Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મંગળવારે નવા હાઈ બનાવ્યા પછી ઇન્ડેક્સનો ઘટાડો અમંગળ, ચા‌ર્ટિસ્ટો પ્રૉફિટ બુકિંગના મૂડમાં

મંગળવારે નવા હાઈ બનાવ્યા પછી ઇન્ડેક્સનો ઘટાડો અમંગળ, ચા‌ર્ટિસ્ટો પ્રૉફિટ બુકિંગના મૂડમાં

Published : 25 September, 2024 07:39 AM | IST | Mumbai
Kanu J Dave | feedbackgmd@mid-day.com

ચીનના અર્થતંત્રને ટેકો આપવાના પગલાએ મેટલ શૅરો મજબૂત, એફઆઇઆઇ-ડીઆઇઆઇના સામસામા રાહ, HDFC બૅન્ક રેકૉર્ડ હાઈએ પહોંચશે?, એસ. એચ. કેળકરની મહેક ફેલાઈ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


મંગળવારે નિફ્ટી 26,000 ક્રૉસ કરવા કટિબદ્ધ એવું છપાણું અને મંગળવારે જ નિફ્ટીએ 26,000 ક્રૉસ કરી પણ લીધો. 25,000થી 26,000 સુધી પહોંચતા નિફ્ટીને 38 ટ્રેડિંગ દિવસો લાગ્યા હતા. નિફ્ટીની આ ચાલ પાછળ સપ્ટેમ્બરનું વાયદાનું સેટલમેન્ટ અને ઑક્ટોબરમાં આરબીઆઇ પણ વ્યાજદર ઘટાડશે એવો આશાવાદ જવાબદાર છે. મુખ્ય ઇન્ડેક્સનું પ્રતિનિધિત્વ કરતા તમામ શૅરો એફઍન્ડઓમાં છે જ! આવા સંયોગોમાં સેન્સેક્સે 85,000 અને નિફ્ટીએ 26,000 ક્રૉસ કરી લાર્જકૅપ ફન્ડોમાં અને આ ઇન્ડેક્સના આધારે બનેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડોમાં રોકાણ કરનારાઓને રાજીના રેડ કરી દીધા છે. જોકે આ લેવલે ચાર્ટિસ્ટો પાર્શિયલ પ્રૉફિટ બુકિંગની સલાહ આપે છે. સોમવારના 84,928.61ના બંધ સામે સેન્સેક્સે 84,860.73 ખૂલી સ્ટાર્ટિંગમાં જ 84,716.07નું લો બનાવી બપોરે બેથી ત્રણની વચ્ચે 85,163.23નો નવો હાઈ બનાવી અંતે 84,914.04 બંધ રહેવા સાથે 0.02 ટકાનો નહીંવત ઘટાડો નોંધાવ્યો છે. નિફ્ટી પણ 26,011.55નો નવો ઑલટાઇમ હાઈ દેખાડી 25,940.40 (25,939.05)ના સ્તરે વિશેષ ફેરફાર વગર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટી 54,105.80ના પુરોગામી બંધ સામે 54,110.65 ખૂલી વધીને 54,247.70 અને ઘટીને 53,904.65નું બૉટમ બનાવી છેલ્લે પા ટકો ઘટીને 53,968.60 રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ ઇન્ટ્રા-ડેમાં 54,247.70નો નવો ઐતિહાસિક હાઈ કર્યો હતો. બીએસઈ ખાતે બૅન્કેક્સ જોકે સોમવારના 61,451.83ના હાઈ સામે 61,451.52નો દૈનિક હાઈ બનાવતાં નવા હાઈની શ્રૃંખલા જાળવી શક્યો નહોતો અને છેલ્લે  0.30 ટકાના નુકસાને 61,166.36 બંધ રહ્યો હતો. એચડીએફસી બૅન્ક ડિસેમ્બર સુધીમાં એની સબસિડિયરીનો આઇપીઓ લાવશે એવા સમાચાર આવ્યા પછી સતત સુધરતો જાય છે. આ શૅર એના બાવન સપ્તાહના 1794ના હાઈથી હવે માત્ર 26 રૂપિયા જ દૂર છે. આ શૅરની અનેક ઇન્ડેક્સના પ્રતિનિધિ તરીકેની ભૂમિકા અને એનું એ ઇન્ડેક્સમાં વેઇટેજ જોતાં આટલો ભાવવધારો આ બૅન્કિંગ જાયન્ટ માટે આસાન ગણાય. શું એ રેકૉર્ડ બ્રેક કરશે? નિફ્ટી બૅન્કે મંગળવારે બાવન સપ્તાહનો નવો હાઈ બનાવ્યો એની સાથે-સાથે એના પ્રતિનિધિ શૅરોમાંથી એક પણ શૅર નવા હાઈએ પહોંચ્યો નહોતો. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 69.45 પૉઇન્ટ્સ, 0.28 ટકા ઘટી 24,883.65 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ 25,038.20નો ઑલટાઇમ હાઈ ઇન્ટ્રા-ડેમાં કર્યો હતો. એના બે પ્રતિનિધિ શૅર, એક ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સે મંગળવારે 1652નો અને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફે 795 રૂપિયાના નવા ઐતિહાસિક હાઈ નોંધાવ્યા હતા. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 83.50 પૉઇન્ટ્સ, 0.63 ટકા વધી 13,284.10 તો નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 96.30 પૉઇન્ટ્સ, 0.13 ટકાના ગેઇને 76,803.80ના સ્તરે વિરમ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50નો વેદાન્તા મેટલ શૅરોની તેજી વચ્ચે  3.75 ટકા વધી 470.10 રૂપિયા બંધ રહ્યો હતો.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 07:39 AM IST | Mumbai | Kanu J Dave

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK