SEBI Action: અનિલ અંબાણી પર કુલ 25 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે, આ સાથે જ હવે તેઓ 5 વર્ષ સુધી કોઈ સિક્યોરિટી માર્કેટમાં જોડાઈ નહીં શકે.
અનિલ અંબાણીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- અનિલ અંબાણીએ RHFL પાસેથી તેની સંલગ્ન કંપનીઓને લોનનાં માધ્યમે કાવતરું ઘડ્યું હતું
- આ કંપનીનાં કર્મચારીઓના આચરણમાં વહીવટની નોંધપાત્ર નિષ્ફળતા બતાવે છે
- સેબીનાં આદેશમાં કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરના બેદરકાર વલણની નોંધ લેવામાં આવી હતી
માર્કેટ રેગ્યુલેટર SEBI દ્વારા બિઝનેસમેન અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ્સ સહિત 24 અન્ય સંસ્થાઓને કંપનીના ભંડોળના ડાયવર્ઝન માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત (SEBI Action) કર્યો છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સેબીએ કુલ 5 વર્ષ માટે આ પ્રતિબંધ લગાવ્યો છે.
અનિલ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો દંડ!
ADVERTISEMENT
SEBI દ્વારા અનિલ અંબાણી પર કુલ 25 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે, આ સાથે જ હવે તેઓ 5 વર્ષ સુધી કોઈપણ લિસ્ટેડ કંપની અથવા સેબીમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થીમાં ડાયરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સનલ (KMP) તરીકે સિક્યોરિટી માર્કેટમાં જોડાઈ નહીં શકે. આટલું જાણે ઓછું હોય તેમ આ સિવાય રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL)ને સિક્યોરિટી માર્કેટમાંથી 6 મહિના માટે પ્રતિબંધિત (SEBI Action) કર્યો છે અને તેના પર 6 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આખો મામલો રિલાયન્સ હોમ ફાઇનાન્સનાં પૈસાનાં ડાયવર્ઝનને લગતો છે.
નિયમો તરફ આંખ આડા કાં કરવામાં આવતા હતા?
સેબી દ્વારા ૨૨ પાનાનો વિસ્તૃત આદેશ સુદ્ધાં જારી કરવામાં આવ્યો છે, આ આદેશમાં સેબીએ એવું જણાવ્યું છે કે અનિલ અંબાણીએ RHFLના મુખ્ય સંચાલકીય કર્મચારીઓની મદદથી, RHFL પાસેથી તેની સંલગ્ન કંપનીઓને લોનના માધ્યમથી ભંડોળ કાઢવાનું કપટપૂર્ણ કાવતરું ઘડ્યું હતું. જોકે RHFLના બોર્ડ સભ્યોએ આવી ધિરાણ પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ પણ જારી કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા કરી હતી, કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી.
આ સાથે જ સેબીએ જણાવ્યું હતું કે આ આખો જ મામલો અનિલ અંબાણીના પ્રભાવ હેઠળના કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓના આચરણમાં વહીવટની નોંધપાત્ર નિષ્ફળતા બતાવે છે. આ રીતેનાં બધા સંજોગ જોતાં જ આરએચએફએલ કંપનીને છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો જેટલી જ જવાબદાર ઠેરવવી જોઈએ કે નહીં.
કંપનીની બેદરકારીની આંખે આવીને વળગે એવી નોંધ લેવાઈ
સેબીએ જ્યારે પોતાનો આદેશ (SEBI Action) જારી કર્યો ત્યારે તેમાં કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરના બેદરકાર વલણની નોંધ લેવામાં આવી હતી. તેમાં જણાવાયું છે કે કંપની દ્વારા એવી એવી કંપનીઓને સેંકડો કરોડો રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી કે જેમની પાસે બહુ જ ઓછી અથવા તો સંપત્તિ, રોકડ, નેટવર્થ આવક નહોતી.
અનેક સંસ્થાઓ પર 25-25 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે
અનિલ અંબાણી સિવાય રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઈઝ, રિલાયન્સ એક્સચેન્જ નેક્સ્ટ એલટી, રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ, રિલાયન્સ ક્લીન્જેન લિમિટેડ, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સહિત બાકીની સંસ્થાઓ પર 25-25 કરોડ રૂપિયાનો દંડ (SEBI Action) લગાવવામાં આવ્યો છે.