SEBIએ એના ૧૧ માર્ચના સર્ક્યુલરમાં ક્વૉલિફાઇડ બ્રોકરના વિવિધ માપદંડ અને આવા બ્રોકરોની યાદી બહાર પાડી છે.
SEBI
દેશનાં સ્ટૉક એક્સચેન્જિસે બહાર પાડેલી એક સંયુક્ત મીડિયા રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક બ્રોકરો વિવિધ પરિબળો જેવાં કે તેમની સાઇઝ, ટ્રેડિંગ વૉલ્યુમ અને તેમના દ્વારા ક્લાયન્ટ્સને હૅન્ડલ કરવામાં આવતી રકમને લઈને દેશના સિક્યૉરિટીઝ બજારમાં નોંધપાત્ર પોઝિશન ધરાવે છે, જેને પરિણામે બજારનું કામકાજ થોડા સ્ટૉક-બ્રોકર્સમાં કેન્દ્રિત થઈ જાય છે.
બજારમાં અનુપાલન અને સંચાલનને મજબૂત કરવા SEBIએ આવા બ્રોકરોને ક્વૉલિફાઇડ સ્ટૉક બ્રોકર્સ (QSB) જાહેર કરીને એમના માટે વધારાનાં અનુપાલન અને જવાબદારીઓ નક્કી કર્યાં છે.
SEBIએ એના ૧૧ માર્ચના સર્ક્યુલરમાં ક્વૉલિફાઇડ બ્રોકરના વિવિધ માપદંડ અને આવા બ્રોકરોની યાદી બહાર પાડી છે. આ યાદી SEBIની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

