Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આઇટી ટેક્નૉલૉજી શૅરોમાં સાર્વત્રિક ઉછાળા સાથે બજાર નવા સર્વોચ્ચ શિખરની સાથે ૬૬ ઉપર બંધ

આઇટી ટેક્નૉલૉજી શૅરોમાં સાર્વત્રિક ઉછાળા સાથે બજાર નવા સર્વોચ્ચ શિખરની સાથે ૬૬ ઉપર બંધ

Published : 15 July, 2023 12:51 PM | IST | Mumbai
Anil Patel

ઉત્કર્ષ સ્મૉલ ફાઇ. બૅન્કનો ૫૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ ૧૧૧ ગણા મારફાડ રિસ્પૉન્સ સાથે પૂરો થયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૬ જેવું : ઍપ્ટેક એક્સ બોનસમાં પોણાછ ટકા વધીને બંધ, ૬૩ મૂન્સ સવા વર્ષની ટૉપ બતાવી પાછો પડ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સેન્સેક્સના ૫૦૨ પૉઇન્ટની આગેકૂચમાં પાંચ આઇટી શૅરનું પ્રદાન : ૪૨૪ પૉઇન્ટનું આઇટી ઇન્ડેક્સ હજારી જમ્પ સાથે નવી ટોચે : સેન્સેક્સ નિફ્ટી ખાતે વધનારા ટોચના પાંચેપાંચ શૅર આઇટી સેક્ટરના : ગ્રે માર્કેટમાં ૧૦૦ પ્લસના પ્રીમિયમ સામે સેન્કો ગોલ્ડમાં ૮૮ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો, આલ્ફાલૉજિક ઇન્ડ. લગભગ ભાવોભાવ ગયો : ઉત્કર્ષ સ્મૉલ ફાઇ. બૅન્કનો ૫૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ ૧૧૧ ગણા મારફાડ રિસ્પૉન્સ સાથે પૂરો થયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૬ જેવું : ઍપ્ટેક એક્સ બોનસમાં પોણાછ ટકા વધીને બંધ, ૬૩ મૂન્સ સવા વર્ષની ટૉપ બતાવી પાછો પડ્યો


જૅપનીઝ ​નિક્કીની નામ પૂરતી નબળાઈ બાદ કરતાં શુક્રવારે તમામ અગ્રણી એશિયન બજારો સુધારામાં હતાં. થાઇલૅન્ડ દોઢ ટકાથી વધુ, સાઉથ કોરિયા ૧.૪ ટકા, તાઇવાન સવા ટકો, ઇન્ડોનેશિયા ૦.૯ ટકા, સિંગાપોર તથા હૉન્ગકૉન્ગ સાધારણ તો ચાઇના નહીંવત્ પ્લસ થયું છે. યુરોપ રનિંગમાં અતિ સાંકડી વધઘટે અથડાયેલું હતું. ઘરઆંગણે સેન્સેક્સ બૅક-ટુ-બૅક ઑલટાઇમ હાઈનો ટ્રેન્ડ આગળ ધપાવતાં ૬૬,૧૬૦ થઈ ૫૦૨ પૉઇન્ટ વધી ૬૬,૦૬૧ નજીકના બેસ્ટ લેવલે બંધ થયો છે. નિફ્ટી ૧૯,૫૯૫ થયા બાદ ૧૫૧ પૉઇન્ટની મજબૂતીમાં ૧૯,૫૬૪ની વિક્રમી સપાટીએ જોવાયો છે. બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં હતું. સેન્સેક્સ નિફ્ટીની સાથે-સાથે આઇટી બેન્ચમાર્ક ૩૧,૩૬૫ની વર્ષની ટોચ બનાવી ૪.૩ ટકા કે ૧૨૮૯ પૉઇન્ટની તેજીમાં ૩૧,૨૯૬ બંધ આવ્યો છે. એની પાછળ ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ પણ ૫૦૫ પૉઇન્ટ કે ૩.૭ ટકા ઊંચકાયો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૧ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા, રિયલ્ટી બેન્ચમાર્ક સવા ટકો, એફએમસીજી આંક પોણો ટકો અપ હતા. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ચાર ટકા વધ્યો છે. નિફ્ટી ખાતે તમામ સેક્ટોરલ પ્લસ હતા. મિડ કૅપ ઇન્ડેક્સ એક ટકા તો સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૧.૧ ટકા મજબૂતી હતો. બ્રૉડર માર્કેટ નવા શિખરે જઈ ૦.૮ ટકા વધ્યું છે. બીએસઈ ખાતે પાવર-યુટિલિટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના નહીંવત્ ઘટાડાને બાદ કરતાં તમામ ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં હતા. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૧૪૨૩ જાતો વધી છે. સામે ૬૧૭ શૅર નરમ હતા. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧.૨ ટકા કે ૭૮૦ પૉઇન્ટ વધીને તથા  નિફ્ટી સવા ટકો કે ૨૩૩ પૉઇન્ટની આગેકૂચમાં નવી સર્વોચ્ચ સપાટીએ બંધ થયા છે. 
મેઇન બોર્ડમાં ૧૦ના શૅરદીઠ ૩૧૭ની ઇશ્યુ પ્રાઇસ વાળો સેન્કો ગોલ્ડ ૪૩૧ ખૂલી ઉપરમાં ૪૪૪ તથા નીચામાં ૪૦૧ થઈ ૪૦૫ બંધ થતાં અહીં ૨૭.૭ ટકા કે શૅરદીઠ ૮૮ રૂપિયાનો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. એનએસઈ ખાતે ભાવ ૪૦૫ની ઉપર બંધ રહ્યો હતો. આલ્ફાલૉજિક ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૯૬ ખૂલી ઉપરમાં ૯૮ વટાવી છેલ્લે ૯૬ ઉપર બંધ થતાં અહીં શૅરદીઠ વીસ પૈસા જેવું નામજોગ રિટર્ન મળ્યું છે. ૧૦ના શૅરદીઠ પચીસના ભાવવાળો ૫૦૦ કરોડ રૂપિયાનો ઉત્કર્ષ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કનો મેઇન બોર્ડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૧૧૦.૮ ગણા રિસ્પૉન્સ સાથે પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૬ આસપાસ ચાલે છે. ૧૦ના શૅરદીઠ ૬૭મા ભાવનો સર્વિસ કૅરનો ૨૦૬૮ લાખનો એસએમઈ આઇપીઓ પ્રથમ દિવસે ૬૨ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૯ જેવું છે. 



ટીસીએસ અને લાટિમમાં સેંકડા બદલાયા, પતંજલિ ઉપલી સ​ર્કિટે 


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૪ શૅર વધ્યા હતા. બન્ને બજાર ખાતે વધેલા શૅરમાંથી ટોચની પાંચેપાંચે જાતો આઇટી સેક્ટરની હતી. ટીસીએસ પાંચ ગણા કામકાજે ૫.૧ ટકા કે ૧૭૧ રૂપિયાના ઉછાળે ૩૫૧૨ તથા ઇન્ફી અઢી ગણા વૉલ્યુમે ૪.૪ ટકાના જમ્પમાં ૧૪૨૫ બંધ થતાં બજારને સીધો ૩૪૨ પૉઇન્ટનો લાભ થયો છે. ટેક મહિન્દ્ર સાડાચાર ટકા, એચસીએલ ટેક્નૉ ૩.૮ ટકા અને વિપ્રો ૨.૭ ટકા મજબૂત હતા. નિફ્ટી ખાતે લાટિમ ૨૦૦ રૂપિયા કે ૪.૧ ટકા ઊછળી ૫૦૯૩ વટાવી ગયો હતો. આઇશર ૨.૮ ટકા, હિન્દાલ્કો ૨.૭ ટકા, હીરો મોટોકૉર્પ અને તાતા સ્ટીલ બબ્બે ટકા, તાતા કન્ઝ્યુ. ૧.૭ ટકા, ડિવીઝ લૅબ દોઢ ટકા, નેસ્લે ૧.૪ ટકા પ્લસ હતા. સામે એચડીએફસી લાઇફ ૧.૬ ટકા, મહિન્દ્ર સવા ટકો, પાવર ગ્રીડ સવા ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ તથા ટાઇટન એકાદ ટકો નરમ હતા. મારુતિ સુઝુકી અડધો ટકો કટ થયો છે. 
રિલાયન્સ સવાચાર રૂપિયાના મામૂલી ઘટાડામાં ૨૭૩૯ નીચે ગયો છે. અદાણી એન્ટર અડધો ટકો, અદાણી પોર્ટ્સ સવા ટકો, અદાણી પાવર ૧.૯ ટકા, અદાણી ગ્રીન પોણાબે ટકા, અદાણી ટોટલ અડધો ટકો, એનડીટીવી ૧.૩ ટકા તથા એસીસી નહીંવત્ વધ્યો છે. અદાણી ટ્રાન્સ અડધો ટકો તથા અદાણી વિલ્મર અને અંબુજા સિમેન્ટ્સ નામજોગ નરમ હતા. અગલબચ્ચુ મોનાર્ક ઉપરમાં ૨૯૪ વટાવી સવાબે ટકા વધીને ૨૮૮ નજીક ગયું છે. ​ક્વિન્ટ ડિજિટલ પોણો ટકો સુધરી ૧૫૪ જેવો રહ્યો છે. પતંજલિ ફૂડ્સ તરફથી ઓવર સબ​સ્ક્રિપ્શનનો સંપૂર્ણપણે અસ્વીકાર થતાં શૅર બમણા વૉલ્યુમે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૨૫ બંધ આવ્યો છે. 

આઇટી, ટેલિકૉમ તથા ટેક્નૉલૉજી શૅરોમાં ઑલરાઉન્ડ તેજી જોવાઈ


શુક્રવાર આઇટી ટેલિકૉમ તથા ટેક્નૉલૉજી શૅરોમાં ઑલરાઉન્ડ તેજીનો હતો. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૯ શૅરની મજબૂતીમાં ૪.૩ ટકા કે ૧૨૮૯ પૉઇન્ટ ઊછળ્યો છે. સેન્સેક્સના ૫૦૨ પૉઇન્ટના વધારામાં ૪૨૪ પૉઇન્ટનો ફાળો ટીસીએસ, ઇન્ફી, ટેક મહિન્દ્ર, એચસીએલ ટેક્નૉ તથા વિપ્રો જેવા પાંચ શૅરનો હતો. સુબેક્સ ૨૦ ટકાના ઉછાળે ૩૪ બંધ આપી એ-ગ્રુપ ખાતે ટૉપ-ગેઇનર બન્યો છે. આ ઉપરાંત અન્ય સાઇડ કાઉન્ટર્સમાં મૉ​સ્ચિપ સવા૧૪ ટકા, માસ્ટેક સાડાનવ ટકા, એમ્ફાસિસ ૭.૬ ટકા, ન્યુ​ક્લિયસ ૭.૪ ટકા, સાસ્કેન ૬.૮ ટકા, એક્સ​પ્લિયો સોલ્યુશન્સ ૬.૭ ટકા, મૅપ માય ઇન્ડિયા ૬.૬ ટકા, સોનાટા સૉફ્ટવેર ૬.૪ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન ૬ ટકા, કેલ્ટોન ટેક્નૉ ૬ ટકા નજીક, ડીલિન્ક લાર્સન ટેક્નૉ તથા એલાઇટ ડિજિટલ સાડાપાંચ ટકા, એક્સલ્ય પાંચ ટકા ઊંચકાયા હતા. ૬૩ મૂન્સ પોણા ટકાથી વધુના ઘટાડે ૨૬૯ નીચે ગયો છે. ઇન્ટ્રા-ડેમાં અહીં ૨૮૨ની ઐતિહાસિક ટોચ બની હતી. બ્લૅક બૉક્સ  સવાપાંચ ટકા ગગડી ૧૯૨ થયો છે.
ટેલિકૉમ તથા ટેક્નૉલૉજી ઇન્ડેક્સમાં એકમાત્ર રાઉટ મોબાઇલ અડધો ટકો ઘટી ૧૬૩૦ હતો બાકી અહીં તમામ શૅર પ્લસ હતા. આઇટીની હૂંફ જોરદાર કામ કરી ગઈ હતી. આ સિવાય તેજસ નેટ ૪.૬ ટકા, તાતા ટેલિ ૩.૪ ટકા, તાતા કૉમ્યુ. સવાબે ટકા, વિન્દય ટેલિ બે ટકા, ઝી એન્ટર ૮.૮ ટકા, જસ્ટ ડાયલ ૭.૫ ટકા, સારેગામા સવાસાત ટકા, તાન્લા પ્લૅટફૉર્મ પોણાચાર ટકા, સનટીવી સવાત્રણ ટકા, નેટવર્ક ૧૮ સવા ટકો, ટીવી ૧૮ એક ટકો મજબૂત ડિ ટીવી ૭.૬ ટકા ઊછળી ૧૯.૫૦ નજીક હતો. 

આરબીએલ બૅન્ક સાતેક ટકાના ઉછાળે વર્ષની ટોચે બંધ થયો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં ૧૫૪ પૉઇન્ટ જેવો સામાન્ય વધી ૪૪,૮૧૯ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે પોણો ટકો પ્લસ હતો. સમગ્ર બૅ​ન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૭ શૅર વધ્યા હતા. ઉજજીવન સ્મૉલ બૅન્ક, એયુ બૅન્ક, ઇ​ક્વિટાસ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, બંધન બૅન્ક, ફેડરલ બૅન્ક, પીએનબી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર બેથી ત્રણ ટકા તો આરબીએલ બૅન્ક સાતેક ટકાની તેજીમાં ૨૧૧ની વર્ષની ટોચે બંધ આવી છે. સામે પક્ષે સીએસબી અને તામિલનાડુ બૅન્ક સવા ટકાની આસપાસ તથા ફિનો પેમેન્ટ બૅન્ક પોણો ટકો ઘટી છે. ઍ​ક્સિસ બૅન્ક, કોટક બૅન્ક, સ્ટેટ બૅન્ક પણ નહીંવતથી સાધારણ ઢીલા હતા. ICICI આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધો ટકો વધી ૯૬૧ વટાવી ગઈ છે.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૧૦૦ શૅરના સુધારામાં સામાન્ય વધ્યો છે. અહીં ઍપ્ટસ વૅલ્યુ ૮.૭ ટકા, સૅટિન ક્રેડિટ સવાઆઠ ટકા, આઇઆઇએફએલ સિક્યુ. ૭.૨ ટકા, અબાન હો​લ્ડિંગ્સ ૬.૮ ટકા, ઉજજીવન ફાઇ. ૪.૬ ટકા, જીઆઇસી હાઉસિંગ તથા વીએલએસ ફાઇ ૪-૪ ટકા ઝળક્યા હતા. આનંદરાઠી વેલ્થ પોણાચાર ટકા ઊંચકાઈ ૧૦૪૧ વટાવી ગઈ છે. ફાઇવ પૈસા કૅપિટલ સાડાચાર ટકા અને પૉલિસી બાઝાર ૨.૪ ટકા ડાઉન હતા. પેટીએમ પોણ બે ટકા વધી ૮૫૧ થયો છે. ઑટો ઇન્ડેક્સ ખાતે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, બાલક્રિશ્ના ઇન્ડ, હીરો મોટોકૉર્પ અને આઇશર પોણાબેથી પોણાત્રણ ટકા અપ હતા. એફએમસીજી ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ હતો. અહીં બીકાજી, પતંજલિ, તિળકનગર ઇન્ડ, ગુજરાત અંબુજા એક્સપોર્ટસ, એડીએ ફૂડ્સ, જીએટ ૪થી ૭ ટકા અને જીઆરએમ ઓવરસીઝ ૧૦ ટકા મજબૂત હતો. 

થંગમયિલ જ્વેલરી સોમવારે એક્સ બોનસ થશે, ઍપ્ટેક મજબૂત 

થંગમયિલ જ્વેલરી શૅરદીઠ એક બોનસમાં સોમવારે એક્સ બોનસ થવાનો છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૬૮૫ અને નીચામાં ૧૫૮૦ થઈ બે ટકા ઘટી ૧૬૦૯ બંધ રહ્યો છે. ઍપ્ટેક પાંચ શૅરદીઠ બે બોનસમાં એક્સ બોનસ થતાં ઉપરમાં ૩૮૭ વટાવી ૫.૮ ટકા ઊછળી ૩૬૬ હતો. અનમોલ ઇન્ડિયામાં એક શૅરદીઠ ૪ શૅરના બોનસની રેકૉર્ડડેટ ૧૯ જુલાઈ હોવાથી ભાવ ૧૮મીએ એક્સ-બોનસ થશે. શૅર ગઈ કાલે એક ટકો ઘટીને ૨૨૨ થયો છે. આશાપુરી ગોલ્ડમાં ૧૮મીએ ૧૦ના શૅરનું એકમાં વિભાજન અમલી બનશે. શૅર અડધો ટકો વધી ૮૮ નજીક બંધ રહ્યો છે. ફિડેન્ટ ગ્લોબલ ફાઇનૅન્સ બે શૅરદીઠ એકના રાઇટમાં સોમવારે એક્સરાઇટ થશે. શૅર ગઈ કાલે ૪ ટકા વધીને ૧૫૪ નજીક ગયો છે. રાઇટ ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવે છે.
ગઈ કાલે રોકડામાં પિક્સ ટ્રાન્સમિશન ૧૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સ​ર્કિટે ૧૨૦૮ના શિખરે પહોંચી છે. પેનાસૉનિક એનર્જી ૨૦ ટકાની તેજીમાં ૨૯૭ થયો છે. રિટ્કો લૉજિસ્ટિક્સ ૨૦ ટકા ઊછળી ૨૬૮ની વિક્રમી સપાટીએ ગયો છે. પ્રિસિઝન કેમશાફ્ટ્સ ૨૦ ટકાના જમ્પમાં ૨૧૭ની વર્ષની ટોચે બંધ થયો છે. ડિનોરા ઇન્ડિયા ૨૩૨૦ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૫ ટકા કે ૨૯૭ના ઉછાળે ૨૨૬૨ વટાવી ગયો છે. ૨૬ ડિસેમ્બરે આ શૅર ૫૯૦ હતો. ક્રાફ્ટસમેન ઑટોમેશન ૧૦ ગણા કામકાજે ૩૬૫૦ની ટોચે જઈ ૧૦ ટકા કે ૪૧૮ની તેજીમાં ૪૫૫૧ બંધ આવ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2023 12:51 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK