સ્ટેટ બેન્કના ગ્રાહકને ફ્રી મળશે આ સર્વિસ, બે લાખ સુધીનો ફાયદો
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
જો તમારું ખાતું દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે, તો તમારા માટે સારા સમાચાર છે. બેન્ક તરફથી તમને 2 લાખ સુધીની નવી સુવિધા બિલકુલ ફ્રી મળી રહી છે. SBIએ પોતાના ગ્રાહકોને નવી સવિધા આપવાની તૈયારી કરી છે, જે અંતર્ગત ખાતા ધારકોને 2 લાખ સુધીનો ઈન્સ્યોરન્સ ફ્રીમાં મળશે.
SBIની નવી સુવિધા
ADVERTISEMENT
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના ખાતાધરકોને નવી સેવા આપી રહી છે. આ સુવિધા અંતર્ગત ખાતાધારકોને ટૂંક સમયમાં જ SBI કાર્ડ રુપે ક્રેડિટ કાર્ડ આપવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે રુપે ક્રેડિટ કાર્ડ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તૈયાર કર્યું છે. જે સંપૂર્ણ સ્વદેશી રીતે તૈયાર કરાયેલી પેમેન્ટ ગેટવે સિસ્ટમ છે. તમે તેનો ઉપયોગ કરીને જુદી જુદી રીતે ચૂકવણી કરી શકો છો. રુપે કાર્ડ સિંગાપોર અને ભૂતાનમાં પણ માન્ય છે. તે ટૂંક સમયમાં જ સંયુક્ત આરબ અમીરાતમાં પણ માન્ય થશે. ભારતમાં તૈયાર થયેલું આ પહેલું પેમેન્ટ ગેટવે છે.
શું છે રુપે કાર્ડ
રુપે કાર્ડ સંપૂર્ણ રીતે દેશમાં બનેલું પેમેન્ટ ગેટવે છે. આપણે જે પણ માસ્ટર કાર્ડ કે વીઝા કાર્ડનો ઉપયોગ કરીએ છીએ, તેની પેમેન્ટ સિસ્ટમ વિદેશી છે, જેના માટે આપણે પૈસા ચૂકવવા પડે છે, અને અન્ય દેશો પર આધારિત રહેવું પડે છે. પરંતુ રુપે કાર્ડ અલગ છે. તે બીજા કાર્ડ કરતા સસ્તું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેની શરૂઆત કારવી છે. સાથે જ તમને 2 લાખ સુધીનો વીમો ફ્રી મળી રહ્યો છે. રુપે ગ્લોબલ કાર્ડ પાંચ વેરિયન્ટસમાં જાહેર કરાયા છે. રુપે ક્લાસિક ડેબિટ કાર્ડ, રુપે ક્લાસિક ક્રેડિટ કાર્ડ, રુપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ, રુપે પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ અને રુપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડ.
આ પણ વાંચોઃ ગ્રાહકોને 2 મહિના માટે ફ્રી મળી શકે છે Jio Fiber સર્વિસ
2 લાખનો વીમો ફ્રી
રુપે કાર્ડ ધારકોને બેન્ક તરફથી 2 લાખનો ઈન્સ્યોરન્સ ફ્રી મળે છે. અકસ્માતે મોત અથવા કાયમી વિકલાંગ થવા પર આ એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ મળે છે. આ પોલિસી અંતર્ગત ક્લાસિક કાર્ડ હોલ્ડર્સ 1 લાખ રૂપિયાના ઈન્સ્યોરન્સ કવરના હકદાર છે. જ્યારે પ્લેટિનમ કાર્ડ હોલ્ડર્સને 2 લાખનું કવર મળે છે.