Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Shark Tank India: શૉમાં આ પિચરે કર્યો ખોટો દાવો, સોની ટીવીને મળી ૧૦૦ કરોડની નોટિસ

Shark Tank India: શૉમાં આ પિચરે કર્યો ખોટો દાવો, સોની ટીવીને મળી ૧૦૦ કરોડની નોટિસ

Published : 06 February, 2024 02:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ કાશ્મીર, એટલે કે સીબીએમએકે, એ જ ટીવી શૉ (Shark Tank India)માં 15 દિવસની અંદર માફી માગવા અને નુકસાન માટે વળતરની માગ કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાશ્મીરના ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને સોની ટીવી અને ટ્રંબુ સ્પોર્ટ્સને 100 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. સોનીના રિયાલિટી શૉ શાર્ક ટેન્ક ઈન્ડિયા (Shark Tank India)માં કાશ્મીરથી આવેલા હમાદ અને સાદે તેમની કંપની ટ્રંબુને કાશ્મીર વિલો બેટના ઉત્પાદનમાં નંબર-1 બ્રાન્ડ ગણાવી હતી. આ અંગે વાંધો વ્યક્ત કરતાં એસોસિએશને આ નોટિસ મોકલી છે.


ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ કાશ્મીર, એટલે કે સીબીએમએકે, એ જ ટીવી શૉ (Shark Tank India)માં 15 દિવસની અંદર માફી માગવા અને નુકસાન માટે વળતરની માગ કરી છે. એસોસિએશને કહ્યું છે કે, “જો ચેનલ સમયમર્યાદામાં માફી નહીં માગે તો તેણે 100 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ એપિસોડ શાર્ક ટેન્ક ઈન્ડિયા પર 30 જાન્યુઆરી 2024ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.



કાશ્મીર વિલોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લઈ જનાર પ્રથમ વ્યક્તિ હોવાનો દાવો ખોટો


સીબીએમએકેના પ્રમુખ ફૈયાઝ અહેમદ ડાર અને ઉપપ્રમુખ અને પ્રવક્તા ફવાજુલ કબીરે દૈનિક ભાસ્કરના રઉફ ડારને જણાવ્યું હતું કે, સહભાગીઓએ કાશ્મીર વિલોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લઈ જનાર પ્રથમ વ્યક્તિ હોવાનો દાવો પણ કર્યો હતો, જે સંપૂર્ણપણે ખોટો છે. આ સિવાય તેણે બેટ બનાવવાની પ્રક્રિયાને પણ ખોટી ગણાવી હતી.

ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ કાશ્મીર (CBMAK)એ `સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન` અને `ટ્રંબુ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ`ને કાનૂની નોટિસ મોકલી છે. CBMAK એ સોની પિક્ચર્સ નેટવર્ક્સ અને ટ્રંબુ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને 100 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે.


નોટિસમાં વધુ ત્રણ મોટી બાબતો

  • શાર્ક ટેન્ક (Shark Tank India)માં ખોટા દાવાઓને કારણે ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સભ્યોને નુકસાન થયું છે.
  • વેચાણને અસર થઈ છે અને ઉદ્યોગની છબી ખરડાઈ છે. ખોટી માહિતીએ ખરીદદારોને ગેરમાર્ગે દોર્યા છે.
  • ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા 15,000થી વધુ લોકો અને આડકતરી રીતે તેની સાથે સંકળાયેલા 1 લાખ કામદારોને નુકસાન.

ઉલ્લેખનીય છે કે, આ મામલે સોનીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. CBMAK એ કાશ્મીરમાં તમામ ક્રિકેટ બેટ ઉત્પાદકોની માન્ય સંસ્થા છે. CBMAK એ ખીણમાં તમામ ક્રિકેટ બેટ ઉત્પાદકોની માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. તેના સભ્યો દ્વારા બનાવવામાં આવેલા બેટની એક અલગ ઓળખ છે અને તે તેની ગુણવત્તા માટે જાણીતું છે. તેઓ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘણા સ્ટાર ક્રિકેટરો અને ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. GR8 સ્પોર્ટ્સ ખીણમાંથી ક્રિકેટ બેટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લઈ જનારી પ્રથમ બ્રાન્ડ છે.

`M/s.GR8 સ્પોર્ટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ`, CBMAKના મુખ્ય સભ્યોમાંથી એક, કાશ્મીરની પ્રથમ અને એકમાત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એટલે કે ICC માન્ય બ્રાન્ડ છે. આ ઉપરાંત તે ખીણની પ્રથમ બ્રાન્ડ પણ છે જે તેના ક્રિકેટ બેટ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લઈ જાય છે. વિશ્વ પ્રસિદ્ધ કાશ્મીર વિલોનો ઉપયોગ ક્રિકેટ બેટ બનાવવામાં વ્યાપકપણે થાય છે. તેની યુકેમાં નિકાસ પણ થાય છે.

કાશ્મીર બ્રાન્ડ રાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટરો માટે ક્રિકેટ બેટ બનાવી રહી છે. એસોસિએશને કહ્યું કે, “GR8 સ્પોર્ટ્સે સતત ત્રણ વર્લ્ડ કપમાં વિશ્વભરના ક્રિકેટરોને કાશ્મીર વિલોમાંથી બનાવેલા બેટ સપ્લાય કર્યા છે. કાશ્મીરની અન્ય ઘણી બ્રાન્ડ રાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટરોને ક્રિકેટ બેટ પ્રદાન કરે છે, જેમાં ALFA, AR, ARS, BSI સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2024 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK