Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરમાં તેજીનાં વળતાં પાણી : મલેશિયા રિંગિટમાં શાનદાર તેજી

ડૉલરમાં તેજીનાં વળતાં પાણી : મલેશિયા રિંગિટમાં શાનદાર તેજી

Published : 28 November, 2022 03:07 PM | IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

ચીનમાં કોવિડ વિસ્ફોટ ચિંતાજનક : નિફ્ટી ઑલટાઇમ હાઈ : રૂપિયામાં સ્થિરતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કરન્સી કૉર્નર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બજારોમાં કહી ખુશી, કહી ગમ જેવી સ્થિતિ છે. અમેરિકન રોકાણકારો સોલિડ જૉબ માર્કેટ અને અભૂતપૂર્વ સંપત્ત‌િ સર્જન વચ્ચે થૅન્ક્સ ગીવિંગ માણી રહ્યા છે. બીજી બાજુ ચીનમાં કોરોના વિસ્ફોટ અને સરકારની દમનકારી લૉકડાઉન નીતિથી પ્રજા અકળાઈ છે. ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. પ્રૉપર્ટીની મંદી, બેકારીને કારણે આર્થિક મંદી વકરી રહી છે. ચીનની આર્થિક મંદીથી હૉન્ગકૉન્ગ પણ એની આર્થિક ચમક ગુમાવશે એવી અટકળો વચ્ચે અમુક કરન્સી સ્પેક્યુલેટર્સ હૉન્ગકૉન્ગ ડૉલરનો અમેરિકી ડૉલર સાથેનો પેગ તૂટશે, હૉન્ગકૉન્ગ ડૉલર નબળો પડશે એવી બેટ સાથે હૉન્ગકૉન્ગ ડૉલર શૉર્ટ કરી રહ્યા છે. યુઆન ૭.૦૪થી ઘટી ફરીને ૭.૧૬ થઈ ગયો છે. જોકે યુઆન સિવાયની મોટા ભાગની એશિયન કરન્સી એકંદરે મજબૂત રહી છે. વીતેલા સપ્તાહમાં મલેશિયા રિંગિટ સ્ટાર પર્ફોર્મર રહ્યો છે. રિંગિટ ૪.૮૦થી વધી ૪.૪૩ થઈ ગયો છે. લાંબા સમયથી વિપક્ષમાં રહેલા નેતા અનવર ઇબ્રાહિમ પાંખી બહુમતી વચ્ચે સત્તા પર આવતાં મલેશિયામાં આર્થિક સુધારા ચાલુ થશે એવી અટકળે મૂડ અપબીટ થઈ ગયો છે. એશિયા અને અમેરિકાનાં શૅરબજારોમાં મૂડ સાવચેતીભર્યા આશાવાદનો છે. શુક્રવારે એસજીએક્સ નિફટી ઑલટાઇમ હાઈ થઈ ગયો છે. યુક્રેન-વૉર, ચાઇના કોવિડ, અમેરિકાનો ફુગાવો, વધતા વ્યાજદરો જેવા મંદીનાં કારણો હાલપૂરતા તો ડિસ્કાઉન્ટ થઈ ગયાં છે. બજાર ચાઇનામાં લૉકડાઉન હળવા થશે અને ફેડના વ્યાજદર વધારા ધીમા પડતાં ફરી લિક્વિડિટી સુધરશે એવી અટકળે તેજીના મૂડમાં આવી ગયું છે. ડૉલર ઇન્ડેક્સ ૧૧૪.૫૦થી ઘટીને ૧૦૫ થઈ ગયો છે. ડૉલર આધારિત મોટું દેવું હોય એવી ઇમર્જિંગ ઇકૉનૉમી માટે મોટી રાહતના સમાચાર છે. 


 સ્થાનિક બજારોની વાત કરીએ તો રૂપિયો ૮૧.૩૦-૮૨.૨૦ની રેન્જમાં લૉક થયો હોય એમ લાગે છે. વીતેલા સપ્તાહમાં રૂપિયો ૮૧.૩૦-૮૧.૦૦ વચ્ચે અથડાઈ છેલ્લે ૮૧.૬૩ બંધ હતો. શૅરબજારમાં ફરી તેજીના મંડાણ થયા છે. ક્રૂડ ઑઇલમાં ધીમી પણ સંગીન તેજી રૂપિયા માટે ફાયદાકારક છે. સ્ટીલની મંદી અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટવાથી ફુગાવો ઘટવાના સંકેતો છે, પણ એલએનજી અને કોલસામાં જો ફરી તેજી આવે તો કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પર દબાણ આવશે. સરકારનો ખર્ચ આંતરમાળખામાં સતત વધી રહ્યો છે. રાજકોષીય ખાધ પણ વધી છે. જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. સરકારની ટૅક્સ આવકોમાં તોતિંગ વધારા મામલે બહુ હરખાવા જેવું નથી, કેમ કે વધતો જતો ટૅક્સ ભવિષ્યના વપરાશને કોરી ખાય છે. સ્ટૅગફ્લેશનનો ખતરો એમાંથી પેદા થાય છે. ભાવોની તેજી અને માગની મંદી. રૂપીડૉલર માટે હાલ પૂરતી રેન્જ ૮૧-૮૨.૩૦ ગણાય. રૂપિયો પાઉન્ડ અને યુરો સામે નોંધપાત્ર ઘટ્યો છે. હાલ પૂરતું યુરોરૂપી રેન્જ ૮૩.૫૦-૮૬.૨૦ અને પાઉન્ડરૂપી રેન્જ ૯૭-૧૦૦ ગણાય. પાઉન્ડ સામે રૂપિયાનો ઘટાડો મોટું આશ્ચર્ય છે. 



અમેરિકાની વાત કરીએ તો ડૉલર ઇન્ડેક્સમાં વચગાળાનું ટૉપ બની ગયું છે. ડૉલેક્સ ૧૧૪.૫૦થી ઘટીને ૧૦૫ થઈ ગયો છે. હાઉસિંગ ઇન્ફ્લેશનમાં ઘટાડાના સંકેતો છે. સતત ચાર જમ્બો રેટહાઇકની અસર હવે દેખાવા લાગી છે. ફેડ આગામી વરસે વ્યાજદર વધારાની ઝડપ ઓછી કરે અને સેકન્ડ હાફમાં થોડી અકોમોડેટિવ બની જાય તો નવાઈ નહીં.


યુરોપમાં શિયાળો શરૂ થઈ ગયો છે. યુકે પાઉન્ડમાં જોરદાર ઉછાળો છે. તાજેતરમાં પાઉન્ડ ૧.૦૫ થઈ ગયા પછી હવે ૧.૨૦ થઈ ગયો છે. ફૉર્થ ક્વૉર્ટરમાં પાઉન્ડની શાનદારી તેજી સુખદ વિસ્મય ગણાય. રશિયાએ હવે યુક્રેન પર આક્રમક હુમલા ચાલુ કર્યા છે. વીજળી, રહેણાકો પર ટાર્ગેટેડ હુમલા શરૂ થઈ ગયા છે. રશિયાના ગૅસ બ્લૅકમેલિંગને કારણે એલએનજીના ભાવ ફરી વધી ગયા છે. જોકે યુરો, પાઉન્ડ અને ઘણી ખરી ઇમર્જિંગ યુરોપની કરન્સી ઘટ્યા ભાવથી ઠીક-ઠીક વધી ગઈ છે. ક્રિપ્ટો ઍસેટમાં કારમી મંદી થવા છતાં વૈશ્વિક નાણાપ્રણાલી પર કોઈ જ નોંધપાત્ર અસર નથી આવી, એ સારી બાબત છે. હેજ ફન્ડો હાલ વેકેશન મૂડમાં છે. હાલમાં પોઝિશન સ્ક્વેરઑફ પ્રોસેસ ચાલુ છે. નવી ડાયરેક્શનલ બેટ, પોર્ટફોલિયો બૅલૅન્સિંગ જાન્યુઆરીમાં થશે. મુખ્ય કરન્સીની રેન્જ યુરોડૉલર ૧.૦૨-૧.૦૬, ૧.૧૭-૧.૨૨, યેન ૧૩૫-૧૪૧, ડૉલેકસ ૧૦૩.૫૦-૧૦૭.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2022 03:07 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK