફ રેટ ક્વોટાએ આયાતના જથ્થા માટેનો ક્વોટા છે જે નિર્દિષ્ટ અથવા શૂન્ય ડ્યુટી પર ભારતમાં આયાત છૂટ આપે છે, પરંતુ ક્વોટા પૂરા થયા પછી, સામાન્ય ટૅરિફ વધારાની આયાત પર લાગુ
થાય છે.
ક્વોટા હેઠળ ક્રૂડ સોયાબીન તેલની આયાત કરવાની છેલ્લી તારીખમાં સુધારો કરીને ૩૧ માર્ચ, ૨૦૨૩ કરવામાં આવી છે. વધુમાં ૨૦૨૩-૨૪ માટે ક્રૂડ સોયાબીન તેલની આયાત માટે ટીઆરક્યુએસની કોઈ ફાળવણી કરવામાં આવશે નહીં એમ ડીજીએફટીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું.
સરકારે અગાઉ સ્થાનિક ભાવોને હળવા કરવા માટે ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઑઇલની વાર્ષિક ૨૦ લાખ ટન આયાત પર કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસમાંથી મુક્તિ આપી છે.
સીના એક્ઝિક્યુટિવ ડિરેકટર ડૉ. બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે પહેલી એપ્રિલથી ક્રૂડ સોયાતેલની આયાત પર ૫.૫ ટકાની આયાત ડ્યુટી લાગુ પડી જશે. સરકારનું આ એક આવકારદાયક પગલું છે જે સ્થાનિક રીફાઇનર્સ માટે લેવલ પ્લેઇંગ ફીલ્ડ સુનિશ્ચિત કરશે અને એ જ સમયે સોયાબીનના ખેડૂતને વળતરકારક ભાવની ખાતરી કરશે અને ફેબ્રુઆરી/માર્ચમાં સરસવના ભાવ કે નવી આવકો શરૂ થશે ત્યારે ભાવને સમર્થન આપશે. સ્થાનિક સનફ્લાવર પાકની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ક્રૂડ સનફ્લાવર ઑઇલ માટે પણ ક્વોટા બંધ કરવો જોઈએ