પૉલિટિકલ બદલાવ અને જિયોપૉલિટિકલ ટેન્શનથી સોનામાં વધતી મજબૂતી અમેરિકી ડૉલર સતત ત્રીજે દિવસે ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું
કૉમોડિટી કરન્ટ
ચાંદી
બ્રિટન, ફ્રાન્સમાં થયેલું સત્તાપરિવર્તન અને અમેરિકામાં સ્પષ્ટ દેખાતા સત્તાપરિવર્તનથી પૉલિટિકલ બદલાવ વધ્યો છે. ઉપરાંત ઇઝરાયલનું હમાસ-હિઝબુલ્લા સાથેનું યુદ્ધ વકરતાં જિયોપૉલિટિકલ ટેન્શન પણ વધ્યું છે જેને કારણે સોનું-ચાંદી-બન્ને પ્રેસિયસ મેટલ વધી રહ્યાં છે. સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને ૨૩૬૭.૯૦ ડૉલર થયા બાદ શુક્રવારે સાંજે ૨૩૬૩થી ૨૩૬૪ ડૉલરની રેન્જમાં હતું. ચાંદી પણ ૩૦.૭૫ ડૉલર સુધી વધ્યા બાદ શુક્રવારે સાંજે ૩૦.૫૪થી ૩૦.૬૪ ડૉલરની રેન્જમાં હતી.