૨૦૧૪ પહેલાંની તુલનાએ અવમૂલ્યનનો ચક્રવૃદ્ધિ દર સરેરાશ ઓછો
ફાઇલ તસવીર
ભારતીય રૂપિયાએ તાજેતરનાં વર્ષોમાં અન્ય મોટા ભાગની કરન્સી કરતાં વધુ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને ૨૦૧૪ પહેલાંની સરખામણીમાં અવમૂલ્યનનો ચક્રવૃદ્ધિ સરેરાશ વૃદ્ધિ દર ઓછો છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવતાં ઉમેર્યું હતું કે નિકાસકારોએ ઘટતા રૂપિયા પર નિર્ભર ન રહેવું જોઈએ અને તેઓએ ઉત્પાદનની ગુણવત્તા અને વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતાના આધારે તેમના પોતાના પર ઊભા રહેવું જોઈએ.
મને નથી લાગતું કે રૂપિયા માટે કોઈ આરામદાયક અથવા અસ્વસ્થતાનો સ્તર છે. રૂપિયો એનું પોતાનું સ્થાન શોધે છે. એ ઘણાં કુદરતી પરિબળોનું કાર્ય છે - ફુગાવો, મૂડીપ્રવાહ અને દરેક દેશમાં જોખમ-પુરસ્કાર ગુણોત્તરનું કાર્ય. હું ખુશ છું કે ભારતીય રૂપિયાએ તાજેતરનાં વર્ષોમાં મોટા ભાગની કરન્સી કરતાં વધુ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે એમ ગોયલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
પ્રધાને કહ્યું કે જો તમે ૨૦૧૪ પહેલાંના ભારતીય રૂપિયાને જુઓ અને જો તમે રૂપિયાના અવમૂલ્યનનો સીએજીઆર (કમ્પાઉન્ડેડ ઍન્યુઅલ ગ્રોથ રેટ) લો તો એ લગભગ ૩.૨૫-૩.૫૦ ટકાની રેન્જમાં હતો.
હાલમાં ભારતીય રૂપિયો લગભગ ૨.૫ ટકા દરે નબળો પડી રહ્યો છે, એથી ભારતીય રૂપિયાની મજબૂતાઈમાં નોંધપાત્ર સુધારો થયો છે.