શુક્રવારે પણ ઇન્ટ્રા-ડે ચાર્ટ મુજબ નબળાઈ જણાતાં સરખું શૉર્ટ સેલ થયું હોય એમ જણાય છે.
ચાર્ટ મસાલા
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૯,૩૦૨.૫૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૩૭.૨૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૯,૩૯૮.૫૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૫૬૧.૮૯ પૉઇન્ટના નેટ સુધારે ૬૫,૨૮૦.૪૫ બંધ રહ્યો. ઉપરમાં ૬૫,૯૦૦ ઉપર ૬૬,૦૦૦, ૬૬,૪૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૫,૦૪૦, ૬૪,૮૦૦ નીચે નબળાઈ સમજવી. બજાર ગણતરીના દિવસોમાં સારું એવું વધી ગયું છે.
બજાર ઉપલા ગૅપથી ખૂલે તો સમજ્યા વગર લેવું નહીં અને નીચલા ગૅપથી ખૂલે તો સમજ્યા વગર વેચવું નહીં. શુક્રવારે પણ ઇન્ટ્રા-ડે ચાર્ટ મુજબ નબળાઈ જણાતાં સરખું શૉર્ટ સેલ થયું હોય એમ જણાય છે. મંદી કરનારા સપડાઈ શકે છે. બજાર હાઇલી ઓવરબૉટ પોઝિશનમાં છે, પણ કોઈ લેવલ તૂટ્યું નથી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (બ્રેક અવે ગૅપમાં એક નિયમ એવો છે કે આ ગૅપ વખતે જેટલું વૉલ્યુમ વધારે એટલી જ ગૅપ પુરાવાની શક્યતા ઓછી. તેજીતરફી બ્રેકઆઉટ વખતે અમુક વખત ભાવો ગૅપના ઉપરના છેડા સુધી આવે અને ગૅપનો થોડોક ભાગ પૂરે, પરંતુ પૂરો ગૅપ મોટે ભાગે પુરાતો નથી. હકીકતમાં ગૅપ પુરાયા પછી ભાવો ગૅપ એરિયાની નીચે જાય, આ ગૅપને મહત્ત્વ આપવું જોઈએ નહીં. તેજીતરફી ગૅપ ઘટાડા વખતે સપોર્ટ લેવલ અને મંદીતરફી ગૅપ ઉછાળા વખતે રેઝિસ્ટન્ટ લેવલનું કામ કરે છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૯,૨૦૧.૮૭ છે, જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ટેક મહેન્દ્ર (૧૧૫૬.૦૦) : ૧૦૬૦.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૬૩ અને ૧૧૮૫ ઉપર ૧૨૦૦, ૧૨૨૫, ૧૨૩૯, ૧૨૭૬, ૧૩૧૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૫૦ નીચે ૧૧૩૭, ૧૧૨૭ સપોર્ટ ગણાય.
કૅનેરા બૅન્ક (૩૩૩.૭૦) : ૨૫૮.૫૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૭ ઉપર ૩૪૧, ૩૬૩, ૩૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૨૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૫,૦૨૯.૬૦) : ૪૩,૩૧૩.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫,૭૪૮ ઉપર ૪૫ ૯૪૦, ૪૬,૨૮૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૪,૮૯૩, ૪૪,૮૦૦ નીચે નબળાઈ સમજવી.
નિફ્ટી ફ્યુચર (૧૯,૩૯૮.૫૦)
૧૮,૦૮૪.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯,૫૬૮ ઉપર ૧૯,૬૦૦, ૧૯,૬૬૫, ૧૯,૭૩૦, ૧૯,૮૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૯,૨૭૦ નીચે નબળાઈ સમજવી. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
પંજાબ નૅશનલ બૅન્ક (૬૦.૪૦)
૪૭.૩૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧.૨૫ ઉપર ૬૫, ૭૦, ૭૪, ૭૯, ૮૧ સુધીની શક્યતા જોવા મળશે. ૮૧ ઉપર ૮૪, ૮૯, ૯૩, ૯૭ તરફ આગળ વધશે. ૯૭ કુદાવશે તો ૧૦૧, ૧૧૩, ૧૨૬, ૧૩૮, ૧૫૦ સુધી લાંબા ગાળે આવી શકશે. નીચામાં ૫૫ સપોર્ટ ગણાય. લે-વેચ કરતાં રહેવું. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.
યુકો બૅન્ક (૨૮.૮૦)
૨૫.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯.૫૦ ઉપર ૩૧.૬૦, ૩૩.૭૫, ૩૮.૧૫ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર ૪૦, ૪૭ સુધીની શક્યતા જોવા મળશે. લાંબા ગાળે ૫૯, ૬૫, ૭૧ સુધી આવી શકશે. નીચામાં ૨૭ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, કે હાથ આખેઆખો બળે એમ પણ બને. - મનોજ ખંડેરિયા