Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સળંગ છ દિવસના સુધારા સાથે બજાર નામ પૂરતું પ્લસમાં, રિયલ્ટી ઇન્ડેક્સ સવાચાર ટકાની તેજીમાં

સળંગ છ દિવસના સુધારા સાથે બજાર નામ પૂરતું પ્લસમાં, રિયલ્ટી ઇન્ડેક્સ સવાચાર ટકાની તેજીમાં

Published : 11 April, 2023 12:36 PM | IST | Mumbai
Anil Patel

રિયલ્ટીના દસેદસ શૅર વધ્યા તો પીએસયુ બૅન્ક નિફ્ટીના તમામ શૅર ઘટ્યા : વારિ રિન્યુએબલ નવી ટોચે જઈ નવ ટકાની તેજીમાં બંધ : માર્કેટ બ્રેડ્થ મજબૂત

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગોલ્ડમૅન સાક્સ તાતા મોટર્સ ઉપર ફિદા, મારુતિથી માયૂસ : અદાણીના દસેદસ શૅર પૉઝિટિવ ઝોનમાં, રિલાયન્સની પાંખા વૉલ્યુમે પીછેહઠ : લાર્સન અને સીમેન્સની સાથે-સાથે કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક પણ નવા શિખરે : ઇન્ફોસિસનાં નવા વર્ષનાં ગાઇડન્સિસ નીચાં આવે એવી ધારણા : રિયલ્ટીના દસેદસ શૅર વધ્યા તો પીએસયુ બૅન્ક નિફ્ટીના તમામ શૅર ઘટ્યા : વારિ રિન્યુએબલ નવી ટોચે જઈ નવ ટકાની તેજીમાં બંધ : માર્કેટ બ્રેડ્થ મજબૂત


અમેરિકન જૉબડેટા અપેક્ષા કરતાં સહેજ નબળા આવ્યા છે. હવે બુધવારે ફુગાવાનો ફિગર કેવો આવે છે એના ઉપર નજર છે. આના આધારે બીજી અને ત્રીજી મેના રોજ મળનારી અમેરિકન ફેડની બેઠકનાં પરિણામનો તખતો ગોઠવાશે. હાલ તો ફેડરેટમાં નવા ૦.૨૫ ટકાના વધારાનો ૬૬ ટકા ચાન્સ મુકાય છે. હૉન્ગકૉન્ગ તથા યુરોપિયન બજારો ઇસ્ટરની રજામાં હતાં. થાઇલૅન્ડ એક ટકો, સાઉથ કોરિયા પોણો ટકો, જૅપનીઝ નિક્કી અડધા ટકા નજીક સોમવારે બંધ રહ્યા છે. સિંગાપોર સહેજ નરમ હતું. પ્રાઇવેટ વેધર ફોરકાસ્ટર સ્કાયમેટ તરફથી આ વર્ષે ભારતમાં ચોમાસું બિલો-નૉર્મલ એટલે કે થોડુંક નબળું રહેવાનો વરતારો કરવામાં આવ્યો છે. જુલાઈથી ઑગસ્ટ દરમ્યાન ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ખાતે વરસાદની ખાધ જોવાશે. બ્રૅન્ટક્રૂડ ૮૫ ડૉલરની ઉપર મક્કમ છે. સેન્સેક્સ ફ્લૅટ ખૂલી ૧૩ પૉઇન્ટની આગેકૂચમાં ૫૯,૮૪૬ બંધ આવ્યો છે. આ સળંગ છઠ્ઠા દિવસનો સુધારો છે. બજાર નીચામાં ૫૯,૭૭૬ અને ઉપરમાં ૬૦,૧૦૯ થયું હતું. નિફ્ટી ૨૫ પૉઇન્ટ વધી ૧૭,૬૨૪ રહ્યો છે. બહુમતી ઇન્ડાઇસિસ વધ્યા છે. માર્ચ ક્વૉર્ટરમાં શોભા, ગોદરેજ પ્રૉપર્ટીઝ, અજમેરા રિયલ્ટી, મેક્રોટેક, ઑબેરૉય રિયલ્ટી, ડીએફએફ સહિત સંખ્યાબંધ રિયલ્ટી ડેવલપર્સના વેચાણના પ્રોવિઝનલ આંકડા જોરદાર આવતાં રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરની મજબૂતીમાં ૪.૨ ટકા ઊછળ્યો છે. નિફ્ટી ઑટો અને નિફ્ટી મેટલ બેન્ચમાર્ક પોણાથી સવા ટકા જેવા પ્લસ હતા. પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ દોઢેક ટકાની આસપાસ તો એનર્જી ઇન્ડેક્સ ૦.૬ ટકા અપ હતો. માર્કેટ બ્રેડ્થ મજબૂત હતી. એનએસઈમાં ૧૦૯૯ શૅર પ્લસ તો ૯૮૮ જાતો ઘટી છે. સેન્સેક્સના ૧૩ પૉઇન્ટ સામે નિફ્ટી ૨૫ પૉઇન્ટ વધ્યો છે. આવું બહુ ઓછું જોવા મળે છે. બજાર હવે થાકોડો ખાશે, સુધારાની ચાલ અટકશે એમ જણાય છે. 



તાતા મોટર્સને બુલિશ વ્યુ ફળ્યો, લાર્સન નવી સર્વોચ્ચ સપાટીએ 


સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર વધ્યા છે. જૅગ્વાર લૅન્ડ રોવરના વેચાણના આંકડા સારા આવતાં ગોલ્ડમૅન સાક્સ તરફથી તાતા મોટર્સમાં ૫૪૪ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયની ભલામણ આવી છે. નોમુરાએ પણ ૫૦૮ના ટાર્ગેટ સાથે બુલિશ વ્યુ આપ્યો છે. શૅર ૪૭૩ની ૨૦૨૨ની ૧લી સપ્ટેમ્બર પછીની ટૉપ બતાવી ૫.૪ ટકાની તેજીમાં ૪૬૧ બંધ થયો છે. કામકાજ સાડાછ ગણું હતું. તાતા મોટર્સનો ડીવીઆર પણ ૫.૭ ટકા ઊછળી ૨૨૯ થયો છે. પાવરગ્રીડ ૧.૭ ટકા પ્લસ હતો. લાર્સન દોઢા વૉલ્યુમે ૨૩૨૦ નજીક નવી લાઇફટાઇમ હાઈ બતાવી દોઢ ટકાની મજબૂતીમાં ૨૩૦૯ દેખાયો છે. એનટીપીસી ૧.૪ ટકા, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, ટાઇટન સવા ટકો, વિપ્રો પોણાબે ટકા, મહિન્દ્ર દોઢ ટકો પ્લસ હતા. નિફટી ખાતે ઓએનજીસી ૪.૪ જમ્પમાં ૧૫૭ થયો છે. ગ્રાસિમ અઢી ટકા, હિન્દાલ્કો દોઢ ટકા, યુપીએલ ૧.૬ ટકા પ્લસ હતા. રિલાયન્સ સરેરાશ કરતાં ૪૦ ટકાના કામકાજે ઉપરમાં ૨૩૫૦ વટાવ્યા બાદ નીચામાં ૨૩૨૨ થઈ પોણો ટકો ઘટી ૨૩૨૪ હતો. બજાજ ફાઇ. ૧.૮ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૪ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૨ ટકા માઇનસ હતા. 

અદાણી ગ્રુપના ૧૦માંથી ૧૦ શૅર વધ્યા છે. અદાણી એન્ટર અઢી ટકા વધીને ૧૭૯૭ થયો છે. અદાણી પોર્ટ્સ દોઢ ટકા, અદાણી પાવર એક ટકા, એસીસી ૧.૬ ટકા પ્લસ હતા. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન અને અદાણી ટોટલમાં પાંચ-પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગેલી હતી. અદાણી વિલ્મર ૪૧૦ નજીક ફ્લૅટ, અંબુજા સિમેન્ટ નહીંવત્ વધીને ૩૮૪ તથા એનડીટીવી નજીવો વધી ૧૯૫ બંધ હતા. મૉનાર્ક નેટવર્થ અઢી ટકાની આગેકૂચમાં ૨૦૯ થયો છે. ​ક્વિન્ટ ડિજિટલ ચારેક ટકા ગગડી ૧૨૩ હતો. 


એ-ગ્રુપ ખાતે એવરેસ્ટ કાન્ટો ૧૬ ટકાની તેજીમાં ૧૦૭ થયો છે. રોસારી બાયો ૧૯ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ નવ ટકા, કોલ્ટે-પાટીલ પાંચ ટકા, કેમપ્લાસ્ટ સન્માર સાત ટકા મજબૂત હતા. વકરાંગી ૯.૪ ટકા તૂટી ટૉપ લૂઝર રહ્યો છે. ડીબી રિયલ્ટમાં મંદીની પાંચ ટકાની સર્કિટ લાગી હતી. રોકડામાં એકેઆઇ ઇન્ડિયા, આરતી સર્ફેક્ટન્ટસ, ક્રેબ્સ બાયો, સુંદરમ બ્રેકલાઇનિંગ, આરતી સર્ફેક્ટન્ટસનો પાર્ટ પેઇડ ૨૦ ટકાની તેજીમાં હતા. રેલિકૅબ કેબલ ૨૦ ટકાની નીચલી સર્કિટે ૬૯ થયો છે. કૉસ્ટલ કૉર્પો બે ટકા ઘટી ૧૯૨ અંદર ગયો છે, પણ એનો પાર્ટપેઇડ તેર ટકાના કડાકામાં ૧૨૧ હતો. 

આઇટીમાં સુધારાનું વલણ ઑનવર્ડ ડબલ ડિજિટની તેજીમાં 

આ વખતે આઇટી કંપનીઓનાં પરિણામ એકંદર સાધારણ કે ઝમકવિહોણાં રહેવાની ગણતરી છે. ટીસીએસ બુધવારે પરિણામ આપશે, જેમાં રેવન્યુ ગ્રોથ ૧૭ ટકાનો અને નેટ પ્રૉફિટમાં ૧૪.૭ ટકાની વૃદ્ધિ અપેક્ષિત છે. વળતા દિવસે, ગુરુવારે ઇન્ફોસિસ આવકમાં ૨૦ ટકા અને નેટ પ્રૉફિટમાં ૧૨ ટકાના વધારા સાથે ચાલુ વર્ષ માટે નબળું કે ડાઉન વર્ડ ગાઇડ​ન્સિસ આપે એવી ધારણા છે. વિપ્રો અને ટેક મહિન્દ્ર ૨૭ એપ્રિલે તો એચસીએલ ટેક્નૉ. ૨૦મીએ પરિણામ આપશે. લાટિમ અર્થાત્ લાર્સન માઇન્ડટ્રીનાં રિઝલ્ટ ૨૭મીએ છે. 

આ પણ વાંચો : નેશનલ સ્ટૉક એક્સચેન્જે રોકાણકારોને આપી ચેતવણી, આ પ્રકારના ફ્રોડથી રહો સાવધાન

ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૪ શૅરના સુધારા સાથે પોણો ટકો પ્લસ હતો. ઑનવર્ડ ટેક્નૉ. ૧૦.૫ ટકા ઊછળી ૩૩૫ થયો છે. રામકો સિસ્ટમ્સ ૫.૩ ટકા વધી ૨૨૬ હતો. વકરાંગી ૯.૪ ટકા, બ્રાઇટકૉમ પાંચ ટકા, એક્સેલ્યા ૪.૧ ટકા ગગડ્યા છે. ટીસીએસ સવા ટકા, ઇન્પી સાધારણ, વિપ્રો ૧.૮ ટકા, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા એચસીએલ ટેક્નૉ એક ટકો પ્લસ હતા. ટેલિકૉમ સ્પેસમાં તાતા ટેલિ, ઑ​પ્ટિમસ, વિન્દય ટેલિ, એમટીએનએલ અઢીથી પાંચ ટકા ડાઉન હતા. ભારતી ઍરટેલ અડધો ટકો વધીને ૭૬૯ હતો. વોડાફોન પોણાબે ટકા ઘટ્યો છે. આઇટીનો ચલણી જાતોના ટેકા સાથે જસ્ટ ડાયલ ૧.૭ ટકા, પીવીઆર ૧.૪ ટકા, સનટીવી અડધો ટકો પ્લસમાં આપી ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પોણો ટકા વધ્યો છે. તાતા એલેક્સી પોણાત્રણ ટકા કે ૧૬૪ રૂપિયા ઊંચકાઈને ૬૨૨૬ થયો છે. ઝી એન્ટર તથા ટીવી ૧૮ અડધાથી પોણો ટકો નરમ હતા. 

મારુતિમાં ગોલ્ડમૅન બેરિશ, અતુલ ઑટો સતત નવી ટોચે 

તાતા મટોર્સની આગેવાની હેઠળ બીએસઈનો ઑટો બેન્ચમાર્ક ૧૬માંથી ૧૧ શૅરના સથવારે ૩૫૩ પૉઇન્ટ કે સવા ટકો વધ્યો છે. તાતા મોટર્સ ૫.૪ ટકા, મહિન્દ્ર દોઢ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૩ ટકા, અશોક લેલૅન્ડ સવા ટકો, બજાજ ઑટો ૦.૭ ટકા, ટીવીએસ મોટર્સ અડધો ટકો અપ હતા. ગોલ્ડમૅન સાક્સ દ્વારા મારુતિમાં ટાર્ગેટ-પ્રાઇસ ૨૦ ટકા ઘટાડીને ૮૮૦૦ કરાઈ છે. શૅર ગઈ કાલે સહેજ વધીને ૮૫૩૪ હતો. અતુલ ઑટો તેજીની ચાલ જાળવી રાખતાં ૪૨૨ની નવી ટૉપ બનાવી એક ટકા વધી ૪૧૨ હતો. ફોર્સ મોટર્સ એક ટકા પ્લસ તો એસએમએલ ઇસુઝુ સવા ટકો નરમ બંધ થયા છે. 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૫૮૪૧ની નવી વિક્રમી સપાટી બતાવી પોણો ટકો કે ૨૯૫ પૉઇન્ટની આગેકૂચમાં ૩૫,૭૬૨ હતો, જેમાં લાર્સનનું પ્રદાન ૨૫૮ પૉઇન્ટ હતું. આ શૅર દોઢ ટકા વધી ૨૨૦૯ બંધ થયો છે. લક્ષ્મી મશીન્સ ૧.૮ ટકા, પૉલિકૅબ બે ટકા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૧.૮ ટકા, પૉલિકૅબ બે ટકા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૧.૮ ટકા પ્લસ હતા. સીમેન્સ ૩૪૦૦ના નવા શિખરે જઈ પોણો ટકો વધી ૩૩૮૧ હતો. 

રિયલ્ટી ઇન્ડેક્સ ૪.૨ ટકા ઊંચકાયો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝ ઉપરમાં ૧૨૩૬ થઈ નવ ટકા ઊછળી ૧૨૨૭ હતો. પ્રેસ્ટિજ એસ્ટેટ ૬.૭ ટકા, ડીએલએફ ૫.૯ ટકા, શોભા ત્રણ ટકા, મેક્રોટેક ડેવલપર્સ અઢી ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૧.૮ ટકા વધ્યા છે. અન્યમાં મોદીઝ નવ નિર્માણ, મૅરથૉન, સુરતવાલા બિઝનેસ ગ્રુપ, ઠક્કર ડેવલપર્સ, ગણેશ હાઉસિંગ, અઝમેરા રિયલ્ટી, પૂર્વાન્કારા છથી દસ ટકા મજબૂત હતા. 

બૅ​ન્કિંગ ફાઇનૅન્સમાં નરમાઈ, એલઆઇસી ૫૫૦ ઉપર યથાવત્ 

બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૯ શૅરની નબળાઈમાં ૨૦૬ પૉઇન્ટ કે અડધો ટકો ઘટી ૪૦,૮૩૫ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની બુરાઈમાં અડધા ટકાથી વધુ કટ થયો છે. બૅ​ન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૭ શૅર પ્લસ હતા. ફિનો પેમેન્ટ બૅન્ક અને આરબીએલ બૅન્ક ફ્લૅટ રહ્યો છે. ઇક્વિટાસ બૅન્ક સર્વાધિક ૧.૪ ટકા સુધર્યો છે. સામે યુકો બૅન્ક સૌથી વધુ એવો સવાબે ટકા ડાઉન હતો. આઇઓબી, બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, ડીસીબી બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, યસ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક સવાથી પોણાબે ટકા માઇનસ હતી. એચડીએફસી બૅન્ક અડધો ટકો, ઍક્સિસ બૅન્ક પોણો ટકો, આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકાની નજીક, સ્ટેટ બૅન્ક સાધારણ અને કૉટક બૅન્ક નહીંવત્ નરમ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૯ શૅરના ઘટાડે ૦.૪ ટકા જેવો સાધારણ નરમ હતો, પણ રેપ્કો હોમ, બીએફ ઇન્વેસ્ટમેન્ટ, પાવર ફાઇનૅન્સ, એન્જલવન, વીએલએસ ફાઇ. મેક્સ વેન્ચર્સ ત્રણથી પોણાછ ટકા વધ્યા છે. એલઆઇસી નજીવા ઘટાડે ૫૫૦ની અંદર ગયો છે. પેટીએમ દોઢેક ટકો પ્લસ તો પૉલિસી બાઝાર અડધો ટકો માઇનસ થયો છે. 

પાવર-યુટિલિટી તથા એનર્જી શૅરોમાં અદાણી ગ્રુપ સિવાય અન્યમાં પાવર ગ્રીડ, ઓએનજીસી, કૉન્ફિડન્સ પેટ્રો, ઑઇલ ઇન્ડિયા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, એનટીપીસી સવાથી સવાચાર ટકા મજબૂત હતા. વારિ રિન્યુએબલ ૮૯૭ની નવી ટોચે જઈ ૮.૯ ટકા ઊછળી ૮૯૦ થયો છે. રિલાયન્સ ઇન્ફ્રા ત્રણ ટકા, જિંદાલ ડ્રિલિંગ પાંચ ટકા, પેટ્રોનેટ સવાત્રણ ટકા, દીપ ઇન્ડ. ત્રણ ટકા નરમ હતા. 

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 12:36 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK