દરમ્યાન બિટકૉઇન ૨.૩૯ ટકાની વૃદ્ધિ સાથે ૯૬,૫૧૬ ડૉલરની સપાટીએ પહોંચ્યો છે
પ્રતીકાત્મક તસવીર
હાલમાં એક્સઆરપી માર્કેટ કૅપની દૃષ્ટિએ ફરીથી ત્રીજા ક્રમાંકે આવ્યા બાદ હવે ઑલ્ટકૉઇન બીએનબીમાં ભાવ અને વૉલ્યુમ વધ્યા બાદ આ કૉઇન સોલાનાને પાછળ રાખીને માર્કેટ કૅપમાં પાંચમા ક્રમે આવી ગયો છે. આ લખાઈ રહ્યું છે એ પહેલાંના ૨૪ કલાકના ગાળામાં બીએનબીનો ભાવ ૨૩.૮૧ ટકાના વધારા સાથે ૭૭૪.૭૧ ડૉલર થઈ ગયો છે અને એનું માર્કેટ કૅપ ૧૧૧.૫૬ બિલ્યન ડૉલર થઈ ગયું છે. વૉલ્યુમમાં ૨૪ કલાકના ગાળામાં ૧૩૩.૯૭ ટકાની વૃદ્ધિ થઈને આંકડો ૬.૨૮ બિલ્યન ડૉલર નોંધાયો છે. વર્તમાન કૅલૅન્ડર વર્ષમાં બીએનબીનો ભાવ આશરે ૨૦૦ ટકા વધી ગયો છે.
અન્ય એક અહેવાલ મુજબ મંગળવારે અમેરિકન સ્પૉટ બિટકૉઇન એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)માં ૬૭૬ મિલ્યન ડૉલરનું રોકાણ આવ્યું હતું, જે પાછલા દિવસે ૩૫૩.૬૭ મિલ્યન હતું. હવે એમાં કુલ હોલ્ડિંગ એક મિલ્યન બિટકૉઇનનું થઈ ગયું છે.
ADVERTISEMENT
દરમ્યાન બિટકૉઇન ૨.૩૯ ટકાની વૃદ્ધિ સાથે ૯૬,૫૧૬ ડૉલરની સપાટીએ પહોંચ્યો છે. ઇથેરિયમમાં ૫.૭૨ ટકાના વધારા સાથે ભાવ ૩૭૪૯.૭૬ ડૉલર થયો છે. એક્સઆરપીમાં ૬.૩૫ ટકા, સોલાનામાં ૭.૦૨ ટકા, ડોઝકૉઇનમાં ૪.૮૩ ટકા, ટ્રોનમાં ૫૪.૮૪ ટકા અને અવાલાંશમાં ૧૨.૫૪ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.