Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રેન્જ બાઉન્ડ ચાલમાં સેન્સેક્સ ૧૪૨ પૉઇન્ટ સુધારામાં, આઇટીની આગેકૂચ બજારને ફળી

રેન્જ બાઉન્ડ ચાલમાં સેન્સેક્સ ૧૪૨ પૉઇન્ટ સુધારામાં, આઇટીની આગેકૂચ બજારને ફળી

Published : 10 February, 2023 01:56 PM | IST | Mumbai
Anil Patel

એમઆરએફ ૩૦૩૭ રૂપિયા અને પેજ ઇન્ડસ્ટ્રીઝ ૧૨૧૯ રૂપિયા ડાઉન થયા, મોનાર્ક નેટવર્થ સાડાછ ટકા લથડ્યો : પેટીએમ, પૉલિસી બાઝાર અને નાયકાની આગેકૂચ : પરિણામ પૂર્વે ઝોમૅટો સાધારણ સુધર્યો : સિગ્નિટી ૧૦ ટકા ઊછળી નવી ટોચે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અદાણીમાં નવા ઊથલા, ૧૦માંથી ૯ શૅર બગડ્યા, બે દિવસનો ૬૦,૦૦૦ કરોડનો સુધારો એક જ દિવસમાં લગભગ સાફ : મોટા ભાગનાં સેક્ટોરલ ધીમા ઘટાડે રેડ ઝોનમાં બંધ, માર્કેટ બ્રેડ્થમાં કમજોરી દેખાઈ : પરિણામના કરન્ટમાં ટ્રેન્ટ અને ક્યુમિન્સ ઇન્ડિયાએ સેન્ચુરી તથા ડબ્લ્યુપીઆઇએલે ડબલ સેન્ચુરી ફટકારી : એમઆરએફ ૩૦૩૭ રૂપિયા અને પેજ ઇન્ડસ્ટ્રીઝ ૧૨૧૯ રૂપિયા ડાઉન થયા, મોનાર્ક નેટવર્થ સાડાછ ટકા લથડ્યો : પેટીએમ, પૉલિસી બાઝાર અને નાયકાની આગેકૂચ : પરિણામ પૂર્વે ઝોમૅટો સાધારણ સુધર્યો : સિગ્નિટી ૧૦ ટકા ઊછળી નવી ટોચે


શૅરબજાર ગુરુવારે સહેજ પૉઝિટિવ ઝોનમાં ખૂલ્યા પછી ૧૪૨ પૉઇન્ટ વધીને ૬૦૮૦૬ તથા નિફ્ટી ૨૨ પૉઇન્ટ વધીને ૧૭૮૯૩ બંધ થયો છે. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ ૩૯૦ પૉઇન્ટ જેવી સાંકડી રહી છે. અમેરિકન શૅરબજાર બુધવારની મોડી રાતે નરમાઈમાં બંધ રહ્યા પછી એશિયન બજારો પણ બહુધા ધીમા ઘટાડે બંધ થયાં છે. હૉન્ગકૉન્ગ અને ચાઇના સવા-દોઢ ટકાના સુધારે અપવાદ હતો. સિંગાપોર સર્વાધિક ૦.૫ ટકા માઇનસ હતું. યુરોપ રનિંગમાં પોણાથી દોઢ ટકો પ્લસ દેખાતું હતું. ઘરઆંગણે મોટા ભાગનાં સેક્ટોરલ માઇનસ ઝોનમાં બંધ થયાં છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકા ડાઉન હતો. સામે બીએસઈનો મેટલ બેન્ચમાર્ક ફ્લૅટ રહ્યો છે. અદાણી એન્ટરની ખરાબી અહીં કામ કરી ગઈ હતી. પાવર, યુટિલિટી, ટેલિકૉમ, પીએસયુ રિયલ્ટી જેવા બેન્ચમાર્ક અડધો-પોણો ટકો ઢીલા હતા. આઇટી ઇન્ડેક્સ પોણો ટકો કે ૨૬૮ પૉઇન્ટ આગળ વધ્યો છે. માર્કેટ બ્રેડ્થ થોડી નરમ રહી છે. એનએસઈમાં વધેલા ૯૪૮ શૅરની સામે ૧૦૭૮ શૅર નરમ હતા. બીએસઈ ખાતે ભાવની રીતે ઇન્ટ્રા-ડેમાં એપીએલ અપોલો, અતુલ ઑટો, સિગ્ન‌િટી, ડ્યુમિન્સ ઇન્ડિયા, કાબ્રા એક્સ્યુઝન, કેપીઆઇટી ટેક્નૉ, કે ઍન્ડ આર રેલ, લોટસ ચૉકલેટ, મહિન્દ્ર ફાઇનૅન્સ, એમપીએસ લિમિટેડ, એનડીઆર ઑટો, ફૉસ્ફેટ કંપની, સિમેન્ટ, સ્કાય ગોલ્ડ, સોનાટા સૉફ્ટવેર, સુપ્રીમ ઇન્ડ., સૂર્યા રોશની, ટેગા ઇન્ડ., ઍડ્‍વાન્સ પેટ્રોકેમ, ઇવાન્સ ઇલેક્ટ્ર‌િક શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થવાનો છે. ભાવ એક ટકાના ઘટાડે ૩૩૦ બંધ હતો. 



બજાજ ટ‍્વિન્સમાં આકર્ષણ, પિરામલ ફાર્મા ઑલટાઇમ લો 


સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર સુધર્યા છે. બજાજ ફ‌િનસર્વ ૨.૩ ટકાની મજબૂતીમાં ૧૪૦૦ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો પ્લસ હતો. એચડીએફસી લાઇફ આગલા દિવસના ઉછાળાને આગળ વધારતાં ૨.૨ ટકા વધી ૫૧૯ થયો છે. એશિયન પેઇન્ટસ ઇન્ડસઇન્ડ બૅન્ક, એસબીઆઇ લાઇફ, ઇન્ફી, હિન્દાલ્કો, બ્રિટાનિયા સવાથી બે ટકો સુધર્યા છે. આગલા દિવસની બે ટકાની મજબૂતી બાદ રિલાયન્સ નહીંવત્ સુધારે ૨૩૫૫ હતો. સેન્સેક્સ ખાતે ભારતી ઍરટેલ એક ટકાની વધુ નબળાઈમાં ૭૬૫ રહ્યો છે. ઇન્ડેક્સ કંપની એમએસસીઆઇ તરફથી અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓના સંદર્ભમાં ફ્રીફ્લોટના સ્ટેટસમાં ફેરફાર કરવાની હિલચાલ હાથ ધરાયાના પગલે અદાણી એન્ટર નીચામાં ૧૭૩૧ થઈ ૧૧ ટકા તૂટી ૧૯૨૬ બંધ આપી નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો છે. અદાણી પોર્ટ્સ ૫૪૬ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૨.૮ ટકા ઘટી ૫૮૨ રહ્યો છે. હીરો મોટોકૉર્પ બે ટકા રિવર્સમાં હતો. સિપ્લા ૧.૭ ટકા ઘટી ૧૦૨૧ થયો છે.

ડબ્લ્યુપીઆઇ એલ (જૂની વર્ધિંગ્ટન પમ્પ્સ) બહેતર રિઝલ્ટ જાહેર થતાં ૧૧૬૮થી ઊછળી ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૪૦૨ વટાવી ૨૩૪ રૂપિયાની તેજીમાં ત્યાં જ બંધ રહી છે. કામકાજ બાર ગણાં હતાં. અમદાવાદી સમોર રિયલ્ટી, બરોડાની ક્વૉલિટી આરઓ, ક્રીઓન ફાઇનૅન્શિયલ વીસ-વીસ ટકાની ઉપલી સર્કિટે બંધ થયા છે. તાતાની ટ્રેન્ટ લિમિટેડનો ત્રિમાસિક નફો ૨૧ ટકા વધી ૧૬૧ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૧૩૪૭ થઈ ૮.૬ ટકા કે ૧૦૭ રૂપિયાના ઉછાળે ૧૩૪૨ હતો. ક્યુમિન્સ ઇન્ડિયા પણ રિઝલ્ટની અસરમાં ૧૬ ગણા વૉલ્યુમે ૧૬૧૮ના બેસ્ટ લેવલે જઈ ૭ ટકા કે ૧૦૨ રૂપિયા ઊંચકાઈ ૧૫૭૮ થયો છે. બે મહિના પૂર્વે ૨૦૧ની ટોચે ગયેલો જેટેકટ ઇન્ડિયા, ૧૫ ટકા ગગડી ૧૧૬ હતો. પિરામલ ફાર્મા છ ગણા કામકાજે ૮૭નું ઑલટાઇમ બૉટમ બનાવી ૧૦ ટકા લથડી ૮૯ રહ્યો છે. 


અદાણીના શૅરોમાં ફરી ઊથલો, ૧૦માંથી ૯ જાત ખરડાઈ

ગુરુવાર અદાણીના શૅર માટે ભારે નીવડ્યો છે. ગ્રુપના ૧૦માંથી ૯ શૅર ઘટ્યા છે, એમાંથી ૭ શૅર પાંચથી પોણાઅગિયાર ટકા તૂટ્યા છે. પાંચ જાતો મંદીની સર્કિટમાં બંધ રહી છે. એકમાત્ર અદાણી વિલ્મર ઉપલી સર્કિટે પાંચ ટકા વધીને ૪૪૦ થયો છે. અદાણી ગ્રીન તથા અદાણી ટોટલ પાંચ-પાંચ ટકા તૂટી નવા નીચા તળિયે બંધ થયા છે. ફ્લૅગશ‌િપ અદાણી એન્ટર. નીચામાં ૧૭૨૬ થઈ ૨૩૧ રૂપિયા કે પોણાઅગિયાર ટકા લથડીને ૧૯૨૭ બંધ આવી છે. અંબુજા સિમેન્ટ ૬.૯ ટકા તરડાઈને ૩૫૮ હતો. અદાણી પાવર અને એનડીટીવી સાથે અદાણી ટ્રાન્સમિશન પણ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ગયો છે. અદાણી પોર્ટ્સ અને એસીસી ૨.૯ ટકા ડાઉન હતા. આ બધાના પગલે ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટકૅપમાં ૫૮૫૯૦ કરોડ રૂપિયાનો ખાડો પડ્યો છે. અગાઉના બે દિવસમાં ફ્લૅગશિપ અદાણી એન્ટરમાં ધમાધમી સાથે તગડા જમ્પથી અદાણીના શૅરો જોરદાર બાઉન્સબૅકમાં આવી ગયા હોવાનો આભાસ ઊભો કરાયો હતો. જોકે આ બે દિવસના કહેવાતા બાઉન્સ બૅકમાં ગ્રુપનું માર્કેટકૅપ તો માત્ર ૬૦૧૩૨ કરોડ રૂપિયા જ વધ્યું હતું. ગઈ કાલની એક જ દિવસની ખરાબીમાં આ સમગ્ર વધારો લગભગ સાફ થઈ ગયો છે. મતલબ બફું સાફ છે. અદાણીમાં વિશ્વાસની કટોકટી હમણાં થાળે પડવાની નથી. મોનાર્ક સાડાછ ટકા તૂટી ૨૩૪ હતો. 

આ પણ વાંચો: બજાર મક્કમ વલણ સાથે ૩૭૮ પૉઇન્ટ આગળ વધ્યું : આઇટી, મેટલ તથા હેલ્થકૅરમાં ઝમક

બૅન્કિંગમાં કમજોર આંતરપ્રવાહ, પેટીએમ સાડાપાંચ મહિનાની ટોચે 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સુધારામાં ૧૭ પૉઇન્ટ જેવો નજીવો વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના ઘટાડા વચ્ચે નામજોગ નરમ હતો. બૅન્કિંગ ક્ષેત્રે ૩૭માંથી ૧૩ શૅર સુધર્યા છે. ઇક્વ‌િટાસ બૅન્ક ૪.૪ ટકા અને ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૨.૮ ટકા મજબૂત થયા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક દોઢ ટકા, બંધન બૅન્ક સવા ટકો તથા આઇઓબી એકાદ ટકો વધ્યા હતા. તામિલનાડુ મર્કન્ટાઇલ, જેકે બૅન્ક, કર્ણાટક બૅન્ક, યુકો બૅન્ક સવાબેથી ત્રણેક ટકા ડાઉન હતા. ઍક્સિસ બૅન્ક અડધા ટકાની આસપાસ તો સ્ટેટ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક સાંકડી વધ-ઘટે બંધ આવ્યા છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૬૭ શૅર પ્લસમાં આપીને લગભગ ફ્લૅટ હતો. બીએફ ઇન્વેસ્ટમેન્ટ તેજીની આગેકૂચમાં ૧૩.૫ ટકા ઊછળી ૪૩૫ થયો છે. ધાની સર્વિસિસ, ૫.૩ ટકા, પૉલિસી બાઝાર ૬.૨ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૪.૪ ટકા, કૅર રેટિંગ ૪.૩ ટકા અપ હતા. પેટીએમ બુલરન જારી રાખતાં ૭૩૯ની સાડાપાંચ મહિનાની ટૉપ બનાવી ૫.૨ ટકાની મજબૂતીમાં ૭૧૨ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં આ કાઉન્ટર ૨૯.૪ ટકા ઊંચકાઈ ગયું છે. પૈસા લો ડિજિટલ ૬ ટકા, ચોલામંડલમ હોલ્ડિંગ્સ ૪.૩ ટકા, એંજલ વન ત્રણ ટકા, નાહર કૅપિટલ ૨.૭ ટકા કટ થયા છે. એલઆઇસી અડધો ટકો સુધર્યો હતો. ઝોમૅટો પરિણામ પૂર્વે સાધારણ સુધરીને ૫૪ જોવાયો છે. નાયકા સુધારાની આગેકૂચમાં ૩.૭ ટકા વધી ૧૫૨ હતો. 

ઇન્ફોસિસ પોણાબે ટકા પ્લસ, એમઆરએફ ૩૦૩૭ રૂપિયા કટ 

આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૩૬ શૅરના સથવારે ૦.૯ ટકા વધ્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી ૧.૮ ટકા ઊછળી ૧૬૧૮ તો ટીસીએસ અડધો ટકો વધી ૩૫૪૧ બંધ હતા. વિપ્રો તથા ટેક મહિન્દ્ર અડધા ટકો જેવા સુધર્યા છે. લાટિમ અડધો ટકો ઘટ્યો છે. સિગ્ન‌િટી રીરેટિંગમાં ૧૦.૨ છ ગણા કામકાજે ૭૧૧ના શિખરે જઈ ૧૦.૨ ટકાની તેજીમાં ૬૮૬ હતો. ૬૩મૂન્સ આગલા દિવસના ઉછાળા બાદ દોઢ ટકાની નરમાઈમાં ૧૯૨ રહ્યો છે. ડીજી સ્પેસ ૬.૪ ટકા તૂટ્યો છે. મોટા ભાગના ટેલિકૉમ શૅરોની નરમાઈ વચ્ચે રાઉટ મોબાઇલ ૬.૨ ટકા ઊંચકાઈ ૧૨૪૮ થયો છે. ભારતી ઍરટેલ, ઑનમોબાઇલ, ઇન્ડસ ટાવર એકથી ત્રણ ટકા માઇનસ હતા. આઇટીની હૂંફ સાથે ટીવી૧૮ સાડાપાંચ ટકા, નેટવર્ક૧૮ અઢી ટકા, તાન્લા બે ટકા, જસ્ટ ડાયલ એક ટકો, ઝી એન્ટર અડધો ટકો પ્લસમાં દેખાડી ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પોણો ટકો વધ્યો છે. 

એફએમસીજી, હેલ્થકૅર તથા ઑટો ઇન્ડેક્સ નહીંવત્‍થી સાધારણ નરમ હતા. વેન્કીઝ ઇન્ડિયા પાંચ ટકા ઊંચકાઈ ૧૯૦૪, બ્રિટાનિયા એક ટકો પ્લસ હતા. ટેસ્ટી બાઇટ ચાર ટકા કે ૩૯૩ તૂટી ૯૨૮૨ રહ્યો છે. હેલ્થકૅરમાં દિશમાન, ન્યુરેકા, વિન્ડલાસ બાયો, મેડિકામૅન, સિક્વન્ટ સાયન્ટિફિક સાડાત્રણથી સવા ચાર ટકા મજબૂત હતા. એમઆરએફ ૩૦૩૭ રૂપિયા કે સવાત્રણ ટકા ગગડી ૮૯૧૭૪ બંધ થયો છે. હીરો મોટોકૉર્પ બે ટકા, બજાજ ઑટો તથા તાતા મોટર્સ પોણો ટકો, મારુતિ સાધારણ અને મહિન્દ્ર નામ પુરતો નરમ હતા. 

જ્વેલરીમાં નાનાં કાઉન્ટર મજબૂત, પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૨૧૯ની ખરાબી 

ગુરુવારે જેમ-જ્વેલરી સેગમેન્ટમાં ઝમક હતી. ટીબીઝેડ ત્રણ ટકા, ગોલ્ડિયમ દોઢ ટકો, રાધિકા જ્વેલ ૧૦ ટકા, સ્કાય ગોલ્ડ ૮.૯ ટકા, ઉદય જ્વેલરી સવાત્રણ ટકા, આશાપુરી ગોલ્ડ ૩.૨ ટકા, આરઓ જ્વેલ્સ પાંચેક ટકા, યુએચ ઝવેરી પાંચ ટકા, દર્શન ઑર્નામેન્ટ્સ ૩.૮ ટકા, પામ જ્વેલ ત્રણ ટકા, મિની ડાયમન્ડ્સ પાંચ ટકા, સ્ટારલીનેપ્સ પોણાચાર ટકા વધીને બંધ થયા છે. કલ્યાણ જ્વેલર્સ અઢી ટકા, પીસી જ્વેલર્સ ૫ ટકા, થંગમયિલ એક ટકો અને એશિયન સ્ટાર બે ટકા નરમ હતા. રેનેસાં અડધો ટકો સુધર્યા છે. કન્ઝ્‍યુમર ડ‌િસ્ક્ર‌િશનરી ગુડ્સ ઇન્ડેક્સ ૨૯૪માંથી ૧૩૮ શૅરના સુધારામાં ફ્લૅટ હતો. સ્ટીલ સ્ટ્ર‌િપ વ્હીલ્સ પોણાઆઠ ટકા, બિન્ની સાત ટકા, હિન્દુ. મીડિયા વેન્ચર્સ સાડાછ ટકા, કૅમ્પસ ઍક્ટિવેર ૬.૪ ટકા, બાન્કો ઇન્ડિયા પોણાછ ટકા વધ્યા છે. ટીવીએસ શ્રીચક્ર નબળા રિઝલ્ટમાં ૩૨૯૩થી ગગડી ૨૯૪૯ થઈ સવાઆઠ ટકા કે ૨૭૨ રૂપિયા બગડી ૩૦૧૩ થયો છે. પેજ ઇન્ડ ત્રણ ટકા કે ૧૨૧૯ રૂપિયા તૂટી ૩૮૧૫૦ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2023 01:56 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK