Share Market Crash: બન્ને સૂચકાંકો સિવાય બૅન્ક નિફ્ટી 849 પોઈન્ટ ઘટીને 52984 પર બંધ રહ્યો હતો. સ્મોલ કેપથી લઈને લાર્જ કેપ શૅર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા થોડા સમયથી શૅર માર્કેટ સારો એવો ઉછાળ જોવા મળી રહ્યો હતો. જોકે આજે માર્કેટ બંધ થતાં પહેલા ક્રેશ થતાં લોકોને મોટું નુકસાન થયું છે. શરૂઆતી કારોબારથી આજે શૅર બજારમાં (Share Market Crash) જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થાય ત્યાં સુધીમાં સેન્સેક્સ 1272 પોઈન્ટ એટલે અંદાજે 1.49 ટકાથી ઘટીને 84,299ના સ્તરે બંધ થયું હતું. જ્યારે 50 શૅરવાળો નિફ્ટી 356 પોઈન્ટ્સ એટલે અંદાજે 1.36 ટકાથી વધુ ઘટીને 25,822.25 પોઈન્ટ આવી પહોંચ્યો હતો. બન્ને સૂચકાંકો સિવાય બૅન્ક નિફ્ટી 849 પોઈન્ટ ઘટીને 52984 પર બંધ રહ્યો હતો. સ્મોલ કેપથી લઈને લાર્જ કેપ શૅર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સના (Share Market Crash) ટોચના 30 શૅરોમાંથી 25 શૅરો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે પાંચ શૅરો લીલા નિશાન પર બંધ થયા હતા. AXIS બૅન્કના શૅરમાં સૌથી વધુ 3.15 ટકાનો ઘટાડો થયો હતો, જે રૂ. 1232 પર હતો. આ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શૅર 3 ટકાથી વધુ ઘટ્યા અને તે પ્રતિ શૅર 2957.95 રૂપિયા પર બંધ થયા. આ સિવાય HDFC બૅન્ક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ICICI બેંક અને બજાજ ફાઇનાન્સના શૅરમાં ઘટાડો થયો હતો.
ADVERTISEMENT
લાર્જ કેપ સ્ટૉક મેક્રોટેક ડેવ્સના શૅરમાં પાંચ ટકાનો ઘટાડો (Share Market Crash) આ પછી, અદાણી ગ્રીન એનર્જીનો શૅર ચાર ટકા અને હીરોમોટોકોર્પનો શૅર 4.11 ટકા ઘટ્યો હતો. સ્મોલ કેપ શૅરો સ્ટારલિંક શૅર પાંચ ટકા ઘટ્યા, આધાર હાઉસિંગ ફાઇનાન્સ શૅર 3.91 ટકા, RITES શૅર 3.68 ટકા અને IIFL ફાઇનાન્સ શૅર 3.11 ટકા ઘટ્યા. મિડકેપ સ્ટૉક- ભારતી હેક્સાકોમના શૅરમાં ચાર ટકાનો ઘટાડો, ઈન્ડિયા હોટેલ કોર્પોરેશનના શૅરમાં 3.60 ટકા, ઓરોબિંદો ફાર્માના શૅરમાં 3.35 ટકાનો ઘટાડો થયો.
શૅરબજારમાં આજે ભારે ઘટાડા વચ્ચે BSE સેન્સેક્સનું માર્કેટ કેપ રૂ. 3.60 લાખ ઘટીને રૂ. 4,74,32,594 કરોડ થયું હતું. જ્યારે એક દિવસ પહેલા સેન્સેક્સનું માર્કેટ (Share Market Crash) કેપ રૂ. 4,77,93,022.68 કરોડ હતું. એટલે કે આજે રોકાણકારોના વેલ્યુએશનમાં રૂ. 3.60 લાખનો ઘટાડો થયો છે. નેશનલ સ્ટૉક એક્સચેન્જમાં આજે 125 શૅર ઉપલી સર્કિટને સ્પર્શ્યા હતા જ્યારે 108 શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી. આ સિવાય 160 શૅર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. જ્યારે 72 શૅર 52 સપ્તાહની નીચી સપાટીએ હતા. જ્યારે કુલ 2,888 શૅરોમાંથી 1,692 શૅર ઘટ્યા હતા અને 1,123 શૅર વધ્યા હતા અને 73 શૅર યથાવત દેખાયા હતા. તેમ જ એક મીડિયા રિપોર્ટ મુજબ આજે શેરબજારમાં આવેલા આ ભૂકંપને કારણે રોકાણકારોના લગભગ રૂ. 3.55 લાખ કરોડ જેટલા ફૂંકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.