સેન્સેક્સ ગુરુવારે ગઈ કાલના ૬૫૩૯૩.૯૦ના બંધથી ૧૬૪.૯૯ પૉઇન્ટ્સ (૦.૨૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૬૫૬૬૭.૦૭ ખૂલી, ઉપરમાં ૬૬૦૬૪.૨૧ સુધી, નીચામાં ૬૫૪૫૨.૧૫ સુધી જઈ અંતે ૬૫૫૫૮.૮૯ ઉપર બંધ રહ્યો હતો,
માર્કેટ મૂડ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સ્થિર માર્જિન્સ, નવી ઉપલબ્ધ થયેલી તકો અને અમેરિકી ડૉલરની નરમાઈને પગલે વેચાણકિંમત વધારવાની ક્ષમતામાં થયેલા વધારાને પગલે આઇટી શૅરોમાં આવેલી વ્યાપક લેવાલીએ સ્થાનિક શૅરબજારના મુખ્ય ઇન્ડાઇસિસ વધ્યા હતા. સેન્સેક્સ ગુરુવારે ગઈ કાલના ૬૫૩૯૩.૯૦ના બંધથી ૧૬૪.૯૯ પૉઇન્ટ્સ (૦.૨૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૬૫૬૬૭.૦૭ ખૂલી, ઉપરમાં ૬૬૦૬૪.૨૧ સુધી, નીચામાં ૬૫૪૫૨.૧૫ સુધી જઈ અંતે ૬૫૫૫૮.૮૯ ઉપર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી-50 ઇન્ડેક્સ ૨૯.૪૫ પૉઇન્ટ્સ (૦.૧૫ ટકા) વધીને ૧૯૪૧૩.૭૫ બંધ રહ્યો હતો. આજે માર્કેટ કૅપ ૨૯૫.૭૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગઈ કાલે ૩૦૧.૬૫ લાખ કરોડ રૂપિયા હતું.
વૈશ્વિક બજારોના ટેકા અને એફઆઇઆઇની ભારે લેવાલીએ સેન્સેક્સ ૬૬૦૦૦ની સપાટીને સ્પર્શ્યો
ADVERTISEMENT
વૈશ્વિક બજારોમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. એશિયામાં જપાનનો નિક્કી ૧,૪૭ ટકા, હૉન્ગકૉન્ગનો હૅન્ગ સેન્ગ ૨.૫૩ ટકા, તાઇવાન .૫૮ ટકા, સાઉથ કોરિયાનો કૉસ્પી ૦.૬૪ ટકા, થાઇલૅન્ડનો સેટ કૉમ્પોઝિટ ૦.૧૯ ટકા, ઇન્ડોનેશિયાનો જકાર્તા કૉમ્પોઝિટ ૦.૦૩ ટકા અને ચીનનો શાંઘાઈ કૉમ્પોઝિટ ૧.૨૫ ટકા વધ્યા હતા.
યુરોપમાં પણ મુખ્ય બજારો વધ્યાં હતાં. ગુરુવારે સાંજે લંડનનો એફટીએસઈ ૦.૩૫ ટકા, ફ્રાન્સનો સીએસી ૦.૮૧ ટકા અને જર્મનીનો ડીએએક્સ ૦.૬૨ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. વૈશ્વિક શૅરબજારોમાં ઉત્સાહી વલણ રહેતાં સ્થાનિક બજારના વધારાને પણ ટેકો મળ્યો હતો.
વિવિધ શૅરો રેકૉર્ડ સપાટીએ પહોંચ્યા
સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં સત્ર દરમ્યાન તીવ્ર વૉલેટિલિટી રહી હતી. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી), મેટલ અને રિયલ્ટી ક્ષેત્રના અમુક શૅર્સ રકૉર્ડ સ્તરે પહોંચ્યા હતા. બજારના સત્રનો આરંભ તેજી ગૅપથી થયો હતો અને સત્ર દરમ્યાન સેન્સેક્સ પહેલી વખત ૬૬,૦૦૦ના સ્તરને પાર ગયો હતો. જોકે પીએસયુ બૅન્ક, ઑઇલ-ગૅસ અને પાવર ક્ષેત્રની કંપનીઓમાં સત્રના છેલ્લા કલાકે પ્રૉફિટ બુકિંગ થવાથી બેન્ચમાર્કનો વધારો મર્યાદિત બન્યો હતો.
નિફ્ટીમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઇન્ફોસિસ, એલટીઆઇ માઇન્ડ ટ્રી અને ટેક મહિન્દ્રના શૅરના ભાવ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે નિફ્ટીમાં પાવર ગ્રિડ કૉર્પોરેશન, કોલ ઇન્ડિયા, બીપીસીએલ, યુપીએલ અને મારુતિ સુઝુકીના શૅરના ભાવ સૌથી અધિક ઘટ્યા હતા.
સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૌથી અધિક વધ્યો, પાવર ઘટ્યો
સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૦.૨૧ ટકા, આઇટી ૧.૭૫ ટકા, બૅન્કેક્સ ૦.૨૧ ટકા, મેટલ ૦.૪૯ ટકા, રિયલ્ટી ૧.૦૪ ટકા અને ટેક ૧.૪૫ ટકા ટકા વધ્યા હતા, જ્યારે કૉમોડિટીઝ ૦.૩૦ ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૩૩ ટકા, એનર્જી ૧.૧૯ ટકા, એફએમસીજી ૦.૪૯ ટકા, હેલ્થકૅર ૦.૫૬ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૫ ટકા, ટેલિકમ્યુનિકેશન ૯૦.૧૮ ટકા, યુટિલિટીઝ ૨.૦૯ ટકા, ઑટો ૦.૬૪ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૫૫ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫૫ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૧.૨૦ ટકા અને પાવર ૨.૧૬ ટકા ઘટ્યા હતા.
અગ્રણી આઇટી અને ટેક શૅરો વધ્યા
એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સની ૧૩ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ ૩૦ શૅર્સમાં સૌથી અધિક વધેલા પાંચ શૅર્સમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (૨.૪૭ ટકા), ઇન્ફોસિસ (૨.૪૦ ટકા), બજાજ ફિનસર્વ (૧.૫૧ ટકા), ટેક મહિન્દ્ર (૧.૩૫ ટકા) અને આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧.૩૨ ટકા)નો સમાવેશ હતો, જ્યારે સેન્સેક્સની સૌથી અધિક ઘટેલી પાંચ સ્ક્રિપ્સ હતી - પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (૩.૬૩ ટકા) મારુતિ સુઝુકી ઇન્ડિયા (૧.૮૬ ટકા), એનટીપીસી (૧.૪૪ ટકા), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૦.૮૩ ટકા) અને હિન્દુસ્તાન યુનિલીવર (૦.૮૨ ટકા).
૨૨૨ કંપનીઓના શૅર એક વર્ષની ઊંચી સપાટીને સ્પર્શ્યા
બીએસઈમાં કુલ ૩૫૮૮ કંપનીઓમાં ટ્રેડિંગ થયું હતું. આમાંથી ૧૨૧૧ કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા. ૨૨૫૨ કંપનીઓના શૅરના ભાવ ઘટ્યા હતા અને ૫૪ કંપનીઓના શૅરના ભાવ સ્થિર રહ્યા હતા. કુલ ૨૨૨ કંપનીઓના શૅરના ભાવ બાવન સપ્તાહની નવી ટોચને સ્પર્શ્યા હતા અને ૫૪ કંપનીઓના શૅરના ભાવ બાવન સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા હતા.
વિદેશી રોકાણકાર સંસ્થાઓની નેટ લેવાલ રહી
બધાં એક્સચેન્જોમાં મળીને એફઆઇઆઇ અને એફપીઆઇની ૧૦૧૨૮.૦૬ કરોડની લેવાલી અને ૭૮૯૦.૧૩ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ એફઆઇઆઇની ૨૨૩૭.૯૩ કરોડ રૂપિયાની ચોખ્ખી લેવાલી રહી હતી. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓની ૧૧૯૬.૬૮ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.