ભારતી ગ્રુપના શૅરોમાં ઝમક; ઇન્ફી, વિપ્રો, HCL ટેક્નૉ અને ટેક મહિન્દ્ર બેસ્ટ લેવલે બંધ: બૅન્કિંગના ૪૧માંથી ૨૯ શૅર ડાઉન, બૅન્ક નિફ્ટી પોણા ટકા નજીક પ્લસ: સેન્સેક્સ ૮૪૩ પૉઇન્ટ વધવા છતાં બજારનું માર્કેટકૅપ માત્ર સવા લાખ કરોડ રૂપિયા વધ્યું
માર્કેટ મૂડ
બોમ્બે સ્ટોક એક્સચેન્જની ફાઇલ તસવીર
ભારતી ગ્રુપના શૅરોમાં ઝમક; ઇન્ફી, વિપ્રો, HCL ટેક્નૉ અને ટેક મહિન્દ્ર બેસ્ટ લેવલે બંધ: બૅન્કિંગના ૪૧માંથી ૨૯ શૅર ડાઉન, બૅન્ક નિફ્ટી પોણા ટકા નજીક પ્લસ: સેન્સેક્સ ૮૪૩ પૉઇન્ટ વધવા છતાં બજારનું માર્કેટકૅપ માત્ર સવા લાખ કરોડ રૂપિયા વધ્યું: ઇન્ડસઇન્ડ બૅન્ક નવા મલ્ટિયર તળિયે, ન્યુલૅન્ડ લૅબ વધુ ૬૬૧ રૂપિયા ગગડ્યો: ક્રિસિલ ૩૦૦ની તેજી સાથે નવા શિખરે: ધનલક્ષ્મી ક્રૉપનું સોમવારે લિસ્ટિંગ, આર.ઝેડ.ની ઇન્વેચર્સ નૉલેજમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમમાં ઘટાડો
શુક્રવારે બજારમાં જબરી ઊથલપાથલ જોવા મળી છે. સેન્સેક્સ આગલા બંધથી ૭૮ પૉઇન્ટ નીચે, ૮૧૨૧૨ ખૂલ્યો, એક જ કલાકમાં ૮૦૦૮૩ની અંદર ઊતરી ગયો અને ત્યાંથી શાર્પ બાઉન્સ બૅક સાથે ક્રમશઃ મજબૂત થતો રહીને ઉપરમાં ૮૨૨૧૪ બતાવી છેવટે ૮૪૩ પૉઇન્ટ ઊંચકાઈ ૮૨૧૩૩ બંધ થયો. નિફ્ટી ૨૪૧૮૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૪૭૯૨ વટાવી અંતે ૨૨૦ નજીકની મજબૂતીમાં ૨૪૭૬૮ રહ્યો છે. શૅરઆંક ગઈ કાલે ૧૨૦૮ પૉઇન્ટ ગગડ્યા પછી ત્યાંથી ૨૧૩૧ પૉઇન્ટ કેમ ઊછળ્યો? ખાસ્સી ૩૩૦૦ પૉઇન્ટની ઊથલપાથલ કેમ જોવા મળી? ખરું પૂછો તો કોઈને ખબર નથી. શરૂ-શરૂમાં સેન્સેક્સ ચાર આંકડામાં બગડ્યો ત્યારે ઇલેક્ટ્રૉનિક મીડિયા ‘બ્લૅક ફ્રાઇડે બ્લૅક ફ્રાઇડે’નાં રોંદણાં રોતું હતું. બજાર ઊછળીને બંધ થયું ત્યારે ‘ફેબ્યુલસ ફ્રાઇડે’નાં ગણાં ગાવા માંડ્યું. બજાર ઘટ્યું ત્યારે ચૅનલિયા પંડિતો FIIની વેચવાલી, ડૉલર સામે ગગડતો રૂપિયો અને એકંદર નબળા માનસ ઇત્યાદિ જેવાં કારણ આપી રહ્યા હતા અને બજાર વધ્યું કે તરત આ વધુ વળતા કલાકમાં જ વાસીદાભેગું થઈ ગયું. હવે શું થયું, શું નહીં, કેમ થયું, કેમ નહીં એની લપમાં પડશો નહીં. એન્જૉય, ચીલ મારો યાર, સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકા જેવા સુધારા સામે ગઈ કાલે બજારનાં બહુમતી સેક્ટોરલ પ્લસ હતાં. FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ એકથી સવા ટકો તો ટેલિકૉમ બેન્ચમાર્ક બે ટકાથી વધુ મજબૂત હતો. આઇટી બેન્ચમાર્ક ૨૫૯ પૉઇન્ટ કે અડધો ટકો વધી નવા સર્વોચ્ચ શિખરે બંધ થયો છે. નિફ્ટી મેટલ, નિફ્ટી મીડિયા, નિફ્ટી રિયલ્ટી અડધો-પોણો ટકો ઢીલો હતો. બૅન્ક નિફ્ટી ૩૬૭ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો છે, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી નહીંવત્ નરમ હતો. અહીં ૧૨માંથી એકમાત્ર એસબીઆઇ એકાદ ટકો પ્લસ હતી, બાકીની ૧૧ સરકારી બૅન્ક માઇનસ ઝોનમાં રહી છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૧૨ શૅર સુધર્યા હતા. કોટક બૅન્ક બે ટકા વધી મોખરે હતી. CSB બૅન્ક, જેકે બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, તામિલનાડુ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, યુકો બૅન્ક, આઇઓબી, સૂર્યોદય બૅન્ક, ઇસફ બૅન્ક, જનસ્મૉલ બૅન્ક જેવી જાતો પોણાબેથી સાડાત્રણ ટકા બગડી છે.
ADVERTISEMENT
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. NSEમાં વધેલા ૧૨૨૨ શૅર સામે ૧૫૭૨ જાતો ઘટી છે. માર્કેટ કૅપ ૧.૨૬ લાખ કરોડ વધીને ૪૫૯.૪૬ લાખ કરોડ થયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૫૦૯ ડૉલર થઈ રનિંગમાં નજીવા સુધારે ૧૦૦૫૯૩ ડૉલર દેખાતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧૧૪૭૯૨ની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી રનિંગમાં ૨૭૮ પૉઇન્ટની પીછેહઠમાં ૧૧૪૦૯૫ જોવા મળ્યું છે. અર્થતંત્રને વેગ આપવાનાં પગલાં વિચારવા મળેલી ચાઇનીઝ નેતાગીરીની બેઠકમાં વાઉ ફૅક્ટરનો અભાવ રહેતાં ગઈ કાલે ચાઇનીઝ માર્કેટ બે ટકા, હૉન્ગકૉન્ગ બે ટકાથી વધુ, જપાન તથા ઇન્ડોનેશિયા એકાદ ટકો, થાઇલૅન્ડ અડધો ટકો ઘટ્યા છે. સાઉથ કોરિયા અડધો ટકો અપ હતું. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ સુધારો દર્શાવતું હતું.
બજારમાં જબરી ઊથલપાથલ જોવા મળી છે. સેન્સેક્સ આગલા બંધથી ૭૮ પૉઇન્ટ નીચે, ૮૧૨૧૨ ખૂલ્યો, એક જ કલાકમાં ૮૦૦૮૩ની અંદર ઊતરી ગયો અને ત્યાંથી શાર્પ બાઉન્સ બૅક સાથે ક્રમશઃ મજબૂત થતો રહીને ઉપરમાં ૮૨૨૧૪ બતાવી છેવટે ૮૪૩ પૉઇન્ટ ઊંચકાઈ ૮૨૧૩૩ બંધ થયો. નિફ્ટી ૨૪૧૮૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૪૭૯૨ વટાવી અંતે ૨૨૦ નજીકની મજબૂતીમાં ૨૪૭૬૮ રહ્યો છે. શૅરઆંક ગઈ કાલે ૧૨૦૮ પૉઇન્ટ ગગડ્યા પછી ત્યાંથી ૨૧૩૧ પૉઇન્ટ કેમ ઊછળ્યો? ખાસ્સી ૩૩૦૦ પૉઇન્ટની ઊથલપાથલ કેમ જોવા મળી? ખરું પૂછો તો કોઈને ખબર નથી. શરૂ-શરૂમાં સેન્સેક્સ ચાર આંકડામાં બગડ્યો ત્યારે ઇલેક્ટ્રૉનિક મીડિયા ‘બ્લૅક ફ્રાઇડે બ્લૅક ફ્રાઇડે’નાં રોંદણાં રોતું હતું. બજાર ઊછળીને બંધ થયું ત્યારે ‘ફેબ્યુલસ ફ્રાઇડે’નાં ગણાં ગાવા માંડ્યું. બજાર ઘટ્યું ત્યારે ચૅનલિયા પંડિતો FIIની વેચવાલી, ડૉલર સામે ગગડતો રૂપિયો અને એકંદર નબળા માનસ ઇત્યાદિ જેવાં કારણ આપી રહ્યા હતા અને બજાર વધ્યું કે તરત આ વધુ વળતા કલાકમાં જ વાસીદાભેગું થઈ ગયું. હવે શું થયું, શું નહીં, કેમ થયું, કેમ નહીં એની લપમાં પડશો નહીં. એન્જૉય, ચીલ મારો યાર, સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકા જેવા સુધારા સામે ગઈ કાલે બજારનાં બહુમતી સેક્ટોરલ પ્લસ હતાં. FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ એકથી સવા ટકો તો ટેલિકૉમ બેન્ચમાર્ક બે ટકાથી વધુ મજબૂત હતો. આઇટી બેન્ચમાર્ક ૨૫૯ પૉઇન્ટ કે અડધો ટકો વધી નવા સર્વોચ્ચ શિખરે બંધ થયો છે. નિફ્ટી મેટલ, નિફ્ટી મીડિયા, નિફ્ટી રિયલ્ટી અડધો-પોણો ટકો ઢીલો હતો. બૅન્ક નિફ્ટી ૩૬૭ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો છે, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી નહીંવત્ નરમ હતો. અહીં ૧૨માંથી એકમાત્ર એસબીઆઇ એકાદ ટકો પ્લસ હતી, બાકીની ૧૧ સરકારી બૅન્ક માઇનસ ઝોનમાં રહી છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૧૨ શૅર સુધર્યા હતા. કોટક બૅન્ક બે ટકા વધી મોખરે હતી. CSB બૅન્ક, જેકે બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, તામિલનાડુ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, યુકો બૅન્ક, આઇઓબી, સૂર્યોદય બૅન્ક, ઇસફ બૅન્ક, જનસ્મૉલ બૅન્ક જેવી જાતો પોણાબેથી સાડાત્રણ ટકા બગડી છે.
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. NSEમાં વધેલા ૧૨૨૨ શૅર સામે ૧૫૭૨ જાતો ઘટી છે. માર્કેટ કૅપ ૧.૨૬ લાખ કરોડ વધીને ૪૫૯.૪૬ લાખ કરોડ થયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૫૦૯ ડૉલર થઈ રનિંગમાં નજીવા સુધારે ૧૦૦૫૯૩ ડૉલર દેખાતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧૧૪૭૯૨ની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી રનિંગમાં ૨૭૮ પૉઇન્ટની પીછેહઠમાં ૧૧૪૦૯૫ જોવા મળ્યું છે. અર્થતંત્રને વેગ આપવાનાં પગલાં વિચારવા મળેલી ચાઇનીઝ નેતાગીરીની બેઠકમાં વાઉ ફૅક્ટરનો અભાવ રહેતાં ગઈ કાલે ચાઇનીઝ માર્કેટ બે ટકા, હૉન્ગકૉન્ગ બે ટકાથી વધુ, જપાન તથા ઇન્ડોનેશિયા એકાદ ટકો, થાઇલૅન્ડ અડધો ટકો ઘટ્યા છે. સાઉથ કોરિયા અડધો ટકો અપ હતું. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ સુધારો દર્શાવતું હતું.
સેન્સેક્સ, નિફ્ટી, ટેલિકૉમ અને ટેક્નૉમાં ભારતી ઍરટેલનો દબદબો
ભારતી ઍરટેલ ૧૩ ગણાથી વધુના વૉલ્યુમ સાથે ૪.૪ ટકાની તેજીમાં ૧૬૮૨ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. એને લીધે સેન્સેક્સને ૧૬૪ પૉઇન્ટનો ફાયદો થયો છે. આઇટીસી, કોટક બૅન્ક તથા હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા આસપાસ પ્લસ હતી. અલ્ટ્રાટેક ૨૨૨ રૂપિયા કે ૧.૯ ટકા વધી છે. ટાઇટન પોણાબે ટકા અપ હતી. HCL ટેક્નૉ ૧.૭ ટકા, ઇન્ફોસિસ ૦.૭ ટકા, વિપ્રો સાધારણ વધી નવા બેસ્ટ લેવલે બંધ થયા છે. ટેક મહિન્દ્ર પણ અડધો ટકો વધી ૧૮૦૦ ઉપરના શિખરે ગઈ છે. ICICI બૅન્ક, ગ્રાસિમ, અદાણી પોર્ટ્સ, નેસ્લે, પાવર ગ્રિડ સવાથી દોઢ ટકો મજબૂત હતી. રિલાયન્સ નીચામાં ૧૨૪૦ થઈ પોણો ટકો સુધરી ૧૨૭૩ રહી છે.
નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા અને સેન્સેક્સમાં તાતા સ્ટીલ સવા ટકાની નરમાઈમાં ટૉપ લૂઝર બન્યા છે. હિન્દાલ્કો તથા ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકા આજુબાજુ કપાઈ હતી. JSW સ્ટીલ અડધો ટકો ઘટી છે. ઇન્ડસઇન્ડ બૅન્કમાં ૯૬૫નું નવું મલ્ટિયર બૉટમ બન્યું છે. ૧૫ જાન્યુઆરીએ અહીં ૧૬૯૪ની વિક્રમી સપાટી બની હતી. ટેલિકૉમ ઇન્ડેક્સ બે ટકા વધ્યો છે. મુખ્યત્વે ભારતી ઍરટેલની મહેરબાની છે. બાકી અહીં ૧૫માંથી ૧૦ શૅર ડાઉન હતા. ભારતી ગ્રુપની ભારતી હેક્સાકૉમ પોણાપાંચ ટકાની તેજીમાં ૧૪૮૯ તથા ઇન્ડસ ટાવર્સ પોણાબે ટકા વધીને ૩૫૦ હતી. ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૧.૪ ટકા કે ૨૬૯ પૉઇન્ટ વધ્યો એમાંય ભારતી ઍરટેલનો સિંહફાળો ૧૬૦ પૉઇન્ટ હતો.
પીજી ઇલેક્ટ્રૉપ્લાસ્ટ ૯૫૧ની ટોચે જઈ સવાસાત ટકાના જમ્પમાં ૯૨૦ નજીકના બંધમાં એ-ગ્રુપ ખાતે મોખરે હતી. સનફ્લૅગ આયર્ન સવાસાતેક ટકાની આગેકૂચમાં ૨૭૫ના શિખરે પહોંચી છે. કેપીઆર મિલ્સ ૧૧૦૦ નજીક નવું બેસ્ટ લેવલ હાંસલ કરી પોણાસાત ટકા ઊંચકાઈ ૧૦૮૬ થઈ છે. સામી હટેલ્સ તથા ગોકળદાસ એક્સ પોર્ટ્સ છ-છ ટકા મજબૂત હતા. ન્યુલૅન્ડ લૅબ આગલા દિવસની ખરાબી આગળ ધપાવતાં ચાર ટકા કે ૬૬૧ના ધબડકામાં ૧૫૩૧૪ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. ૬૩ મૂન્સ બે ટકાના ઘટાડે ૮૫૫ થઈ છે. ક્રિસિલ ૫૮૯૯ના બેસ્ટ લેવલ બાદ સાડાપાંચ ટકા કે ૨૯૯ના ઉછાળે ૫૮૨૪ વટાવી ગઈ હતી. ઝોમાટો GST નોટિસનો આંચકો પચાવી સવા ટકો સુધરી ૨૮૮ હતી. સ્વિગી સાડાપાંચ ટકા ઊછળી ૫૩૨ થઈ છે.
ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૮ ટકા ભરાયો
મેઇન બોર્ડમાં ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટનો બેના શૅરદીઠ ૪૧૭ની અપરબૅન્ડમાં ૨૭૫૦ કરોડની OFS સહિત કુલ ૪૨૨૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૮ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઉપરમાં એક તબક્કે ૧૪૫ હતું એ ઘસાઈ હાલમાં ૮૫ ચાલે છે. આરઝેડ ઘરાનાની ઇન્વેચર્સ નૉલેજ સૉલ્યુશન્સનો મારફાડ ભાવનો ૨૪૯૮ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે ૨.૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪૨૨ થયું હતું એ ઘટીને હાલ ૩૭૫ છે. મેઇન બોર્ડમાં મોબિક્વિકનો ૫૭૨ કરોડનો ઇશ્યુ આખા દિવસે લગભગ ૧૨૬ ગણા, સાંઈ લાઇફ સાયન્સિસનો ૩૦૪૨ કરોડનો IPO કુલ સવાદસ ગણા તો વિશાલ મેગા માર્ટનો ૮૦૦૦ કરોડનો ઇશ્યુ ૨૮.૮ ગણો છલકાઈને પૂરો થયો છે. ગ્રેમાર્કેટ ખાતે સાંઈમાં ૩૩, વિશાલમાં ૧૮ અને મોબિક્વિકમાં ૧૫૦નાં પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં ભરૂચના અંકલેશ્વર ખાતેની હૅમ્પ્સ બાયોનો ૧૦ના શૅરદીઠ ૫૧ના ભાવનો ૬૨૨ લાખનો નાનકડો BSE SME IPO પ્રથમ દિવસે સાડાદસ ગણાથી વધુ ભરાયો છે. પ્રીમિયમ ૨૧થી ઊંચકાઈને ૩૫ થયું છે.
વડોદરાની યશ હાઈ વૉલ્ટેજનો ૧૧૦ કરોડનો SME IPO બીજા દિવસના અંતે ૧૧.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૧૦ જેવું છે. સુપ્રીમ ફૅસિલિટીનો ૫૦ કરોડનો SME ઇશ્યુ આખા દિવસે કુલ ૨૭ ગણો તો પર્પલ સેલ્સનો ૩૨૮૧ લાખનો ઇશ્યુ ૧૬૦ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. સુપ્રીમમાં ૨૪ રૂપિયા અને પર્પલમાં ૫૫ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. ગુજરાતના હિંમતનગરની ધનલક્ષ્મી ક્રૉપનું લિસ્ટિંગ સોમવારે થશે. શૅરદીઠ ૫૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રેમાર્કેટમાં અત્યારે ૪૦નું પ્રીમિયમ બોલાય છે.