પરિણામની તેજી આગળ ધપાવતાં કિર્લોસ્કર ન્યુમૅટિક એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાની શૅરબજાર અવિરત આખલાદોડમાં ૯૦,૦૦૦ની ઉપર ગયું : સેન્સેક્સ વધુ ૬૬૩ પૉઇન્ટ બગડ્યો, રોકાણકારોના ૬.૮૦ લાખ કરોડ રૂપિયા ગાયબ : ઇન્ડસઇન્ડ બૅન્ક ૧૮.૫ ટકાના ચાર વર્ષના મોટા ધબડકામાં બજારને ૧૩૬ પૉઇન્ટ નડ્યો : બોનસની રેકૉર્ડ-ડેટ માથે હોવા છતાં રિલાયન્સમાં સતત નરમાઈ : સાત દિવસમાં સ્મૉલકૅપ ઇન્ડેક્સ નવ ટકા અને મિડકૅપ સાત ટકાથી વધુ ગગડ્યા : બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, FMCG અપવાદ : પરિણામની તેજી આગળ ધપાવતાં કિર્લોસ્કર ન્યુમૅટિક એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો : પૂનાવાલા ફિનકૉર્પ ૮૬૦ કરોડ રૂપિયાના નફામાંથી ૪૭૧ કરોડ રૂપિયાની ખોટમાં આવી જતાં કડાકા સાથે દોઢેક વર્ષની નીચી સપાટીએ : એફકૉન્સ પ્રથમ દિવસે ૧૪ ટકા ભરાયો, પ્રીમિયમ ઘટીને ૩૩ થયું