નિફ્ટી ૩૧ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૯૮૨ થયો છે. સ્મૉલકૅપ સવા ટકો, મિડકૅપ એક ટકો અને બ્રૉડર માર્કેટ અડધા ટકા નજીક સારું રહેવાના લીધે માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી છે. NSEમાં વધેલા ૧૭૦૮ શૅર સામે ૮૦૨ જાતો ઘટી છે.
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
હેલ્થકૅર બેન્ચમાર્ક ઑલટાઇમ હાઈ, FMCGમાં નબળાઈ: રોકડું મજબૂત, બૅન્કિંગમાં સાઇડ શૅર સુધારામાં, રિયલ્ટી શૅર તેજીમાં: પરિણામની પૂર્વસંધ્યાએ ટીસીએસમાં સુસ્તી, તાતા ઍલેક્સીની આગેકૂચ, જીએમ બ્રુઅરીઝ નરમ: તાતા ગ્રુપની ટ્રેન્ટ નવા શિખરે, ધાની સર્વિસિસ ૨૦ ટકાની તેજી સાથે નવી ટોચે: સાતમા દિવસની આગેકૂચમાં પાકિસ્તાની શૅરબજાર ૮૬,૦૦૦ની પાર થઈ નવા બેસ્ટ લેવલે બંધ: CDSLમાં આઠ ટકાનો ઉછાળો, MCX ઑલટાઇમ હાઈ થયો